________________
૨૮૬
જિનમાર્ગનું જતન બની ગયા છે. અને જે કંઈ મોજૂદ છે તેનો પણ એના યોગ્ય ખપી વિદ્વાનોને લાભ મળતો નથી. આ સ્થિતિ જેમ વહેલી ટળે તેમ ઇચ્છનીય છે.”
શેઠશ્રીએ કરેલાં આ તેમ જ બીજાં સૂચનો જૈનસંઘે ખૂબ ધ્યાનમાં લેવા જેવાં અને અમલમાં મૂકવા જેવાં છે. આશા છે કે આપણા આગેવાનો અને મુખ્યમુખ્ય સંસ્થાઓ આના ઉપર જરૂર વિચાર કરશે.
(તા. ૧૧-૯-૧૯૪૯)
(૩) જૂનાનું પણ મૂલ્ય ન ભૂલીએ. નવી રીતભાત અને નવી વસ્તુઓના આગમન વખતે જૂની વસ્તુઓના મૂલ્યની ઉપેક્ષા ન થાય, એ માટે પણ ચકોર દૃષ્ટિ અને દીર્ઘદર્શી તેજસ્વી બુદ્ધિની અપેક્ષા છે. નવીનતાના વ્યામોહમાં જૂની વસ્તુઓની મહત્તા ન સમજવાને કારણે ભૂતકાળમાં આપણે કળાના ઉત્તમ નમૂનારૂપ કહી શકાય એવી કેટલી ય વસ્તુઓને સામે પગલે ચાલીને આપી દઈને “છુટકારાનો દમ ખેંચ્યો છે, અને અત્યંત ઉપયોગી અને અતિ વિરલ લેખી શકાય એવી કેટલીક સાહિત્યકૃતિઓને ગુમાવી દીધી છે; જો કે હવે આ ભૂલમાં સુધારો થતો આવે છે, અને જૂની વસ્તુઓની પહેલાંના જેટલી ઉપેક્ષા થતી નથી. છતાં જૂનાં મંદિરોના જીર્ણોદ્ધાર જેવા પ્રસંગોએ વળી પાછી આવી ઉપેક્ષા થઈ આવે છે ખરી. આવો જ કોઈ પ્રસંગ જોઈને, દેરાસરોમાંનાં કીમતી અને શોભાયમાન ઝુમ્મરો અંગે અમારા એક વાચકમિત્ર લખે છે –
* “હાલમાં કાર્યકર્તાઓ આપણા દેરાસરજીનાં જૂનાં ઝુમ્મરો, હાંડી વગેરે પાણીના ભાવમાં વેચી નાખે છે. છેલ્લે વેરાવળના દેરાસરજીમાંનાં પણ બે ઝુમ્મર સસ્તા વેચાઈ ગયાં. કચ્છમાં અમો જાત્રા કરવા ગયા ત્યાં હજુ ઝુમ્મરો ઠીક દેખાય છે. ધોરાજી, જૂનાગઢ, ભાવનગર, રાજકોટ વગેરેનાં મંદિરોનાં ઝુમ્મરો મુંબઈના માણસો વેચાતાં લઈને ત્રણ-ચારગણાં નાણાં પડાવે છે. તો આપણી સંસ્થાઓ જેમ-તેમ પાણીના ભાવે વેચતાં વિચાર કરે એમ થવું જરૂરી છે. પણ જૂની વસ્તુઓનો વેપાર કરનારા લોલક, હીરા વગેરેની ચોરી પણ પગારદાર માણસો પાસે કરાવે છે. જૂની લાકડાની નકશીના આપણા દેરાસરોમાંના નમૂનાઓ પણ ચોરાય છે કે પાણીમૂલે વેચાયા કરે છે. તો આ માટે સંઘને સાવચેત કરવાની જરૂર છે.”
પત્ર લખનાર મિત્રે પ્રાચીન વસ્તુઓની ચોરી બાબતમાં અને આપણી ઓછી સમજણને કારણે જૂની વસ્તુઓ નહીં જેવી કિંમતે વેચી નાખવામાં આવે છે એ બાબતમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org