________________
તીર્થરક્ષા અને તીર્થસેવન : ૪
યાત્રા કરવાનું ચાલુ રાખ્યું; સાથેસાથે ભારત-સરકારનું પુરાતત્ત્વ-ખાતું આ તીર્થ જૈન સંઘને સુપરત કરે એ માટેના પ્રયત્નો પણ ચાલુ રાખ્યા. ઉપરાંત, આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી તથા એમના સ્વર્ગવાસ પછી તેઓના પટ્ટધર આચાર્ય શ્રી વિજ્યસમુદ્રસૂરિજી અવારનવાર પ્રોત્સાહન આપતાં રહીને, પંજાબના સંઘના આ પ્રયત્નોમાં બળ પૂરતા રહ્યા. આ બધાને પરિણામે એક બાજુ જેમ આ તીર્થની લોકપ્રિયતા જૈનસંઘમાં – ખાસ કરીને પંજાબના જૈનસંઘમાં – વધતી ગઈ, તેમ બીજી બાજુ આ તીર્થને પ્રાપ્ત કરવા અંગેનું અનુકૂળ વાતાવરણ પણ સરજાતું ગયું.
હિમાલયની ગિરિમાળાની ગોદમાં, અત્યારના હિમાચલ-પ્રદેશમાં, સુરમ્ય કુદરતની વચ્ચે આવેલ આ તીર્થનું શાંત-એકાંત-મનમોહક વાતાવ૨ણ કોઈ પણ ભાવિકના મનને વશ કરી લે એવું છે. આથી પણ આ તીર્થનો કબજો મેળવવાની પંજાબ જૈનસંઘની ભાવના વિશેષ પ્રબળ બનતી રહી, અને એ માટેના એમના પ્રયત્નો પણ પ્રબળ બનતા રહ્યા.
પણ સરકારના કબજામાં ગયેલ ઇમારતને પાછી મેળવવાનું અથવા એના ઉપર સરકારે મૂકેલ પ્રતિબંધમાં છૂટછાટ મેળવવાનું કામ ઘણું જ મુશ્કેલ — લગભગ અશક્ય કહી શકાય એવું — હોય છે. એટલે, એક રીતે કહીએ, તો પંજાબના સંઘને માટે આ કામ અગ્નિપરીક્ષા જેવું અત્યંત આકરું તથા ગજવેલ જેવા અકાટ્ય નિશ્ચયબળ, અદમ્ય ઇચ્છાશક્તિ અને અવિરત પુરુષાર્થથી પાર પડી શકે એવું જ હતું.
પણ પંજાબનો સંઘ, ખરેખર, પંજાબનો જ સંઘ હતો ! આ તીર્થનો સકાર પાસેથી કબજો મેળવીને અને એનો જીર્ણોદ્ધાર કરીને એને ફરી જાહોજલાલ બનાવવાની એની ઝંખના અને ભાવનામાં પંજાબની વીરભૂમિનાં શૌર્ય અને ખમીર સીંચાયેલાં હતાં અને એની ઉપર પોતાના ગુરુદેવોના આશીર્વાદોનાં નિરંતર અમીછાંટણાં થતાં રહેતાં હતાં. એટલે, આ કાર્યમાં જરા ય નિરાશ, ઉદાસ કે શિથિલ થયા વગર, પંજાબના સંઘે આ તીર્થના જીર્ણોદ્ધાર માટેના પોતાના અવિરત પ્રયત્નો અપાર ખંત-ધીરજઉત્સાહપૂર્વક ચાલુ રાખ્યા. વધારામાં, પંજાબના જૈન ભાવિકો તેમ જ અન્ય સ્થાનના જૈન ભાવિકો સમયે-સમયે આ તીર્થની યાત્રા કરવા પ્રેરાય, અને એ રીતે પણ આ તીર્થનો જીર્ણોદ્ધાર કરવાની પંજાબ જૈન સંઘની ઇચ્છા પ્રત્યે સરકારનું ધ્યાન અવારનવાર ખેંચાતું રહે, એટલા માટે ટેકરીની તળેટીમાં વસેલ કાંગડા ગામમાં જિનાલય, ધર્મશાળા અને ભોજનાલય વગેરેની સગવડ કરવામાં આવી. આ ઉપરથી પણ પંજાબ-જૈન-સંઘની આ તીર્થ પ્રત્યેની ભક્તિ અને એનો જીર્ણોદ્ધાર કરવાની તમન્ના અને તત્પરતાનો ખ્યાલ આવી શકે છે.
Jain Education International
૨૮૯
For Private & Personal Use Only
www.jainelibrary.org