________________
જિનમાર્ગનું જતન
જાણે ઓછું હોય, એમ એ તીર્થના વહીવટમાં અને એની દેખરેખમાં સરકારનો બહુ મોટો હિસ્સો છે. એ તીર્થની લાખોની સંપત્તિ મોટે ભાગે સરકાર(પહેલાં મેવાડનું ઉદેપુરરાજ્ય અને અત્યારે રાજસ્થાન-સરકાર)-હસ્તક છે.
૩૧૮
એક તરફ જ્યારે જબલપુર પ્રકરણને આગળ કરીને જૈનોના સંગઠનની વાત જોરશોરથી કરવામાં આવે છે, ત્યારે બીજી ત૨ફ કેસરિયાજી-તીર્થની વાત આગળ કરીને શ્વેતાંબરો વિરુદ્ધ દિગંબરોને ઉશ્કેરવામાં આવે છે એ પણ એક વિધિની વિચિત્રતા કે જૈનસંઘની કમનસીબી જ લેખાવી જોઈએ.
મુંબઈથી પ્રગટ થતા મુંબઈ દિગંબર જૈન પ્રાંતિક સભાના સાપ્તાહિક હિંદી મુખપત્ર ‘જૈનમિત્ર'ના તા. ૧૮-૬-૧૯૫૯ના અંકના ૩૨૩મે પાને ‘ભારતવર્ષીય દિગંબર જૈન તીર્થક્ષેત્ર કમિટી'ના મંત્રીના નામથી કેસરિયાજી તીર્થ અંગે શ્વેતાંબરો વિરુદ્ધ જે લખાણ છાપવામાં આવ્યું છે, તે વાંચીને ખેદ અને નવાઈ ઊપજે છે. શ્રી કેસરિયાજીમાં શ્વેતાંબરોનો ઉત્પાત’ શીર્ષકે છપાયેલ એ લખાણ કહે છેઃ “કેસરિયાજીથી સમાચાર મળ્યા છે કે ત્યાંના દિગંબર જૈન મંદિર ઉપર શ્વેતાંબરો પોતાનો હક્ક સાબિત કરવા માટે હમેશાં અનુચિત કાર્ય કર્યા કરે છે. હાલમાં એ મંદિરમાં શ્વેતાંબરો પોતાના સંપ્રદાયના પટ (પાષાણમાં કોતરવામાં આવેલ નકશા) ચોડાવવાને માટે ફરી પ્રયત્ન કરી રહ્યા છે. આજથી લગભગ બાર વર્ષ પહેલાં પણ એમણે આ પટોને ચોડાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ એમાં તેઓ સફળ નહોતા થઈ શકયા...
“આ અનુચિત કાર્યને હંમેશને માટે અટકાવી દેવા દિગંબર જૈન સમાજે દેવસ્થાનખાતાના પ્રધાનને જયપુર તા૨ અને કાગળો મોકલીને પોતાનો વિરોધ જાહેર કરી દેવો જોઈએ.’
આ લખવાનો અમારો હેતુ કેસરિયાજીમાં પટ લગાવવાની આ બાબતની ચર્ચાવિચારણા કરવાનો કે એના ગુણદોષની વિચારણા કરવાનો નથી; અહીં તો અમારે જે કંઈ કહેવું છે તે એટલું જ છે કે જો નાની (પણ આપણે મોટી માની લીધેલી) બાબતોને આગળ કરીને, અને એમાં વિવેકબુદ્ધિ કે પ્રમાણભાન વેગળાં મૂકીને આપણે આ રીતે ઉશ્કેરાઈ જઈએ કે સામાન્ય શ્રદ્ધાળુ વર્ગને ઉશ્કેરવાની કોશિશ કરીએ તો સમજવું રહ્યું કે આપણી એકતા અને સંગઠનની વાત ઉપરછલ્લી અને હાર્દિકતા વગરની છે.
વળી આવી બાબતો લોકો અને સરકારને જણાવીને આપણે આપણા સંગઠનની પોકળતા જાહેર કરીએ છીએ અને હલકા પડીએ છીએ. ખરી રીતે તો આપણે આપણા મતભેદોનું નિવારણ અંદરો-અંદર લાવી શકીએ તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org