________________
૩૨૦
જિનમાર્ગનું જતન શ્રી પૂજ્યજીની આટલી ટૂંકી ટકોર દાદાવાડીના સંચાલકોને આળસ ઉડાવવા માટે પૂરતી લેખાવી જોઈએ. છેવટે શ્રીપૂજ્યજી પોતાને દર્શન જ્યારે થયાં તે અંગે લખતાં કહે છે –
અમે બપોરના મધ્યાહને, દર્શન કરનારાઓના ચાલ્યા ગયા બાદ, મંદિરમાં પ્રવેશ કરી શક્યા, ત્યારે જ ભગવાન શ્રી ઋષભદેવનાં દર્શનનો લાભ મળી શક્યો.”
શ્રીપૂજ્યજીએ અહીં જે કંઈ લખ્યું છે તે ઘણાના અનુભવની વાત છે. પણ આવી વાતો એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખવાની આપણી કુટેવ આ તીર્થ માટે પણ જો આપણે ચાલુ રાખીશું તો એ નુકસાનકારક નીવડ્યા વગર નથી રહેવાની. આખું તીર્થ જ આપણા હાથમાંથી ચાલ્યા જવાની શ્રીપૂજ્યજીની આ ચેતવણી સાવ સાચી છે અને તેથી એને કાન ધરવી એ સમસ્ત જૈનસંઘની ફરજ છે.
(તા. ૧૩-૧-૧૯૫૧, તા. ૧૧-૮-૧૯૫૬
અને તા. ૨૭-૬-૧૯૫૯ના લેખોમાંથી)
(૧૦) તીર્થગૌરવનું અભિન્ન અંગઃ ધર્મશાળાઓનો ગરવો કારોબાર
લોકજીવનમાં, સમાજવ્યવસ્થામાં કે રાજકાજમાં કેટલીક વાર કેટલાક પ્રશ્નો એવું રૂપ પકડીને બેસી જાય છે કે એમાં ફેરફાર કરવાના હજાર પ્રયત્નોને અંતે પણ પાછા એ એના અસલ રૂપમાં ખડા થઈ જાય છે, અને એનો નિવેડો લાવવાના પ્રયત્નો વિશેષ કામયાબ કે કારગત નીવડતા નથી. આવા પ્રસંગે પ્રયત્ન કરનારાના અંતરમાં નિરાશાનો પ્રાદુર્ભાવ થાય એ બહુ સ્વાભાવિક છે. પણ ખરો રાહ તો એ જ છે કે અમુક પ્રશ્નનો અમુક રીતે નિકાલ કરવો આપણને લોકકલ્યાણની દૃષ્ટિએ જરૂરી જ લાગતો હોય, તો નિરાશાનાં હજાર કારણો મળ્યા છતાં, એ માટે પ્રયત્ન કરનારે હમેશાં પ્રયત્નશીલ જ રહેવું ઘટે. એમ થાય તો જ કોઈક અવસરે પણ એમાં ધારી સફળતા મેળવી શકાય.
પાલીતાણાની ધર્મશાળાઓની ગેરવ્યવસ્થા અને અવ્યવસ્થાનો પ્રશ્ન પણ, શરીરમાં ઘર કરી ગયેલા રોગની જેમ, કંઈક આવો જ દઢમૂળ બની ગયો છે, આ માટે વારંવાર વિચારણા અને નવાનવા ઉપાયો હાથ ધરવામાં આવ્યા છતાં એ દુઃખદ સ્થિતિમાં કશો ઉલ્લેખનીય ફેરફાર કરી શકાયો નથી એ કટુ સત્ય હોવા છતાં સાચી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org