________________
તીર્થરક્ષા અને તીર્થસેવન : ૮, ૯
અને પ્રયત્નશીલ રહેતા હતા, કે એમનાં ઊંઘ અને આરામ હરામ બની ગયાં હતાં. ક્યારેક નાની-સરખી કાંકરી મોટા ઘડાને ફોડી નાખે છે · એ અનુભવ જાણીતો છે. એટલે આ પ્રકરણના અમુક કેસોના ફેંસલા આપણા લાભમાં આવ્યા એથી ફુલાઈ ઈને ગાફેલ રહેવાનું આપણને કોઈ રીતે પરવડે એમ ન હતું. તેથી આ પ્રકરણના એકેએક અંશની ઉપશાંતિ ન થાય ત્યાં સુધી એક ચકોર સંત્રીની જેમ જાગૃત રહેવું આપણા માટે અનિવાર્ય હતું. શ્રી રમણભાઈએ આવા જ એક જાગૃત અને ચકોર તંત્રી તરીકેની ઉમદા ફરજ આ પ્રકરણમાં બજાવી છે એટલું આપણે સહર્ષ અને ગૌરવપૂર્વક સ્વીકારવું જોઈએ.
આ પ્રકરણમાં જૈનસંઘને જાગૃત કરવામાં આપણા આચાર્ય-મહારાજો તેમ જ અન્ય મુનિરાજોએ જે પ્રેરણા અને ઉપદેશ આપેલ છે, તે માટે તેમનો પણ ખૂબ-ખૂબ ઉપકાર માનવો ઘટે છે. સાથેસાથે જે સંઘોએ તેમ જ જે ભાઈ-બહેનોએ મોટા હાથીની જેમ પળે-પળે ઢગલાબંધ પૈસાનું ભક્ષણ કરતા આ પ્રકરણમાં ઉદાર દિલે આર્થિક મદદ આપી છે, તેઓને પણ ધન્યવાદ ઘટે છે.
માથાભારે થઈ પડેલી સનાતન-સભાએ કેટલાક સમયને માટે ઊભી કરેલી લાચાર સ્થિતિને બાદ કરતાં, શરૂઆતમાં મધ્યભારતની અને પાછળથી મધ્યપ્રદેશની સરકારે આ પ્રકરણમાં જૈનોને ન્યાય મળે અને એમના જાનમાલની બિનસલામતી ટળે એ માટે જે ધ્યાન આપ્યું છે, તે માટે આપણે એનો પણ આભાર માનવો ઘટે છે. આ પ્રકરણે કોમી અશાંતિરૂપે અને કૉર્ટના કેસો રૂપે કેટકેટલા પલટા લીધા અને કેવાકેવા વિષમ પ્રસંગો ઊભા કર્યાં એનું વર્ણન કરતાં તો એક મોટું મહાભારત રચાય. એટલે આજે જ્યારે એ પ્રકરણના છેલ્લા અવશેષો ઉપશાંત થયાના સારા સમાચાર સાંભળવા મળે છે, ત્યારે પણ ભૂતકાળના બહુ કડવા અનુભવને લીધે એવી દહેશત લાગી જાય છે કે ક્યાંક આમાંથી નવો ફણગો તો નહીં ફૂટે ?
ભગવાન કરે, આપણી આ દહેશત સાવ નિરાધાર નીવડે, અને રતલામપ્રકરણની આ અંતિમ ઉપશાંતિ કાયમી બની રહે.
393
Jain Education International
(૯) કેસરિયાજી તીર્થ અંગે મળતી
ચેતવણી
અવારનવાર કેસરિયાજી તીર્થ સંબંધી કંઈક ને કંઈક સમાચાર શ્વેતાંબર અને દિગંબર બંને જૈન ફિરકાઓનાં વર્તમાનપત્રોનાં પાનાંઓમાં ચમકતા જ રહે છે. આ
For Private & Personal Use Only
(તા. ૨૨-૨-૧૯૬૪)
www.jainelibrary.org