________________
તીર્થરક્ષા અને તીર્થસેવન : ૬
૨૯૯
ઝંખના કરતાં હતાં; પણ એવો અવસર લાધતો ન હતો. ઊભી થયેલી જવાબદારીની ઉપેક્ષા તો કેવી રીતે થઈ શકે?
કામ, કામ ને કામ – બસ, કામની જ જંજાળ; અને આવેલ કામને સમયસર પૂરું કરવાની સતત ચિંતા, ઉપરાંત વ્યવહારને સરખી રીતે સાચવવા માટે કરવી પડતી દોડાદોડી – આ બધાંને પહોંચી વળવા માટે શરીર અને મનને ઠીકઠીક તાણ વેઠવી પડે, અને એમાંથી ઊગરવા થોડીક આરામની ઝંખના રહ્યા કરે.
બાકી તો, માનવી પાસે કામ એટલું રહે, કે એને લીધે આડોઅવળો વિચાર કરવાનો વખત જ ન રહે, કે એલફેલ પ્રવૃત્તિમાં પડવાની શક્તિ કે વૃત્તિ જ ન રહે; આવી સ્થિતિ એ મોટી ખુશનસીબી છે ! આમ થાય તો જ કામ કરવાની શક્તિ અને સૂઝ સતેજ થાય છે, અને જિંદગી બદીની બરબાદીમાંથી બચી જાય છે. work is Worship – કાર્યપરાયણતા એ તો ઈશ્વરઉપાસના છે – એ સોનેરી સૂત્ર મારું પરમપ્રિય સૂત્ર છે. છેવટ સુધી કામ મળતું રહે, કામ કરવાની શક્તિ મળતી રહે અને નિષ્ઠાપૂર્વક કામને પૂરું કરવાની મનોવૃત્તિ સતેજ રહે – એવું પરમાત્માની પરમકૃપા હોય તો જ બની શકે.
અહીં, નમ્રતા સાથે એ કબૂલ કરવું જોઈએ, કે હું જે કંઈ કામોને પહોંચી વળવાનો પ્રયાસ કરું છું, એના કરતાં અનેકગણાં અને અનેકગણી જવાબદારીવાળાં મોટાંમોટાં કામો મારી (૫૮ વર્ષની ઉંમર કરતાં મોટી ઉંમરવાળા કાર્યકરો ભારે સફળતાપૂર્વક કરી રહ્યા છે; એ કામોની સરખામણીમાં મારાં કામો કોઈ વિસાતમાં નથી ! પણ એ તો સૌ-સૌની કાર્યશક્તિનો જ સવાલ છે. એમાં અફસોસ કરવાનો ન હોય. આપણી ઉત્તમમાં ઉત્તમ શક્તિ આપણે સ્વીકારેલ કે આપણા ઉપર આવી પડેલ જવાબદારીને પૂરી કરવા માટે અર્પીએ, મહાન કાર્યકરોના જીવનમાંથી પ્રેરણા લઈને વધુ આશાવાદી અને પુરુષાર્થપરાયણ બનીએ અને કામને ખેંચતાં-ખેંચતાં શરીર અને મન વેરવિખેર બની ન જાય એટલી સાવધાની રાખીએ એટલે પત્યું. ભોજનને અંતે તૃપ્તિનો મીઠો ઓડકાર અને કામને અંતે આનંદ ન આવે તો સમજવું કે ક્યાંક ચૂક થઈ.
છેલ્લા ચારેક મહિનાથી તો સતત લાગ્યા જ કરતું હતું કે કામ કરવાનો આનંદ ઓસરી રહ્યો છે અને જાણે ઘસડ-બોળો ચાલતો હોય એવું લાગ્યા કરે છે. આ તો બે ય રીતે ખોટનો ધંધો; કામ પણ બગડે અને જિંદગી પણ બગડે. છેવટે નિર્ણય કર્યો કે લાંબા સમય માટે અને દૂરના કોઈ વધુ શાંત રળિયામણા સ્થાનમાં તો જવાય ત્યારે ખરે, અત્યારે તો પાંચેક દિવસ માટે નજીકના કોઈ તીર્થસ્થાનમાં પહોંચી જવું. અને અમે (શ્રી દલસુખભાઈ માલવણિયા, મારાં પૂજ્ય કાકી, મારાં પત્ની અને હું) ગત ફાગણ સુદ ૧૪ના રોજ સેરિસા તીર્થમાં પહોંચી ગયાં. આગમપ્રભાકર પૂજ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org