________________
૨૮૪
જિનમાર્ગનું જતન
કેવી રીતે રહી શકે? મતલબ કે શરીરનું એક અંગ જેમ શરીરના કોઈ પણ અંગમાં વ્યાપેલ સુખદુઃખનું સહભાગી બને છે. એ જ રીતે જૈન સંસ્કૃતિના આધારરૂપ કોઈ પણ તીર્થધામ કે જિનમંદિરના રક્ષણ માટે અન્ય ધર્મસ્થાનોના સંચાલકોએ ઉદારતાપૂર્વક સહાય આપવા તત્પર રહેવું જ જોઈએ. પ્રાચીન જિનમંદિરો અને તીર્થોની રક્ષાનો આ જ સાચો માર્ગ છે. એ માર્ગને આપણે અપનાવીએ અને જીર્ણોદ્ધારની પ્રવૃત્તિને વેગ આપીએ એ જ અભ્યર્થના.
(તા. ૧૩-૧૨-૧૯૭૫)
(૨) તીર્થક્ષા : શેઠશ્રી કસ્તૂરભાઈનાં સૂચનો
ગત તારીખ ૩૦ મી ઑગસ્ટે શ્રી રાજનગરના જૈન શ્વે. મૂ. સંઘ તરફથી પોતાને આપવામાં આવેલ અભિનંદનપત્રનો જવાબ આપતાં શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ જે ભાષણ કર્યું હતું, તે જૈન સમાજે મનન કરવા યોગ્ય અને અનેક ઉપયોગી સૂચનથી ભરેલું છે. પોતાના ભાષણ દરમ્યાન શેઠશ્રીએ કરેલ ઉપયોગી સૂચન તરફ આ નોંધ દ્વારા જૈનસંઘનું ધ્યાન દોરીએ છીએ.
શિલ્પ-સ્થાપત્યની કળાની દૃષ્ટિએ જૈન તીર્થોની વિશ્વનાં સ્થાપત્યોની સરખામણીમાં મહત્તા દર્શાવતાં તેમણે જે શબ્દો ઉચ્ચાર્યા છે, તે બહુ મહત્ત્વના અને હમેશાં યાદ રાખવા જેવા છે; તેઓએ કહ્યું –
શ્રદ્ધા અને ધર્મની દષ્ટિએ તો આપણાં તીર્થો મહાન છે જ, પણ શિાની દૃષ્ટિએ પણ આ તીર્થો દુનિયામાં અજોડ છે. મેં હિંદુસ્તાનમાં તેમ જ પરદેશમાં સારો એવો પ્રવાસ ખેડ્યો છે, આપણા દેશની તેમ જ પરદેશની ભવ્ય ઇમારતો જોઈ છે; પણ તેમાં ક્યાંય આપણાં આબુજીનાં કે રાણકપુરનાં મંદિરોની બરાબરી કરી શકે તેવી કોઈ ઇમારત મારી નજરે પડી નથી. તેથી આપણા ધર્મના પ્રતીક રૂપે આપણાં તીર્થો સુવ્યસ્થિત રાખવાનો આપણા સૌનો ધર્મ છે.”
શેઠશ્રી જેવા, તોળી-તોળીને શબ્દો બોલવાને ટેવાયેલા પુરુષના મુખમાંથી નીકળેલા આ શબ્દો આપણાં તીર્થસ્થાનો પ્રત્યેની આપણી બેદરકારી, ઉદાસીનતા કે નિષ્ક્રિયતાને દૂર કરનારા થઈ પડવા જોઈએ. દેશમાં તેમ જ પરદેશમાં સારી એવી લાગવગ ધરાવતા શેઠશ્રીના મનમાં પોતાનાં તીર્થસ્થાનો માટે આવી ઉચ્ચ ભાવના હોય એ સંઘને માટે અનેક રીતે લાભદાયક વસ્તુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org