________________
ધાર્મિક દ્રવ્ય : ૨
૨૭૩
જરૂરી સહાય વગર અન્ય ધર્મસ્થાન જીર્ણશીર્ણ બની જાય એ સાચી ધર્મભાવનાને ક્યારે પણ ન શોભે એવી સ્થિતિ છે. અને અત્યારે આવી શોચનીય સ્થિતિ પ્રવર્તે છે એ એક હકીકત છે.
દેવદ્રવ્યનું રોકાણ ચાંદી, દાગીના કે બેંકોમાં ન કરતાં જરૂરી કામોમાં એનો ઉપયોગ કરી લેવાનું ભારપૂર્વક સૂચન કરતાં આ અગ્રલેખ કહે છે –
હાલની પરિસ્થિતિ દેરાસરમાં દ્રવ્ય સંગ્રહી રાખવા જેવી નથી અને દેવદ્રવ્ય બેંક આદિમાં રાખી દઈને વ્યાજ ઉત્પન્ન કરવા જેવી પણ નથી – આ વાત હાલના ટ્રસ્ટીઓ ન સમજતા હોય તેવું મનાય નહિ. હાલની સ્થિતિમાં દેવદ્રવ્યની રકમ આવે અને ખરચાઈ જાય તેવાં ઉત્તમ ઉપાય અને વ્યવસ્થા કરવા જેવા છે. ચાંદી આદિ કે દાગીના વગેરે બહુ કરાવીને રાખવા એ પણ હાલ ઠીક નહિ લાગે.
ખરેખર જ્યાં જરૂર હોય, ત્યાં – પછી પોતાના ગામના જિનમંદિરમાં કે બહારગામના જિનમંદિરના નવનિર્માણ કે જીર્ણોદ્ધારમાં – દેવદ્રવ્યનો ઉપયોગ કરી લેવો જોઈએ. જો પોતાના ગામમાં સામાન્ય રીતે જરૂર ન હોય, તો બહારગામ જીર્ણોદ્ધાર આદિમાં જરૂર હોય ત્યાં આપવું જોઈએ. તેમ છતાં જો તેવા પ્રકારની ઉત્તમ ભાવના ન જાગે, તો પોતાના ગામના જિનમંદિરને આરસ આદિ ચોડાવી ૨૦૦-૫૦૦ વર્ષ સુધી કંઈ જોવું-સમરાવવું ન પડે તેવું બનાવી દેવું જોઈએ, અને એ રીતે પણ જે હેતુ માટે પ્રાપ્ત થયેલ દ્રવ્ય છે તેનો સદુપયોગ કરી લેવો જોઈએ એ અત્યારે ખૂબ જરૂરી છે.
“આ વાત દરેક સંઘે, જ્યારે એકત્ર થાય ત્યારે વિચારવા જેવી છે, અને જેઓ આ બાબતમાં પૂરો રસ લેતા હોય તેઓએ વિવેકપૂર્વક પોતપોતાના સંઘમાં પ્રયત્ન કરીને, સમજાવટ કરીને દેવદ્રવ્ય તેમ જ જ્ઞાનદ્રવ્ય આદિનો સદ્દગુરુના ઉપદેશ મુજબ યોગ્ય ઉપયોગ કરી લેવો જોઈએ.”
આ લખાણમાં “શ્રી મહાવીર-શાસને દેવદ્રવ્યના એક યા બીજા રૂ૫ના રોકાણ સામે જે ચેતવણી આપી છે, તે વાસ્તવિક છે, અને આ દ્રવ્યનો સતત ઉપયોગ કરી લેવાની એની ભલામણ શાસનના પોતાના જ લાભ ની વાત કહી જાય છે એમાં શંકા નથી.
અંતમાં દેવદ્રવ્યનો ઉપયોગ જિનમંદિરોના જીર્ણોદ્ધારમાં કરવા અંગેની યોજનાની થોડીક રૂપરેખા આપતાં તેમ જ આ કાર્યને પ્રોત્સાહન આપવાની શ્રીસંઘોને અને મુનિરાજોને ભલામણ કરતાં શ્રી મહાવીર-શાસન' કહે છે –
“નાનાં-નાનાં ક્ષેત્રોમાં જિનમંદિરોના જીર્ણોદ્ધાર માટે ૨૦૦-૪૦૦ ગામો તૈયાર થાય, કે ol કે ૧ ટકો આપણે દેવદ્રવ્યમાંથી જીર્ણોદ્ધાર માટે આપવો, તો આવાં કામો ઘણી સહેલાઈથી થઈ શકે. દા.ત. એક જિનમંદિરના નિર્માણ કે જીર્ણોદ્ધારનું પ્લાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org