________________
૨૬૮
જિનમાર્ગનું જતન જૈન તત્ત્વપ્રભા' નામનું ૨૩૦ પૃષ્ઠનું એક પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે, જે માત્ર રૂ. ૧-૨૫ ન. પૈ. થી મળી શકે છે.
* “ખાસ નોંધપાત્ર બીના તો એ છે કે વિદ્યાર્થીઓને વ્યવસ્થિત જ્ઞાન આપવા મેનેજર ઉપરાંત નીચેના છ શિક્ષકો કામ કરી રહ્યા છે, અને તે બધા જ અવૈતનિક છે, એટલે કે માત્ર સેવાભાવથી શિક્ષણ આપે છે: (૧) શ્રી બલદેવરાજજી – મેનેજર, (૨) શ્રી માથ્થી શાહજી – મુખ્ય શિક્ષક, (૩) શ્રી રાજકુમારજી – બી.એ., (૪) ગુણચંદજી – સાહિત્યરત્ન, (૫) શ્રી ત્રિભુવનકુમારજી, (૬) શ્રી મહેન્દ્રકુમારજી “મસ્ત', (૭) શ્રી હીરાલાલજી.
આ બધા શિક્ષકો સંસ્કારી છે, ઊંચી કેળવણી પામેલા છે અને પોતપોતાના . વિષયનું બરાબર શિક્ષણ આપે છે. ૮૨ વિદ્યાર્થીઓ અને સાત શિક્ષકો એટલે વર્ગવ્યવસ્થામાં કોઈ જાતની ખામી આવતી નથી.
અમને નોંધ લેતાં આનંદ થાય છે કે આ પાઠશાળા આસપાસના પ્રદેશમાં ધર્મપ્રચાર માટે પણ પ્રવૃત્તિ કરે છે, અને તેના શિક્ષકો પર્યુષણના દિવસોમાં કલ્પસૂત્ર વાંચવા માટે અન્ય શહેરોમાં જાય છે.
આ પાઠશાળામાં ધાર્મિક શિક્ષણ ઉપરાંત વ્યાવહારિક શિક્ષણ પણ આપવામાં આવે છે, અને તેથી વિદ્યાર્થીઓને ત્યાં આવવાની ખૂબ હોંશ રહે છે. માતાપિતાઓ પણ એ રીતે તેની ખૂબ ઉપયોગિતા સમજે છે; એટલે હાજરી દિનપ્રતિદિન વધતી
જાય છે.
આ પાઠશાળા તરફથી જે કેટલાંક પત્રકો કાઢવામાં આવ્યાં છે, તે અહીંની પાઠશાળાઓ માટે માર્ગદર્શક છે; દાખલા તરીકે : તેનું ધર્મશિક્ષા-ઉન્નતિપત્ર; તેમાં વિદ્યાર્થીના ચારિત્રને લગતી સોળ કલમો છે, અને તેના ઉત્તર દર મહિને વાલીએ આપવાના હોય છે.
“એકંદર આ પાઠશાળા એક આદર્શ પાઠશાળા છે, અને તેમાંથી બીજી પાઠશાળાઓએ ઘણો ધડો લેવા જેવો છે. અમે તેની પ્રતિદિન ઉન્નતિ ઇચ્છીએ છીએ અને તેને અવૈતનિક સેવા આપનાર શિક્ષકોને પુનઃ પુનઃ ધન્યવાદ આપીએ છીએ.”
આ વર્ણન ઉપરથી આ ક્ષેત્રના કાર્યકરોએ તેમ જ ધાર્મિક શિક્ષણના સહુ કોઈ ચાહકોએ શું બોધપાઠ લેવાની જરૂર છે એ વાત આપોઆપ સમજાઈ જાય એવી છે. આનો સાર એ છે કે આ કામ બીજાઓને ભળાવી દેવા જેવું નહીં, પણ જાતે રસ લઈને આગળ વધારવા જેવું છે. આપણી પાઠશાળાના સંચાલકો, આ ક્ષેત્રના કાર્યકરો અને ધાર્મિક શિક્ષણના સહુ પ્રેમીઓ આ રીતે વિચારતા અને કામ કરતા થાય તો કેવું સારું !
(તા. ૪-૫-૧૯૬૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org