________________
સદ્ગુણવર્ધક ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષક : ૬, ૭
૨૬૫ શ્રી નિર્મળાશ્રીજીનો ધમપદેશ જૈનસંઘ અને અન્ય વર્ગને માટે સમાન રીતે ઉપયોગી બની શકે છે તે મુખ્યત્વે તેઓના આ ગુણોને કારણે જ. એને લીધે ધર્મશિક્ષણ જેવા નીરસ ગણાતા વિષયને પણ કન્યાઓ રસ અને ઉત્સાહ સાથે ભણે છે.
સાધ્વીજી અંતરની આવી વિશાળતા કેળવી શક્યાં એ કારણે, કે એમણે એમનાં ગુરુ-માતા સ્વ. સાધ્વીજી શ્રી સુનંદાશ્રીજી મહારાજની સાથે છેક કલકત્તા સુધી તેમ જ દેશના અન્ય પ્રદેશોમાં વિહાર કરીને વ્યાપક જનસમુદાયનો સંપર્ક સાધવાનો, એમનાં વલણો તથા સુખ-દુઃખને સમજવાનો અને એ સંદર્ભે જ એમને ધર્મનો માર્ગ સમજાવવાનો લાભ લીધો હતો.
(તા. ૯-૯-૧૯૭૮)
(૭) ધાર્મિક શિક્ષણનો આદર્શઃ એક જીવંત પ્રયોગ
સમગ્ર જીવનને ધર્મમય બનાવે અને જીવનની એકેએક પ્રવૃત્તિમાં સુઘડતા, ન્યાય, નીતિ, પ્રામાણિકતા વગેરે ગુણોનું સિંચન કરે તે જ સાચું ધાર્મિક શિક્ષણ ગણાય. આ દૃષ્ટિએ અત્યારનું ધાર્મિક શિક્ષણ સાવ અપૂર્ણ અને એકાંગી બની ગયું છે, પણ અહીં લાંબા વિવેચનમાં ન ઊતરતાં, એક ભાઈ કે જે એ દિશામાં પ્રત્યક્ષ કામ કરી રહ્યા છે, એમના વિચારો જાણવા ઉપયોગી થઈ પડશે એમ સમજીને આ લખીએ છીએ.
ભાઈ શ્રી હીરાલાલ મણીઆ મુંબઈ છોડીને પોતાના વતનને સેવાનું ક્ષેત્ર બનાવીને ત્યાં જઈને રહ્યા છે. ત્યાં તેઓ જે રીતે ધાર્મિક શિક્ષણનું કામ કરે છે તેનું થોડુંક વર્ણન તા. ૧૦-૧૦-૧૯૫૬ના જૈન જાગૃતિ માં છપાયું છે. એ વર્ણન એમના જ શબ્દોમાં રજૂ કરતાં પહેલાં “જૈન-જાગૃતિ'ના સંપાદકશ્રી લખે છે –
જૈનશાળા એ માત્ર ધાર્મિક શિક્ષણ ગોખાવવાની કે સામાયિક-પ્રતિક્રમણ પોપટની જેમ પઢી જવાની શાળા નથી, પરંતુ આદર્શ જૈનત્વનાં બાળકોમાં બીજારોપણ કરવાની શાળા છે. આમ છતાં, જેનશાળાને ગોખણપટ્ટીની શાળા બનાવવી કે આદર્શ જૈનત્વનાં બીજારોપણની શાળા બનાવવી તે મુખ્યત્વે શિક્ષકની લાયકાત અને ધગશ પર નિર્ભર છે.
“આપણા સમાજના જાણીતા કાર્યકર્તા ભાઈશ્રી હીરાલાલ મગીઆએ તાજેતરમાં મુંબઈને બદલે પોતાના વતનને સેવાનું ક્ષેત્ર બનાવ્યું છે તેનાથી “જેનજાગૃતિનો વાચકવર્ગ સુપરિચિત છે. તેઓ ત્યાં જૈનશાળામાં પણ કાર્ય કરી રહેલ છે”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org