________________
૨૬૦
જિનમાર્ગનું જતન હાંસલ કરીશ ?” એ વિષયને લગતી નિબંધ હરીફાઈ, જૈનધર્મ વ્યક્તિપ્રધાન નહીં, પણ ગુણપ્રધાન છે' એ વિષયની વફ્તત્વ-હરીફાઈ અને સત્ર દરમ્યાન જૈન તત્ત્વજ્ઞાન અને ચારને અનુલક્ષીને ભણાવવામાં આવેલ જુદાજુદા વિષયોની બે લેખિત પરીક્ષાઓ – આ રીતે આ સત્રનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો.
આ સત્રમાં એસ.એસ.સીમાં અને કોલેજોમાં અભ્યાસ કરતી એકસો ઉપરાંત કન્યાઓએ નામો નોંધાવ્યાં હતાં, અને રોજની સરેરાશ હાજરી ૮૦૮૨ રહેતી. સત્રના વર્ગો માટે અમુક પ્રમાણમાં બીજા વિદ્વાનોનો સહકાર મળવા છતાં, એના સંચાલનનો અને વર્ગો લેવાનો લગભગ બધો ભાર શ્રી નિર્મળાશ્રીજીએ એકલાએ જ ઉઠાવ્યો હતો, અને એ કામ તેઓએ સફળતાપૂર્વક પાર પાડ્યું એમ વિના સંકોચે કહેવું જોઈએ.
રજાઓ દરમ્યાન ઘેર રહીને કે શક્ય હોય તો બહારગામ જઈને આનંદપ્રમોદમાં સમય વિતાવીને પરીક્ષાનો થાક ઉતારવાની મનોવૃત્તિ મોટા ભાગનાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓમાં જોવામાં આવે છે. આમ છતાં આટલી કન્યાઓએ મોજમજા કરવાનું બાજુએ રાખીને આ સત્ર દ્વારા નવા-નવા વિષયો જાણવા-સમજવાનો અને પોતાના જીવનમાં સારા સંસ્કારોની પ્રેરણા ઝીલવાનો જે લાભ લીધો તે માટે એમને હાર્દિક અભિનંદન ઘટે છે.
આ બધા સમય દરમ્યાન સાધ્વીજી શ્રી નિર્મળાશ્રીજીએ કન્યાઓની રસવૃત્તિ જળવાઈને પોષાતી રહે, એમનું કામ કંટાળાભરેલું ન બની જાય અને શીખવા-સમજવાની વાતો પ્રત્યે કન્યાઓ હોંશે-હોંશે આકર્ષાય એવી રીતે આ સત્રનું સંચાલન કરી બતાવ્યું, અને માતાની હિતબુદ્ધિથી સભર એવી આત્મીયતા અને મમતા આ કન્યાઓ પ્રત્યે દાખવી. એ બધું એમની કાર્યશક્તિ અને લાગણીની સુકુમારતાની સાક્ષી પૂરે એવું છે.
તા. ર૯-૫-૧૯૬ ૬ના રોજ આ સત્રની પૂર્ણાહુતિ થઈ તે દિવસે પંન્યાસ શ્રી રામવિજયજીમુનિ તથા આગમ-પ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજના સાનિધ્યમાં ઇનામી મેળાવડો યોજવામાં આવ્યો હતો. શેઠશ્રી કેશવલાલ લલુભાઈ ઝવેરી આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે પધાર્યા હતા અને માનનીય શ્રીમતી ઇન્દુમતીબહેન શેઠના શુભહસ્તે જ આશરે બારસો રૂપિયા જેટલાં ઇનામો વહેંચવામાં આવ્યાં હતાં. ઈન્દુમતીબહેને વચ્ચે-વચ્ચે પણ સત્રની મુલાકાત લઈને એના કાર્યનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.
એક સાધ્વીજી મહારાજે ધર્મની ધગશ અને નવી પેઢીના સંસ્કાર-ઘડતરની ભાવનાથી પ્રેરાઈને જે કાર્ય કરી બતાવ્યું છે, તે સાધ્વી-સમુદાયના ઉપયોગની એક નવી દિશા જ ઉઘાડી આપે છે. અલબત્ત, આવું કામ કોઈ પણ સાધ્વીજી સ્વીકારવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org