________________
જિનમાર્ગનું જતન
ગયા (૧૯૬૬ના) મે મહિનામાં જૈનપુરી અમદાવાદમાં કન્યાઓની આવી ‘કેળવણી’ માટે એક સંસ્કાર-અધ્યયન સત્ર યોજવામાં આવ્યું એ ઘટના જૈનસંઘની દૃષ્ટિએ નોંધપાત્ર હોવાથી અમે આ નોંધ લખવા પ્રેરાયા છીએ.
૨૫૮
આમ જોઈએ, તો દેશની ઊછરતી પેઢીમાં (અને ક્યારેક તો પ્રૌઢોમાં ય) જ્ઞાન અને સંસ્કારનું સિંચન કરવા માટે, ઠેરઠેર, લાંબા કે ટૂંકા ગાળાનાં જ્ઞાનસત્રો કે જ્ઞાનશિબિરો યોજવાની આવકારપાત્ર પ્રથા આપણે ત્યાં પ્રચલિત અને સ્થિર થતી જાય છે. જૈનસંઘે પણ આ દિશામાં કેટલાક પ્રયત્નો હાથ ધર્યા છે એ રાજી થવા જેવું છે. પણ અત્યાર સુધી આપણી કન્યાઓ માટે કોઈ યોજના હાથ ધરવામાં આવી ન હતી. એનું મુખ્ય કારણ કન્યાઓના આવા સત્રની જ્વાબદારી કોને સોંપવી એ જ હશે. આ કામ જ્ઞાન-ચારિત્રસંપન્ન અને સંઘ-સેવાની ભાવના અને સૂઝ ધરાવતી સ્ત્રી-વ્યક્તિથી જ થઈ શકે અને એમને જ સોંપી શકાય એવું નાજુક તેમ જ વિશિષ્ટ જવાબદારીવાળું છે. કદાચ આ માટે સમય પાકવાની પણ રાહ હશે.
અને જાણે એ સમય પાકી ગયો હોય એમ, સાધ્વીજીશ્રી નિર્મળાશ્રીજી દોઢબે દાયકા જેટલો સમય ગુજરાત બહાર વિતાવીને આ વર્ષે ગુજરાતમાં પધાર્યાં, અને અમદાવાદે એમનું સહર્ષ સ્વાગત કર્યું. ગુજરાત બહાર વિતાવેલ આટલો સુદીર્ઘ સમય શ્રી નિર્મળાશ્રીજીએ વિદ્યાધ્યયનથી સફળ બનાવ્યો છે; અને જાણે વિદ્યાભ્યાસને પગલેપગલે, સમયને પારખવાની દીર્ઘદ્રષ્ટિનો અને ધર્મસેવા અને સમાજસેવાની ભાવનાનો એમનામાં વિકાસ થતો ગયો. ઠેરઠેર વિચરવાથી અને ઉદાર ધર્મદ્રષ્ટિથી જૈન-જૈનેતર જનતાનાં સુખ-દુઃખને પારખવાની અને એમનું કલ્યાણ કઈ રીતે થઈ શકે એના ઉપાયો સમજવા-સમજાવવાની શક્તિ એમનામાં પ્રગટતી ગઈ, ઉપરાંત, પોતાના અંતરની વાત જનસમૂહના અંતર સુધી પહોંચતી કરવાની સચોટ અને હૃદયસ્પર્શી વક્તૃત્વશક્તિનું એમને વરદાન મળ્યું છે. આ બધાના પરિપાકરૂપે સાધ્વીજી શ્રી નિર્મળાશ્રીજી આપણા સાધ્વીસમુદાયમાં તેમ જ નારીસમાજમાં છુપાયેલી મંગળકારી ભાવનાઓ અને શક્તિઓનાં પ્રતીક કે પ્રતિનિધિ બની ગયાં. જૈનસંઘ આવાં ધર્મગુરુણીનો પોતાના તથા વ્યાપક સમાજના અભ્યુદય માટે જેટલો લાભ લઈ શકે એટલો ઓછો છે.
આમ જોઈએ તો, અમદાવાદના જૈનસંઘની તાસીર નવી વાત કે નવા વિચારનું એકદમ સ્વાગત કરવાની નથી. આમ છતાં, અમદાવાદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનસંઘનું મુખ્ય કેન્દ્ર ગણાય છે, અને આખા દેશના જૈનસંઘ ઉ૫૨ એનો પ્રભાવ છે એ પણ એટલું જ સાચું છે. એનું કારણ અમારી સમજ મુજબ એ છે કે રૂઢિચુસ્તપણા પ્રત્યે અમુક પક્ષપાત હોવા છતાં, ધર્મપ્રભાવના અને ધર્મરક્ષા કઈ રીતે થઈ શકે એ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org