________________
સદ્ગુણવર્ધક ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષક : ૬
૨૬૧ તૈયાર થાય તે પહેલાં એમણે આવા જ્ઞાનવિતરણ અને સંસ્કાર-ઘડતર માટેની કુનેહ અને કાબેલિયત કેળવવી જોઈએ. પણ “કામ કામને શીખવે એ ન્યાયે એક વાર જવાબદારી સ્વીકારવામાં આવે તો આગળનો માર્ગ ક્રમે-ક્રમે આપમેળે જ સ્પષ્ટ થતો જવાનો.
આમાં મુખ્ય વાત તો આપણા ગુરુવર્યો સાધ્વીસમુદાયને આવા અધ્યયન, અધ્યાપન અને ધર્મોપદેશ માટેની પૂરેપૂરી મોકળાશ આપે એ જ છે. આવી છૂટ સાધ્વીસમુદાયને નહીં આપવાને કારણે અત્યાર સુધીમાં જૈનસંઘે પાર વગરનું નુકસાન વેઠ્ય છે, અને આટલા વિશાળ સાધ્વી-સમુદાયથી સમાજમાં ધર્મજ્ઞાનના ફેલાવાનો અને સમાજના સંસ્કારઘડતરનો જે મોટો લાભ થઈ શકત એનાથી શ્રીસંઘ વંચિત રહ્યો છે એ કંઈ જેવી-તેવી ખોટ ન કહેવાય.
આ સત્ર આ રીતે યોજી શકાયું અને સારી રીતે પૂરું થયું એનો પહેલો યશ અમદાવાદની શામળાની પોળના જૈનસંઘને અને એના સમજુ આગેવાનોને ઘટે છે. તેમાં ય શેઠશ્રી કચરાભાઈ હઠીસિંગનો ઉત્સાહ તો દાખલારૂપ બની રહે એવો અને બીજાઓને પ્રેરણા આપે એવો છે. અમદાવાદના વયોવૃદ્ધ, પીઢ અને શાણા આગેવાનોએ આ સત્રને જે રીતે વધાવી લીધું, તેથી એટલી આશા તો જન્મ જ છે કે સંઘના ભલા માટે શું કરવાની જરૂર છે તે તેઓ હવે સમજતા થયા છે અને એ દિશામાં યથાશક્ય પ્રયત્નો પણ કરે છે.
આ સત્રનું કામ સુંદર રીતે પૂરું થયું એ સાચું છે, અને તેથી સૌ-કોઈને આહલાદ થાય એ પણ સ્વાભાવિક છે. પણ અત્યારના યુગને અનુરૂપ સમાજનું સંસ્કારઘડતર કરવાનું જે વિરાટ કાર્ય આપણી સામે ઊભું છે, તેની સરખામણીમાં તો આ કાર્ય, પાશેરામાં પહેલી પૂણી છે. તેથી નવી પેઢીમાં અધ્યયન અને સંસ્કારિતાનાં બીજ વાવવાનું જે કાર્ય આરંભાયું છે, તે ઉત્તરોત્તર વિકાસ સાધતું રહે એવી જાગૃતિ જૈનસંઘે સતત રાખવાની છે.
- સાધ્વીજીની શક્તિ અને ભાવનાનો લાભ લેવાનું ભાવનગરના શ્રીસંઘે વિચાર્યું અને અમદાવાદમાં જે કાર્યનાં મંગલાચરણ થયાં હતાં, તે કાર્યની પરંપરાને કન્યાઓના બીજા સંસ્કાર-અધ્યયન-સત્ર રૂપે પોતાને આંગણે ચાલુ રાખી એ ખૂબ રાજી થવા જેવી બીના છે. ભાવનગર શહેર એની વિદ્યાપ્રીતિ, સાહિત્યરુચિ અને સાંસ્કારિતાને કારણે આગવું સ્થાન ધરાવે છે; અને ભાવનગરનો શ્રીસંઘ પણ એની દીર્ઘદર્શી કાર્યવાહીને લીધે જૈનસંઘોમાં મોભાભર્યું સ્થાન ધરાવે છે. સાધ્વીજી મહારાજે પણ દોઢસો જેટલી કન્યાઓને સંસ્કારિતાનું ભાતું આપવામાં જે ઉમંગ દાખવ્યો અને મોટે ભાગે એકલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org