________________
સદ્ગુણવર્ધક ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષક : ૬
એ હમેશાં સજાગ હોય છે, અને એ માટે જે કંઈ કરવું જરૂરી અને ઉચિત હોય, એમાં એ પાછી પાની કરતો નથી. ભૂતકાળની અને આપણે જેમાં જીવી રહ્યા છીએ એ વર્તમાન સમયની કેટલીયે ઘટનાઓ આ વાતની સાક્ષી પૂરી શકે એમ છે.
અમદાવાદના શ્રીસંઘને સાધ્વીશ્રી નિર્મળાશ્રીજીની બુદ્ધિ, શક્તિ, ધર્મની ધગશ અને સેવાભાવનાના હીરને પારખતાં વાર ન લાગી. અને એમના અમદાવાદમાં આગમન બાદ થોડા જ વખતમાં એમની આવી અનેક શક્તિઓનો ઉપયોગ સમાજના ઉત્થાન માટે . ખાસ કરીને આપણી કન્યાઓમાં જ્ઞાન અને સદાચારના સંસ્કારો દૃઢ બનાવવા માટે કરી લેવાનું એણે મુનાસિબ માન્યું, અને એ માટે સંસ્કાર-અધ્યયનસત્રની યોજના તૈયાર કરી.
—
૨૫૯
જૈનસંઘના અગ્રણી શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ આ યોજનાને આવકાર આપ્યો. શેઠ શ્રી કેશવલાલ લલ્લુભાઈ ઝવેરી જેવા સાવ ઓછાબોલા અને કેવળ નક્કર કામ કરવામાં જ માનતા આપણા વયોવૃદ્ધ અને કાર્યનિષ્ઠ આગેવાને સત્રના પ્રયોજકોમાં પોતાનું નામ સામેલ કરવાની અનુમતિ આપી આ સત્રને આશીર્વાદ આપ્યા. ઉપરાંત, અમદાવાદના અન્ય શ્રીમંતો અને કાર્યકરોનો પણ એને સહકાર મળ્યો. આ બધાને લીધે રાજનગર અમદાવાદ આખા દેશમાં જૈન કન્યાઓ માટેનું પહેલવહેલું સત્ર યોજવાના ગૌ૨વનું ભાગી બની શક્યું. જૈનસંઘના આવા મોવડીઓના સહકારથી જેમ આ સત્રના ગૌરવમાં અને એમાં અધ્યયન કરવા આવતી બાળાઓના ઉત્સાહમાં વધારો થયો, તેમ એથી એ આગેવાનોની દીર્ઘદૃષ્ટિભરી અને સમયપારખુ નેતાગીરી પણ વિશેષ ગૌરવશાળી અને દાખલારૂપ બની શકી છે એમ કહેવું જોઈએ.
આ સત્રનો આરંભ તા. ૧-૫-૧૯૬૬ના રોજ પૂજ્ય આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજ્યજીના સાન્નિધ્યમાં ગુજરાત રાજ્યનાં કેળવણીપ્રધાન માનનીય શ્રીમતી ઇન્દુમતીબહેન શેઠના શુભહસ્તે થયો. સાધ્વીજી શ્રી નિર્મળાશ્રીના ગુરુવર્ય પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજ્યમહેન્દ્રસૂરિજી મહારાજે આ પ્રસંગે પ્રેરક સંદેશો પાઠવીને આ સત્રનું સ્વાગત કર્યું હતું. (આ સત્રની પૂર્ણાહુતિના સમારંભમાં જાતે પધારવાની તેઓની ભાવના હતી; પણ તે પહેલાં તો તેઓ સ્વર્ગે સિધાવી ગયાં, એટલે એ ભાવના પૂરી ન પડી શકી !)
સત્રનું કામ ચાર અઠવાડિયાં સુધી ચાલતું રહ્યું. એમાં ત્રણ અઠવાડિયાં સુધી તો કન્યાઓના અધ્યયનનું અને સંસ્કાર-સિંચનનું કામ ચાલતું રહ્યું. દ૨૨ોજ બપો૨નાં ૧થી ૪ વાગતાં સુધી આ સત્રના અભ્યાસવર્ગો ચલાવવામાં આવતા. અને ચોથા અઠવાડિયામાં જુદાજુદા વિષયોને લગતી ઇનામી હરીફાઈઓ અને મુખ્ય પરીક્ષા રાખવામાં આવી હતી. સંગીત-હરીફાઈ, ‘મારા જીવનનું ધ્યેય, અને તે હું કેવી રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org