________________
૨૫૪
જિનમાર્ગનું જતન જગાડી શકે એવા કુશળ ધાર્મિક શિક્ષકોની વાત તો દૂર રહી, અત્યારે તો ચાલુ પરંપરાના શિક્ષકો પણ પૂરતા પ્રમાણમાં મળતા નથી. અત્યારે જે થોડાઘણા શિક્ષકો છે એમાંથી પણ કાબેલ કહી શકાય એવી વ્યક્તિઓ બીજા-ત્રીજા વ્યવસાયમાં ચાલી જાય છે. આનું કારણ એ છે, કે કોઈને “માસ્તર' તરીકે સન્માન વગરની કામગીરીમાં જીવવું ગમતું નથી. વળી ધાર્મિક શિક્ષકને માટે ન તો નોકરીની સલામતી છે કે ન તો પ્રોવિડન્ટ ફંડ કે ગ્રેગ્યુઈટીની કોઈ યોજના છે.
એક બનેલો દુ:ખદ પ્રસંગ કહું. એક ધાર્મિક શિક્ષક રોજ દોઢેક કલાક ભણાવે. પગાર માસિક રૂ. ૩૦/- જેટલો. એક વાર શિક્ષક દસ દિવસ માંદા પડ્યા. પગાર વખતે સંચાલકોએ ૧૦ દિવસનના ૧૦ રૂપિયા કાપી લઈને બાકીના રૂ. ૨૦- એમને આપ્યા! આવું છે. આપણું ધાર્મિક શિક્ષકો તરફનું વલણ – અહિંસા, દયા અને માનવતાની ભાવના વગરનું !
આપણી યુવાન પેઢી આજે ક્યાં જઈ રહી છે અને એમને વ્યાવહારિક શિક્ષણ સાથે ધર્મનું કે નીતિ-સદાચારનું શિક્ષણ નહીં મળે તો એમનું તેમ જ આપણા સંઘ અને સમાજનું ભાવિ કેવું થશે અને આપણી સંસ્થાઓની સંભાળ કેવી રીતે રાખી શકાશે એનો ગંભીરપણે વિચાર કરવાની જરૂર છે. એ તો સારું થજો મહેસાણાની પાઠશાળાનું કે એણે અત્યાર સુધી શિક્ષકો પૂરા પાડ્યા છે અને અત્યારે પણ ધાર્મિક શિક્ષકો તૈયાર કરી રહેલ છે. પણ હવે કોઈક મોટી કેન્દ્રસ્થ સંસ્થા દ્વારા ધાર્મિક શિક્ષકો તૈયાર થાય એવી યોજના કરવી જોઈએ. આ સંસ્થા એવા શિક્ષકો તૈયાર કરે. કે જેઓ વિજ્ઞાનના યુગમાં ઊછરતી આપણી નવી પેઢીને સંતોષ આપી શકે. સાથેસાથે આ સંસ્થા શિક્ષકોની પણ દરેક જાતની સંભાળ રાખીને અને એમને માટે પ્રોવિડન્ટ ફંડ વગેરેની યોજના કરીને તેઓ નિશ્ચિતપણે અને ઉત્સાહથી નવી પેઢીનું સંસ્કાર ઘડતર કરી શકે એવી વ્યવસ્થા કરે. ધાર્મિક શિક્ષણના અભ્યાસક્રમમાં મારી સમજ મુજબ આપણા સંઘના હિતની દૃષ્ટિએ આ કામ પાયાનું કામ છે, અને એ આપણે નહીં કરીએ તો એ કામ કોણ કરવાનું છે? મુંબઈ શહેર આ બાબતમાં ઘણુંઘણું કરી શકે એમ છે.
(તા. ૧૩-૧૨-૧૯૭૫) ધાર્મિક શિક્ષકો અને પૂરક વ્યવસાય
અત્યારની કારમી આર્થિક મુશ્કેલીને પહોંચી વળવા માટે સામાન્ય જનસમૂહને - ખાસ કરીને જેઓ નોકરીના આધારે જ પોતાનો નિભાવ કરે છે તેમને – પોતાની ચાલુ નોકરી ઉપરાંત બીજું પણ કેટલુંક વધારાનું કામ કરીને કમાણી કરવાનું અનિવાર્ય બની ગયું છે. જેઓ વેપારમાં, ઉદ્યોગમાં કે સરકારમાં ઊંચા અને પૂરતા પગારની નોકરી કરતા હોય એમની વાત બાજુએ રાખીએ, તો લગભગ બધા ય નોકરિયાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org