________________
ઉપેક્ષિત વર્ગોનો ધર્મ દ્વારા ઉદ્ધાર : ૫
નાપાયાદ૨ ઠેરવીને ધર્મનું આરાધન કરવાનો માણસમાત્રનો સમાન અધિકાર જાહેર કર્યો. આનો અર્થ એ કે કોઈ માનવી પોતે ધર્મ કરે કે ન કરે એ ભલે એની મરજીની વાત હોય, પણ આપણાથી તો કોઈ પણ માનવીને માટે ધર્મનાં દ્વાર બંધ કરી શકાય નહીં. એટલે જો જિનમંદિરને આપણે ધર્મસાધનાના અગત્યના અંગ તરીકે સાચે જ સ્વીકારતા હોઈએ, તો એમાં પ્રવેશ કરવાનો કોઈ પણ માનવીને નિષેધ કરવો એ એને ધર્મસાધનાથી વંચિત રાખવા જેવું જ ગણાય.
ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ જેમાં સચવાઈ રહ્યો છે તે ‘ઉત્તરાધ્યયન સૂત્ર'નું અધ્યયન કરનાર કોઈને પણ જણાયા વગર નહીં રહે કે જૈનધર્મમાં જન્મ, જાતિ કે વર્ણને કારણે માનવી-માનવી વચ્ચે કોઈ જાતના ઊંચ-નીચપણાને મુદ્દલ સ્થાન નથી; ત્યાં તો સારું કામ કરે તે સારો અને નઠારું કામ કરે તે નઠારો – ભલે પછી એ ગમે તે જાતિ કે ગમે તે વર્ણમાં જન્મ્યો હોય ઃ એવો સાવ સીધો અને સાદો ન્યાય છે. જાતિમદ અને કુળમદની તો આપણે ત્યાં ઠેરઠેર નિંદા કરવામાં આવી છે; એટલું જ નહીં, ભગવાન મહાવીરના જીવનમાં પણ એનો પડઘો પડેલો આપણે જાણીએ છીએ. મરીચિના ભવમાં સેવેલ કુળમદનું દુષ્પરિણામ ભગવાન મહાવીરને પણ વેઠવું પડ્યું હતું. વળી ભગવાન મહાવીરના સત્તાવીસ પૂર્વભવોમાંના નયસારના પહેલા પૂર્વભવમાં આપણે જોઈએ છીએ કે એક રાજાના મુખી તરીકે જંગલનાં લાકડાં કપાવવાનું પાપમય કામ કરાવનાર વ્યક્તિ પણ, પોતાના ભાવભર્યા અંતઃકરણને કારણે, જીવનવિકાસના પંથે વળે છે. આ બધું જાણ્યા પછી ધર્મમાર્ગમાં કોઈ માનવીને નીચ કે હલકો માનીને એને તરછોડવો એ ધર્મને અનુકૂળ કૃત્ય ગણાય ખરું ?
આમ છતાં, આજે જનતાના મન ઉપર શાસ્ત્રની વાતોની વિશેષ અસર થાય છે; એટલે આ પ્રશ્નના ઉકેલમાં માર્ગદર્શક થઈ શકે એવા કેટલાક શાસ્ત્રપાઠી અહીં આપવા ઉચિત માન્યા છે. આ લેખના થોડાક પાઠો મારી મેળે શોધીને અને ઘણાખરા શાસ્ત્રપાઠો તે વિષયના વિશેષજ્ઞો પાસેથી જાણીને લખ્યા છે, એટલે તેઓનો આભાર માની અહીં રજૂ કરું છું. આ પાઠો જોતાં, ધીમેધીમે આપણે જૈનધર્મના સમત્વપ્રધાન અસલ સ્વરૂપથી કેવી રીતે દૂર થતા ગયા એનું પણ આછું-પાતળું સૂચન મળી રહેશે. એ પાઠો જોઈએ :
(૧) આપણી સૌથી પહેલી નજર જેમાં ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ સચવાયો છે, તે ‘ઉત્તરાધ્યયનસૂત્ર' ઉપર પડે છે. તેમાં બારમું આખું અધ્યયન ચાંડાળ કુળમાં જન્મેલા રિકેશી મુનિ સંબંધી છે. તેની પહેલી ગાથા છે ઃ
सोवागकुलसंभूओ गुणुत्तरधरो मुणी 1 हरिएसबलो नामं आसि भिक्खू जिइंदिओ ॥
Jain Education International
૧૯૩
For Private & Personal Use Only
www.jainelibrary.org