________________
જ્ઞાનપ્રસારની પ્રવૃત્તિઓ : ૭
૨૨૯ રચનાઓવાળા પ્રાસાદો (મંદિર), વિવિધ જાતની ભાવભંગીવાળી શિલ્પાકૃતિઓ અને મનોહર સુશોભનો રજૂ કરતી અન્ય કોતરણીઓનું સર્જન કરાવીને. ગ્રંથોમાં તાડપત્રના તેમ જ કાગળ ઉપર લખેલા એમ બંને પ્રકારના ગ્રંથોને ચિત્રોથી કળામય બનાવેલા છે – અલબત્ત, તાડપત્રના સચિત્ર ગ્રંથો અતિ વિરલ મળે છે. અને દેવમંદિરોમાં લાકડા અને પાષાણ એમ બંનેની શિલ્પાકૃતિઓ અને કરણીનો સમાવેશ થાય છે. વળી પાષાણની કલાકૃતિઓમાં જેમ સાદા પથ્થરમાં કોરેલી કૃતિઓનો સમાવેશ થાય છે, તેમ સંગેમરમર(આરસપહાણ)માં કરેલી કોતરણીનો પણ સમાવેશ થાય છે.
આ રીતે ચિત્રકળાથી સુશોભિત કેટલાક પ્રાચીન હસ્તલિખિત ગ્રંથો કળાની દૃષ્ટિએ એટલા તો સમૃદ્ધ બન્યા છે, કે ગ્રંથમાંના વિષયની દૃષ્ટિએ એનું જેટલું મહત્ત્વ લેખાય છે એના કરતાં એમાંની ચિત્રકળાની દૃષ્ટિએ એનું મહત્ત્વ જરા ય ઓછું લેખાતું નથી; અને કેટલાક દાખલાઓ તો એવા પણ છે કે જેમાં અતિ વિરલ અને અતિ સમૃદ્ધ ચિત્રકળાને લીધે એ ગ્રંથનું એક ઉત્તમ કે શ્રેષ્ઠ કળાકૃતિ તરીકે જ સવિશેષ મૂલ્યાંકન થાય છે.
એ જ પ્રમાણે દેવધામો અને તીર્થસ્થાનોનું ખરું મહત્ત્વ તો શાંતિનાં, આત્મચિંતનનાં અને ધર્મપ્રાપ્તિનાં પવિત્ર સ્થાનો તરીકે જ છે; આમ છતાં એમાંની મનોહર શિલ્પકળાને કારણે એનું વિશેષ મહત્ત્વ લેખાય છે, અને એ રીતે એનું સવિશેષ મૂલ્યાંકન થાય છે. તેમાં ય વળી કેટલાંક દેવધામો અને તીર્થસ્થાનો તો શિલ્પકળાના ભંડાર-સમાં છે અને કમાશભરી કહી શકાય એવી કોતરણીથી એવાં તો સમૃદ્ધ બનેલાં છે કે એને લીધે એ જગવિખ્યાતિને વર્યા છે.
આમ આવા સચિત્ર પ્રાચીન હસ્તલિખિત ગ્રંથો અને શિલ્પસમૃદ્ધિથી શોભતાં દેવધામો એ જૈન સંસ્કૃતિના ગૌરવરૂપ બનેલાં છે. જેમ એનાં આત્મશુદ્ધિને માટે યોજાયેલ વિશિષ્ટ આચારો અને વિવિધ વિષયને સ્પર્શતા સાહિત્ય દ્વારા જૈન સંસ્કૃતિ તરફ દેશવિદેશના વિદ્વાનોનું ધ્યાન દોરાયું છે, એમ આ વિશિષ્ટ ચિત્રકળા અને વિરલ શિલ્પકળાને લીધે પણ જૈન સંસ્કૃતિનું નામ ઊજળું બન્યું છે, અને એ તરફ પણ દેશવિદેશના વિદ્વાનોનું સવિશેષ રીતે ધ્યાન ખેંચાયું છે.
આવી અમૂલ્ય અને વિરલ ચિત્રસમૃદ્ધિ અને શિલ્પસમૃદ્ધિનું પૂરેપુરું જતન કરવું એ જેમ આપણું કર્તવ્ય છે, એ જ રીતે એ ચિત્રકળા અને શિલ્પકળાની અદ્ભુત કૃતિઓનાં દર્શન ઘેર બેઠાં પણ જિજ્ઞાસુઓ અને કળાના અભ્યાસીઓને માટે સુલભ બને એવા ચિત્રસંપુટો તૈયાર કરવા એ પણ આપણું કર્તવ્ય છે.
આજે તો વિજ્ઞાને છબી પાડવાની વિદ્યાનો એટલો બધો વિકાસ સાધ્યો છે કે આપણે ઇચ્છીએ અને જરૂરી ખર્ચ કરવા તૈયાર હોઈએ, તો કોઈ પણ ચિત્ર કે શિલ્પની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org