________________
જિનમાર્ગનું જતન
એ માટે કંઈક કરવું જોઈએ એમ તીવ્રતાપૂર્વક માને છે. અને છતાં આ માટે શું કરવું જોઈએ એનું સ્પષ્ટ દર્શન કોઈને થતું હોય એમ ભાગ્યે જ જોવા મળે છે. વિચાર ગમે તેટલા કરીએ અને ચિંતા ગમે તેટલી સેવીએ, પણ જ્યાં સુધી કારગત, વ્યવહારુ અને સર્વમાન્ય માર્ગ ન મળે, ત્યાં સુધી એ દિશામાં કશું જ રચનાત્મક કામ થઈ શકતું નથી.
ન
આ માટે કેટલાક તરફથી પોત-પોતાના ધર્મ-સંપ્રદાયોનાં તત્ત્વો, સિદ્ધાંતો અને ક્રિયાકાંડો તથા વિધિ-વિધાનોનું શિક્ષણ આપવાની જોરદાર હિમાયત કરવામાં આવે છે, અને એ માટે કેટલાંક છૂટાછવાયા પ્રયત્નો પણ હાથ ધરવામાં આવે છે. પણ આવી હિમાયત અને આવા પ્રયત્નોની બે મોટી મર્યાદાઓ (ખામીઓ) છે તે ખ્યાલમાં રાખવાની જરૂર છે. પહેલી મર્યાદા એ કે આ રીતે ધર્મસંપ્રદાયોને માન્ય તત્ત્વો, સિદ્ધાંતો અને ક્રિયાઓનું શિક્ષણ સર્વમાન્ય કે છેવટે બહુમાન્ય બની શકતું નથી; તેથી એનો રાષ્ટ્રીય ધોરણે વ્યાપક રીતે સ્વીકાર થઈ શકે નહીં. પરિણામે, આવા શિક્ષણને અંતે દેશમાં એકતાની ભાવનાને પુષ્ટિ મળવાને બદલે પોતપોતાનો જુદો ચોકો જમાવીને એમાં જ રાચવાની અલગતાની વૃત્તિ જન્મે છે અને પોષાય છે.
આની બીજી અને વધારે મોટી ખામી એ છે કે ધર્મ-સંપ્રદાયોને માન્ય તત્ત્વો, સિદ્ધાંતો અને ક્રિયાકાંડોના શિક્ષણથી જીવનમાં નીતિ-સદાચારની પ્રતિષ્ઠા અચૂકપણે થાય જ છે અને માણસ ચિત્તશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિ રૂપ સાચા ધર્મને પોતાના જીવનમાં નિશ્ચિતપણે વણી લે છે એ પુરવાર થવું હજી બાકી છે. તત્ત્વો અને સિદ્ધાંતોનું ઊંડું જ્ઞાન ધરાવનારાઓ; દેવદર્શન, ગુરુપૂજન, શાસ્ત્રશ્રવણ અને બીજા ધાર્મિક લેખાતા ક્રિયાકાંડો કે વિધિ-વિધાનોનું અણીશુદ્ધપણે પાલન કરનારાઓ; અરે, આકરાં બાહ્ય તપ કરનારાઓ પણ ચિત્તમાં અને વ્યવહા૨માં દોષોનું સેવન કરતાં જોવામાં આવે છે; એટલું જ નહીં, એવા દોષોથી મુક્તિ મેળવવાનો તેઓ સજાગપણે પ્રયત્ન પણ ભાગ્યે જ કરતાં જણાય છે.
૨૪૪
મુંબઈથી પ્રગટ થતા અંગ્રેજી દૈનિક ‘ધી ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના તા. ૧૦-૮-૧૯૬૭ના અંકના કરન્ટ ટૉપિક્સ'માં ‘Moral Education' (સદાચારની કેળવણી) નામે એક ટૂંકી નોંધ પ્રગટ થઈ છે. એમાં નવી પેઢીને નીતિસદાચારની કેળવણી કેવી રીતે આપી શકાય એ સંબંધી કેટલીક ઉપયોગી છણાવટ કરવામાં આવી છે. આ નોંધમાં રજૂ કરવામાં આવેલ મુદ્દો અમુક અંશે માર્ગસૂચક બની શકે એવો હોવાથી અમે એ નોંધનો અનુવાદ નીચે સાભાર ૨જૂ કરીએ છીએ ઃ “નાની પેઢીમાં (નૈતિક) મૂલ્યોની સમજણ પ્રગટે એ માટે શાળાઓ અને કૉલેજોમાં સદાચાર અને ધર્મનું શિક્ષણ ફરજિયાત બનાવવું જોઈએ એ બાબતની હિંદુસ્તાનમાં અવારનવાર રજૂઆત કરવામાં આવે છે. આવી રજૂઆત કરનારાઓમાંના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org