________________
જિનમાર્ગનું જતન
અમુક બાબતો ગોખીને યાદ રાખવાની પુરાણી પ્રથાનો અત્યારે પણ સારો એવો લાભ કે ઉપયોગ હોવા છતાં, વર્તમાન શિક્ષણનો પ્રવાહ જોતાં, ધર્મશિક્ષણમાં ગોખણપટ્ટી ઉપર વધારે મદાર રાખવા જતાં ધાર્મિક શિક્ષણને વ્યાપક બનાવવાની આપણી ભાવનામાં આપણે ભાગ્યે જ સફળ થઈ શકીશું એવો અમારો નમ્ર મત છે. તેથી, અમે ઇચ્છીએ છીએ, કે ધાર્મિક અભ્યાસક્રમ અત્યારની પરિસ્થિતિના પ્રકાશમાં ઘડવામાં આવે; અને એની પાછળની દૃષ્ટિ વ્યાપક અને સર્વસ્પર્શી હોય.
ધાર્મિક અભ્યાસ કરાવતી અને પરીક્ષાઓ લેતી આપણી બધી સંસ્થાઓનો અભ્યાસક્રમ એકસરખો ઘડાય, એટલે કે એ બધી સંસ્થાઓનું એકીકરણ થાય એ દિવસ જૈનસંઘને માટે સોનાનો દિવસ હશે; પણ એવો દિવસ હજી પણ દૂર હોય તો એથી દિલગી૨ કે નિરાશ થવાની જરૂર નથી. એ દરમ્યાન પણ આવી બધી સંસ્થાઓ પોતપોતાના અભ્યાસક્રમનું અત્યારની જરૂરિયાત અને જિજ્ઞાસાની દૃષ્ટિએ ક્રમેક્રમે નવીનીક૨ણ ક૨વાનો વિચાર અને યથાશક્ય પ્રયત્ન કરવા પ્રેરાશે તો એ પણ નોંધપાત્ર પ્રગતિ લેખાશે.
૨૫૦
દાયકોઓથી ધાર્મિક શિક્ષકો તૈયાર કરવાનું અને શિક્ષણનો પ્રચાર કરવાનું નિષ્ઠાપૂર્વક કામ કરતી (શ્રી જૈન શ્રેયસ્કર મંડળ દ્વારા સંચાલિત) શ્રી યશોવિજ્ય જૈન સંસ્કૃત પાઠશાળાના ભાવનાશીલ અને કૃતજ્ઞ જૂના વિદ્યાર્થીઓનું સંમેલન આ દિવસોમાં આપણા જાણીતા ઉદ્યોગપતિ અને શિક્ષણ-સાહિત્યપ્રેમી શેઠ શ્રી અમૃતલાલ કાલિદાસ દોશીના પ્રમુખપદે મળી રહ્યું છે, તે પ્રસંગે ધાર્મિક અભ્યાસક્રમની આટલી ચર્ચાવિચારણા કરવાનું અમે મુનાસિબ માન્યું છે. આશા રાખીએ કે ત્યાં એકત્ર થયેલા શિક્ષક-મહાનુભાવો અને શિક્ષણપ્રેમી બંધુઓ આ અગત્યની બાબત ઉપર જરૂર વિચારણા કરશે.
(તા. ૪-૬-૧૯૬૬)
ધર્મબોધની વાત હોય કે વ્યવહાર ચલાવવાની વાત; માનવીની પોતાની રુચિઅફ્રેંચ અને એના પોતાના ગમા-અણગમા પણ એમાં પોતાનો ભાગ ભજવ્યા વગર રહેતા નથી. એક બાજુ બૌદ્ધિક વિકાસના પરિપાકરૂપ વિજ્ઞાન, ટૅક્નોલોજી, ભૌતિકશાસ્ત્ર અને એવી સંખ્યાબંધ વિદ્યાઓનો ઝડપથી થઈ રહેલો વિકાસ અને વિસ્તાર, બીજી બાજુ વિશ્વભરમાં પ્રસરેલી વ્યક્તિસ્વાતંત્ર્યની અસરને લીધે માનવીમાં જાગી ઊઠેલી સ્વતંત્ર વિચાર કરવાની શક્તિ અને પોતાના વ્યક્તિત્વને મહત્ત્વ આપવાની વૃત્તિ, ત્રીજી બાજુ જીવનશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિરૂપે પરિણમતી સાચી ધર્મભાવનાની ઝંખના અને ચોથી બાજુ પોતાના ઘરથી લઈને તે દેશભરમાં અને વિશ્વભરમાં છડેચોક પરિવર્તન પામતાં કે નષ્ટ થતાં નીતિ-સદાચારનાં જીવનમૂલ્યો : આ બધાં પિરબળોની વચ્ચે આપણી ઊછરતી પેઢીનું સંસ્કારઘડતર કરી શકે એવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org