________________
સદ્ગુણવર્ધક ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષક : ૪
૨૪૯
ધાર્મિક અભ્યાસક્રમમાં અનુવાદ કે વિવેચન સાથેનાં માત્ર પ્રાચીન પુસ્તકો દાખલ કરી દેવાથી હવે કામ નથી ચાલવાનું. આવાં પ્રાચીન પુસ્તકોનો ઉપયોગ છે, ખૂબ ઉપયોગ છે, અને અમુક કક્ષાએ અભ્યાસક્રમમાં પણ એને સ્થાન છે જ; પરંતુ શરૂઆતમાં જ જો આવાં પુસ્તકો વિદ્યાર્થીઓને આપવામાં આવે અને એનો જ અભ્યાસ કરાવવાનો અને એની જ પરીક્ષાઓ લેવાનો આગ્રહ સેવવામાં આવે, તો એક બાજુ વિદ્યાર્થીઓની જિજ્ઞાસા અને રસવૃત્તિ ઠીંગરાઈ જવાનો કે ઘટી જવાનો અને બીજી બાજુ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી જવાનો ભય અમને લાગે છે, અને આપણો ઉદ્દેશ તો ધાર્મિક શિક્ષણ સાથે વધુમાં વધુ વિદ્યાર્થીઓને સાંકળવાનો અને તેઓ રુચિ અને ઉત્સાહપૂર્વક એમાં આગળ વધે એ છે.
પ્રાચીન પુસ્તકો દ્વારા શિક્ષણ આપવાની યોજનામાં હમણાં હમણાં એક બીજી મુશ્કેલી એ ઊભી થઈ છે, કે હવે વ્યાવહારિક શિક્ષણ લેતા વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષાને એક વિષય તરીકે લેનારાઓની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી જાય છે, અને વિજ્ઞાન, વાણિજ્ય, ઇજનેરી, દાક્તરી કે હુન્નરઉદ્યોગના અભ્યાસમાં સંસ્કૃતની કોઈ ઉપયોગિતા લેખવામાં આવતી નથી.
એટલે વિદ્યાર્થીઓની ધાર્મિક વિષયોની જિજ્ઞાસા પોષાતી અને ઉત્તરોત્તર વધતી રહે એવો વ્યાપક ધાર્મિક અભ્યાસક્રમ ગોઠવવો અને એ અભ્યાસક્રમને અનુરૂપ સરળ, સુગમ અને સરસ પુસ્તકો જુદીજુદી ભાષામાં તૈયાર કરવાં એ અત્યારની મોટામાં મોટી જરૂરિયાત છે. આવાં પુસ્તકો મુદ્રણની દૃષ્ટિએ જેમ શુદ્ધ, સ્વચ્છ અને આકર્ષક હોય, તેમ કિંમતની દૃષ્ટિએ ખૂબ સસ્તાં હોય એ કહેવાની જરૂર નથી.
એ સાચું છે કે આવાં પાઠ્યપુસ્તકો તૈયાર કરવાનું કામ બહુ મુશ્કેલ છે, પણ એ મુશ્કેલી અપનાવીને એમાંથી પાર પડ્યે એટલો જ એનાથી લાભ થવાનો છે. ધાર્મિક શિક્ષણના પ્રત્યક્ષ અનુભવી, અત્યારના વિદ્યાર્થીઓની મનોવૃત્તિના જાણકાર અને દીર્ઘ અને ઉદાર દષ્ટિ ધરાવતા થોડાક શિક્ષકો અને વિદ્વાનોનું જૂથ રચીને એમની મારફત આ કામ હાથ ધરવામાં આવે, તો બે-ત્રણ પ્રયત્ન આ મુશ્કેલ લાગતું કામ પણ પૂરું જરૂર કરી શકાય. અને એક વાર આવાં સુગમ અને રોચક પુસ્તકો દ્વારા વિદ્યાર્થીઓમાં ધર્મજિજ્ઞાસા જાગૃત થઈ, તો પછી તેઓ આપોઆપ પ્રાચીન ધર્મપુસ્તકોના વિશેષ અધ્યયન પ્રત્યે આકર્ષાવાના – એવી આશા અવશ્ય રાખી શકાય.
ધાર્મિક અભ્યાસક્રમનો વિચાર કરતી વખતે એ વાત પણ આપણા ધ્યાન બહાર જવી ન જોઈએ, કે અમુક વિષયો ગોખી-ગોખીને યાદ રાખવાની પ્રથા વ્યાવહારિક શિક્ષણમાંથી હવે લગભગ આથમી ગઈ છે. હવે તો આંક જેવી પ્રાથમિક બાબતો પણ ભાગ્યે જ ગોખવામાં આવે છે. એટલે, વ્યાવહારિક અને ધાર્મિક બંને શિક્ષણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org