________________
સદ્ગુણવર્ધક ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષક : ૧, ૨
ધર્મની ભાવનાનું પતન અને જેને આપણે ધર્મહીન કહીએ-જાણીએ છીએ તેમની ધર્મ વિષેની શ્રદ્ધા ! પાદરીઓનો સૂર હતો કે ‘હે પ્રભુ, અમે તમારી આજ્ઞા પ્રમાણે વર્તતા નથી. અમને બળ આપો કે આપની આજ્ઞા અને આદેશોનું યથાર્થ પાલન કરી શકીએ, દુનિયામાં શાંતિ અને સુખનું રાજ્ય સ્થાયી કરી શકીએ.' અહીં પણ અનેક ધર્મો છે, ખ્રિસ્તીધર્મના પણ અનેક સંપ્રદાયો છે; છતાં રાજ્યકાર્યમાં ધર્મને વચ્ચે લાવવામાં અમેરિકન પ્રજાને કશું અજુગતું લાગતું નથી. પણ આપણે ત્યાં ધર્મની આભડછેટ સરકારને લાગી છે. કોઈ પણ કાર્યમાં ધર્મ ભૂલેચૂકે પણ વચ્ચે ન આવી જાય તેવી તકેદારી સેવવામાં રાજકર્તાઓ ગૌરવ અનુભવે છે. આ છે કેવળ ભ. ‘જે કરવું તે સંસ્કૃતિ(culture)ને નામે કરવું, પણ ભૂલેચૂકે ધર્મને નામે નહિ' આ દંભ સરકારમાં ઘૂસી ગયો છે. અને છતાં ભારતીયો ધર્મપ્રધાન છે એવું ગૌરવ લેવામાં આપણે રાચીએ છીએ. અહીં એ કહેવાનું તત્પર્ય તો નથી જ કે અમેરિકન પ્રજામાં સાચે જ ધર્મનું સામ્રાજ્ય છે. પરંતુ જ્યાં ધર્મ છે ત્યાં છે જ. તેને આપણી જેમ ‘સંસ્કૃતિ’ નામ આપવાનો દંભ કરવો પડતો નથી – એટલું જ કહેવાનું જરૂરી છે. પ્રમુખપદના વિધિમાં કોઈ અન્ય ભાષણો નહિ, પરંતુ માત્ર ઈશ્વરની જ યાદી – આ બધી વસ્તુ જ મને બહુ ગમી ગઈ.”
ધી ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની નોંધનો, મહાત્મા ગાંધીજીના અભિપ્રાયનો અને શ્રી દલસુખભાઈ માલવણિયાના લખાણનો સાર એ છે કે આપણે ઇચ્છીએ તો રાષ્ટ્રની એકતા અને બિનસાંપ્રદાયિકતાની નીતિને અખંડિત રાખીને પણ સરકારી શિક્ષણસંસ્થાઓ દ્વારા નીતિ-સદાચાર-પોષક ધર્મશિક્ષણ અવશ્ય આપી શકાય. અને આટલા વર્ષના કડવા અનુભવ પછી તો, અમે એ સ્પષ્ટ નિર્ણય ઉપર આવ્યા છીએ, કે વ્યક્તિ, સમાજ અને દેશ એ ત્રણેયના ભલા ખાતર દરેક કક્ષાની શિક્ષણસંસ્થામાં આવું જીવંત ધર્મશિક્ષણ ફરજિયાત હોવું જોઈએ. દરેક વ્યક્તિને માટે જેમ પ્રાણવાયુની જરૂર પડે છે, એવી જ આ વાત છે. આ દિશામાં જેટલા વહેલાં આપણે સક્રિય બનીશું એટલા વહેલાં વધારે મોટી નુકસાનીમાંથી ઊગરી જઈશું એ જ આ લખાણનો સાર છે. (તા. ૧૨-૪-૧૯૬૯)
૨૪૩
(૨) સદાચારની કેળવણીનો ઉપાય
અત્યારના વિદ્યાર્થીઓમાં જે ગેરશિસ્ત, વિનય-વિવેકનો અભાવ અને મનસ્વીપણું વધી રહ્યાં છે, તેથી રાષ્ટ્રહિતચિંતકો, સમાજના વિચારકો અને ધાર્મિક આગેવાનો ઊંડી ચિંતાની લાગણી અનુભવે છે, અને રાષ્ટ્ર, સમાજ અને ધર્મનું ભવિષ્ય ન જોખમાય
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org