________________
સગુણવર્ધક ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષક : ૨
૨૪૫
ઘણાને પોતાને શું જોઈએ છે, એની જ બરાબર ખબર હોતી નથી. ધર્મ-સંબંધી અને સદાચાર-સંબંધી શિક્ષણ વચ્ચે શો તફાવત છે એનો પણ ચોક્કસ ખ્યાલ એમને હોતો નથી.
ત્રણ વ્યક્તિઓનું એક જૂથ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જે સંશોધન કરી રહ્યું છે તે સદાચારનું શિક્ષણ કોને કહી શકાય એ બાબત ઉપર કંઈક પ્રકાશ ફેંકી શકે. એક તત્ત્વવેત્તા, એક માનસચિકિત્સાશાસ્ત્રી અને એક સમાજવિજ્ઞાની – એ ત્રણ વિદ્વાનોનું બનેલું આ જૂથ નિશાળોમાં નૈતિક મૂલ્યોનું શિક્ષણ કેવી રીતે આપી શકાય એની તપાસ ચલાવી રહેલું છે. આમાં પહેલાં તો, સદાચાર કોને કહેવાય એના નિર્ણયનો અને તે પછી ઊછરતી પેઢી નૈતિક નિર્ણયો કરીને એનું પાલન કરવા તૈયાર થાય એ રીતે નિશાળોના વર્ગોમાં એ મૂલ્યો એમના મનમાં કેવી રીતે ઠસાવી શકાય એ બાબતનો સમાવેશ થાય છે. પણ, નિર્લજ્જતાની જેમ, સદાચારશીલતાની સૌને સંતોષ થાય એવી વ્યાખ્યા કરવાનું કામ લગભગ અશક્ય છે. એને શીખવવા માટે યુક્તિથી જે કોઈ પદ્ધતિ શોધી કાઢવામાં આવે છે, એ શબ્દનો જે ખાસ અર્થે કરવામાં આવે તેટલા પૂરતી ધોરણસર ગણાશે. છેવટે, પોતાની શોધને અંતે, જો આ જૂથ એવા નિષ્કર્ષ ઉપર પહોંચે, કે જેવી રીતે ઇતિહાસ કે ભૂગોળનું શિક્ષણ આપી શકાય છે એ રીતે નૈતિક મૂલ્યોનું શિક્ષણ આપી ન શકાય, તો નવાઈ નહીં; કારણ કે એ એટલું બધું આત્મલક્ષી, અસ્પષ્ટ અને પરિવર્તનશીલ છે કે એ શિક્ષણનો વિષય ન બની શકે !”
આમાં આપણા માટે સૌથી વધારે આનંદ ઉપજાવે એવી વાત તો એ છે, કે જેને આપણે પૂરું સમજ્યા-જાણ્યા વગર, ધૃણાપૂર્વક, અવારનવાર “ભૌતિકવાદી' કહેવા ટેવાઈ ગયા છીએ, તે પશ્ચિમના દેશમાં અત્યારે નવી પેઢીને સદાચારનું શિક્ષણ કેવી રીતે આપી શકાય એ માટે ઓક્સફોર્ડ યુનિવર્સિટી જેવી પ્રાચીન અને પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં ખાસ સંશોધન ચાલી રહ્યું છે !
ઉપરની નોંધમાં એ ત્રણ વિદ્વાનોની શોધને અંતે જે રીતે શાળાઓમાં બીજા વિષયોનું શિક્ષણ આપી શકાય છે એ રીતે સદાચારનું શિક્ષણ આપવાની શક્યતા નથી
– એવો નિષ્કર્ષ નીકળવાની જે સંભાવના દર્શાવવામાં આવી છે તેનો ગંભીરતાપૂર્વક વિચાર કરવાની જરૂર છે.
ઊછરતી પ્રજાના ધાર્મિક એટલે કે નૈતિક યાને સદાચારમૂલક ઘડતરમાં રસ ધરાવતા સૌ કોઈએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના આ વિભાગનો અને એમાં કામ કરતા આ ત્રણ સંશોધક વિદ્વાનોનો સંપર્ક સાધીને એમના સંશોધનકાર્યથી પૂરેપૂરા માહિતગાર થવું જોઈએ.
જો આ સંભાવનામાં થોડું પણ તથ્ય હોય, તો આપણા દેશના ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ડો. રાજેન્દ્રપ્રસાદજી, શ્રી શ્રી પ્રકાશજી જેવા મોટામાં મોટા તત્ત્વચિંતકો અને સંખ્યાબંધ વિચારકોને તેમ જ રાષ્ટ્રહિતચિંતકોને આપણાં વિદ્યાર્થીઓ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org