________________
૨૩૪
જિનમાર્ગનું જતન પાડનારાં નાટકો કરતાં ખોટી અસર પાડનારાં નાટકોની સંખ્યા વધારે હોય છે એમ સ્વીકારવામાં પણ હરકત નથી; કારણ કે નાટક પણ એક પ્રકારનો અર્થોપાર્જનનો વ્યવસાય છે, એટલે એના સર્જકોએ અર્થપ્રાપ્તિની દૃષ્ટિએ પણ લોકોની રુચિ-અરુચિનો ખ્યાલ રાખવો પડે છે; અને આ ખ્યાલનો પડઘો નાટકના સારા-ખોટાપણા રૂપે પડે એ સ્વાભાવિક છે. પણ આ વાત તો નાટકની જેમ વાર્તા-નવલકથાને પણ સમાન રીતે લાગુ પડે છે.
એટલે બધાં જ નાટકો ખરાબ અને ખોટી અસર ઉપજાવનારાં હોય છે, એમ માનીને નાટકમાત્રની નિંદા કે ઉપેક્ષા કરવી એ તો સત્યનો અપલાપ કરવા જેવી ભૂલ છે. સારા કથા-વસ્તુના આધારે - ભલે પછી એ કથાવસ્તુ સામાજિક, પૌરાણિક, કાલ્પનિક કે ઐતિહાસિક હોય – રચાયેલ નાટક ઉત્તમ કોટિનું જ બનવાનું, અને એની અસર જનમાનસ ઉપર સારી જ થવાની એમાં શક નથી. ત્યાગ-વૈરાગ્યનો બોધ આપનારાં નાટકો જોઈને પોતાના જીવને વિશુદ્ધ અને પવિત્ર બનાવવાના માર્ગે વળી ગયેલ વ્યક્તિઓના થોડાક પણ દાખલાઓ આપણે ત્યાં મળે છે તે નાટકની ઉપયોગિતાનું જ સૂચન કરે છે એ કહેવાની જરૂર નથી.
આની સાથેસાથે, છેક પ્રાચીન સમયથી તે અત્યારના સમય સુધી બધી કક્ષા અને જ્ઞાતિના માનવસમૂહોને, દુનિયાભરમાં નાટક, બોલપટ કે એના જેવા ભવાઈ, રામલીલા જેવા અભિનેય પ્રયોગો તરફ કેટલું બધું આકર્ષણ રહ્યું છે અને એ આકર્ષણને પૂરું કરવા માટે પોતાની સામે સારા કે નબળા જે કોઈ નાટ્યાત્મક પ્રયોગો રજૂ થાય છે એનું એણે કેટલા ઉમળકાથી સ્વાગત કર્યું છે એ બાબતનો માનસશાસ્ત્રની દૃષ્ટિએ અને તટસ્થતાપૂર્વક વિચાર કરવાની પણ ખાસ જરૂર છે.
આ યથાર્થતાના પ્રકાશમાં, જૈન કથાવસ્તુને આધારે રચાયેલાં નાટકો ભજવવામાં આવે તો તેથી એ કથા-પાત્રોનું અવમૂલ્યન થાય કે એમના મહિનામાં વધારો થવા પામે, તથા એથી જનતાના સંસ્કારોમાં સુધારો થાય કે બગાડો થવા પામે – એ વાતનો, તટસ્થ દૃષ્ટિએ તથા એકંદર લાભાલાભની ગણતરીએ આપણાં સંઘનાયકોએ અને સંઘના મોવડીઓએ ખાસ વિચાર કરવાની જરૂર છે.
આ વિચાર કરતી વખતે એક વાસ્તવિકતા, જે ખાસ ધ્યાનમાં લેવા જેવી છે, તે એ કે નાટક વગેરે અભિનેય પ્રયોગો તરફ જનસમૂહને જે અપાર આકર્ષણ છે, એમાં જૈનસંઘના ભાઈ-બહેનો કે યુવક-યુવતીઓ જરા ય અપવાદરૂપ નથી; એમને પણ એ તરફ એટલું જ આકર્ષણ છે, બલ્ક પોતાની પાસે આર્થિક સગવડ બીજા કરતાં કિંઈક વધુ સારી હોવાથી, જૈનવર્ગ આ માટે પૈસા સારા પ્રમાણમાં ખર્ચે છે. આવી સ્થિતિમાં આ વર્ગને ભળતી કથાવસ્તુઓના આધારે તેમ જ અન્ય ધર્મોનાં આદરણીય પાત્રો કે પ્રસંગોના આધારે જ રચાયેલાં નાટકો, બોલપટો વગેરે જોવા મળે અને જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org