________________
જ્ઞાનપ્રસારની પ્રવૃત્તિઓ : ૮
શ્રીપાળ-મયણાસુંદરીનું નાટક ભજવવાથી શ્રીસંઘની ધાર્મિક લાગણી દુભાવાનું, મહાપુરુષોની હીલના થવાનું અને પ્રભુના શાસન ઉપર આફત ઊતરવાનું કહીને એક મોટો છતાં નકલી હાઉ ઊભો કરનારા મહાનુભાવોને પૂછવાનું મન થાય છે, કે અત્યારે શિથિલાચાર છડેચોક પ્રસરી રહ્યો છે, આચાર્યપદ જેવા વર્તમાન જૈનશાસનના સર્વશ્રેષ્ઠ પદનું ગૌરવ ખંડિત કરીને એનું ભારે અવમૂલ્યન કરવામાં આવ્યું હતું અને અત્યારે ચોમેર શ્રીસંઘના તેજ અને હી૨ને ભરખી જતી શિસ્તહીનતા, અરાજકતા અને વિનયવિવેકશૂન્યતા વિસ્તરી રહી છે – એની શું આપને કોઈ ચિંતા થતી નથી કે જેથી સામાન્ય પ્રશ્નને, કાગનો વાઘ બનાવવાની જેમ, ઘણું બિહામણું રૂપ આપીને એની પાછળ જ સંઘની શક્તિનો અપવ્યય કરવાનું પગલું ભરવામાં આવે છે ?
અમે માનીએ છીએ કે શ્રીપાળ-મયણાસુંદરીનું નાટક ભજવાય એ એવો કોઈ બનાવ નથી કે જેથી જૈનશાસનની હીલના થાય કે આપણા મહાપુરુષોનું ગૌરવ ખંડિત થાય. આમ છતાં આ બાબતમાં કોઈ વ્યક્તિ જુદો અભિપ્રાય ધરાવવા માંગતી હોય તો એમના એ અધિકારને પણ અમે માન્ય રાખીએ છીએ, પણ એમની પાસેથી એટલી જ અપેક્ષા રાખીએ છીએ કે તેઓ પોતાની માન્યતાને બીજા ઉપર ઠોકી બેસાડવા માટે ઝનૂનનો તોફાની રાહ અપનાવવાને બદલે શાંતિથી પોતાની વાત સમજાવવાનો પ્રયત્ન કરે.
અમને લાગે છે કે જૈનધર્મના કોઈ પણ મહાપુરુષને નાટકમાં ન ઉતારવા દેવામાં જ શાસનનું હિત કે ગૌરવ માની લેવું એ સાવ સંકુચિત વૃત્તિવાળી ટૂંકી દૃષ્ટિનું અને પોતાના હાથે જ પોતાની જાતને નુકસાન કરવા જેવું ભૂલભરેલું કામ છે. આ પ્રશ્નના અનુસંધાનમાં અહીં એ જાણવું ઉપયોગી થઈ પડશે કે દિગંબર જૈનસંઘમાં નવપદની ઓળીની આરાધનાનો મહિમા સમજાવતું આ નાટક દાયકા પહેલાં ય ભજવાતું હતું. વળી મહામંત્રી વસ્તુપાળ-તેજપાળના ભવ્ય અને દિવ્ય ધર્મજીવનનું દર્શન કરાવતું નાટક (ઘણું કરીને ‘પારિજાત’ નામથી) સાત-આઠ વર્ષ પહેલાં મુંબઈમાં જ ભજવાયું હતું. વળી, બેએક વર્ષ પહેલાં પાર્શ્વકુમાર કમઠ-તાપસને સમજાવે છે એ પ્રસંગ તથા સાધુઓના પાત્ર સાથે સ્થૂલિભદ્રનું નાટક કલકત્તામાં ભજવાયું હતું; એની છબીઓ કલકત્તાથી પ્રગટ થતાં જૈન જર્નલ' નામે અંગ્રેજી ત્રૈમાસિકમાં છપાયેલ છે.
૨૩૭
બધી જૈન કથાવસ્તુનો નાટકમાં ઉપયોગ કરવાનો સર્વથા નિષેધ ફરમાવવાના બદલે શ્રમણસંઘના નાયકોએ એ માટે વિવેકપૂર્ણ ભેદરેખા આંકી આપવી જોઈએ કે અમુક જૈન મહાપુરુષોને અનુલક્ષીને નાટકો રચી શકાય અને અમુક ધર્મનાયકોનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org