________________
સગુણવર્ધક ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષક
(૧) ધાર્મિક શિક્ષણનું રાષ્ટ્રીય સ્વરૂપ
મુંબઈથી પ્રગટ થતા અંગ્રેજી દૈનિક ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના તા. ૧૨૩-૧૯૬૯ના અંકના કરંટ ટોપિક્સમાં મોરલ એજ્યુકેશન' નામે એક નોંધ પ્રગટ થઈ છે. એમાં ખ્રિસ્તી ધર્મના શિક્ષણથી મુક્ત એવું નીતિ-સદાચાર-પોષક શિક્ષણ શાળાઓમાં આપવાની વિલાયતમાં ચાલતી ઝુંબેશનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ નોંધમાં ધાર્મિક શિક્ષણ અને નીતિપોષક શિક્ષણ વચ્ચે જે વિવેક કરવામાં આવ્યો છે અને ભારત જેવા અનેક ધર્મોવાળા દેશમાં આ શિક્ષણનું સ્વરૂપ કેવું હોવું જોઈએ, એની ટૂંકી છતાં મહત્ત્વની જે છણાવટ કરવમાં આવી છે, તે જાણવા જેવી હોવાથી એનો અનુવાદ અહીં સાભાર રજૂ કરવામાં આવે છે :
“બિનજ્ઞાતીય સરકારી શાળાઓમાંથી ફરજિયાત ધાર્મિક શિક્ષણને બંધ કરાવવાની ઝુંબેશ તાજેતરમાં વિલાયતમાં શરૂ કરવામાં આવી હતી. નીતિ-સદાચારવર્ધક શિક્ષણ માટેની ઝુંબેશ તરીકે જાણીતી આ પ્રવૃત્તિને કેવળ વૈજ્ઞાનિક માનવતાવાદીઓ, કે જેઓ લાંબા વખતથી ધાર્મિક શિક્ષણને રુખસદ આપવાની માગણી કરે છે, તેઓનો જ નહીં, પણ જુદાજુદા પંથના ખ્રિસ્તીઓનો પણ ટેકો છે.
આ ઝુંબેશની પાછળનો પાયાનો સિદ્ધાંત નીતિ-સદાચાર-વિષયક શિક્ષણ અને ધાર્મિક શિક્ષણને જુદા પાડવાનો છે. આ ઝુંબેશ ચલાવનારાઓ બાળકોને નીતિમાન, સદાચારી બનાવવા માટે ખ્રિસ્તી ધર્મ પ્રત્યેની શ્રદ્ધા પર આધારિત નિયમો શીખવવાની જરૂર નથી સ્વીકારતા. તેઓના અભિપ્રાય પ્રમાણે, નીતિમત્તાને ધર્મ સાથે અનિવાર્ય સંબંધ નથી.
ભારતમાં જેઓ નીતિ-સદાચાર-વિષયક શિક્ષણની હિમાયત કરે છે, તેઓના મનમાં ખરી રીતે ધાર્મિક શિક્ષણ જ હોય છે. પણ એ બેની વચ્ચે મહત્ત્વનો તફાવત છે. ભારત જેવા અનેક ધર્મોવાળા દેશમાં એવી ખાતરી આપવાનું મુશ્કેલ છે કે શાળાઓમાં દરેક કોમના ધર્મનું શિક્ષણ આપવામાં આવશે. તો પછી શું બધા ય ધર્મોના મૂળમાં રહેલા નીતિ-સદાચારને લગતા સિદ્ધાંતોનું શિક્ષણ આપવું એ વધારે સારું ન ગણાય? જુદાજુદા ધર્મોના ઐતિહાસિક વિકાસનું શિક્ષણ તો, કદાચ, નિયમિત
ચાલતા ઇતિહાસના વર્ગોમાં આપી શકાય.” Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org