________________
જિનમાર્ગનું જતન
આ ટૂંકી છતાં મુદ્દાસરની નોંધમાં ધાર્મિક શિક્ષણ અને નીતિ-સદાચાર-વિષયકશિક્ષણના તફાવતની જે રજૂઆત કરવામાં આવી છે, તે એટલા માટે વિશેષ મહત્ત્વની છે કે એમાં પ્રત્યક્ષ અનુભવનું બળ છે. ધાર્મિક જ્ઞાન અને ધાર્મિક ક્રિયાકાંડો પ્રત્યેના પક્ષપાત કે વ્યામોહથી મુક્ત બનીને જો આપણે અણગમતા કે કડવા સત્યને સમજવાસ્વીકારવા તૈયાર હોઈએ, તો આપણને એ સમજતાં વાર ન લાગવી જોઈએ કે ધર્મના તત્ત્વજ્ઞાનનું ઊંડું જ્ઞાન ધરાવનાર કે ધર્મની સાથે જોડી દેવામાં આવેલ બાહ્ય ક્રિયાકાંડો અને વિધિવિધાનોનું પાલન કરવામાં પૂરી તકેદારી રાખનાર વ્યક્તિ પણ અનૈતિક અને અપ્રામાણિક આચરણ જરા ય સંકોચ કે શરમ વગર કરી શકે છે. આથી ઊલટું, એવું પણ જોવામાં આવે છે કે ધર્મ-તત્ત્વજ્ઞાનના જ્ઞાનથી વંચિત અને બાહ્ય આડંબરી ક્રિયાકાંડો અને વિધવિધાનો પ્રત્યે કશો રસ નહીં ધરાવનાર વ્યક્તિ પણ નીતિ-સદાચારપ્રામાણિકતાના નિયમોનું ખબરદારીપૂર્વક પાલન કરીને પોતાની વ્યવહારશુદ્ધિનું જતન કરે છે; અને એમ કરીને પોતે જીવનશુદ્ધિને માર્ગે આગળ વધે છે. ખરી રીતે આ જ સાચી ધાર્મિકતા કે ધાર્મિકતાનો સાચો પાયો છે. આપણા આત્મસાધક શાસ્ત્રકારોએ માર્ગાનુસારી (એટલે કે ધર્મમાર્ગના યાત્રિક) બનવા માટેના નિયમોમાં સૌથી પહેલું સ્થાન ન્યાયપૂર્વક એટલે કે પ્રામાણિકતાપૂર્વક ઉપાર્જન કરેલ ધનને આપ્યું છે, તે આટલા જ માટે, જીવનમાં જો ધાર્મિકતાના પાયારૂપ પ્રામાણિકતાને જ સ્થાન ન હોય તો પછી જે કંઈ ધર્મશિક્ષણ લેવામાં આવે કે ધર્મક્રિયા કરવામાં આવે તે કેવળ દંભરૂપ કે છાર ઉપર લીંપણ કરવાની જેમ અર્થશૂન્ય જ બની રહે.
ધાર્મિકતાની સુભગ અસર જો વ્યક્તિના સમાજ અને અન્ય વ્યક્તિ સાથેના પ્રત્યેક વ્યવહાર ઉપર જોવામાં ન આવે તો સમજવું કે ધાર્મિકતા સાચી નહીં, માત્ર નામની જ છે, અને તે જીવનમાં દંભ જ વધારે છે. જ્યારે આવું જોવામાં આવે છે ત્યારે ‘ધી ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની ઉપરની નોંધમાં કહ્યું છે તેમ, એ સ્વીકારવું પડે છે, કે જુદાજુદા ધર્મને લગતા ધાર્મિક શિક્ષણ અને જીવનને નીતિમય અને સદાચારી બનાવે એવા શિક્ષણ વચ્ચે ફેર છે; મતલબ કે તે-તે ધર્મને લગતું શિક્ષણ જ જીવનને સદાચારી અને પ્રામાણિક બનાવે એવો કોઈ નિયમ નથી.
૨૪૦
અત્યારની ઊછરતી પેઢી ઉપર એવું દોષારોપણ કરવામાં આવે છે, કે એને ધર્મ પ્રત્યે નફરત છે. આ દોષારોપણમાં કેટલું તથ્ય છે એના ગુણદોષની ચર્ચા કરવાનું અહીં પ્રસ્તુત નથી. આમ છતાં, આપણી નવી પેઢીમાં ધર્મ પ્રત્યે જે કંઈ ઉદાસીનતા જોવામાં આવે છે એનું એક અને કદાચ મુખ્ય કારણ એ છે કે જ્યારે તે ધાર્મિક ગણાતી વ્યક્તિના જીવનમાં દંભ અને વ્યવહારમાં છળ-પ્રપંચ, અસત્ય-અપ્રામાણિકતા જુએ છે, ત્યારે એનાથી એ બરદાસ્ત થઈ શકતું નથી, અને એનું અંતર પોકારીને પૂછી બેસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org