________________
૨૩૫
જ્ઞાનપ્રસારની પ્રવૃત્તિઓ : ૮ કથાવસ્તુઓ તથા ઐતિહાસિક તથા ધાર્મિક મહાપુરુષોનાં પ્રેરક ચરિત્રો ઉપરથી રચવામાં આવેલ નાટકો, બોલપટો વગેરે જોવાથી સાવ વંચિત રહેવું પડે, એ કેટલા પ્રમાણમાં ઇચ્છવા જેવું છે એ વાત તરફ પણ ખાસ લક્ષ આપવાની જરૂર છે.
અત્યારે આ બાબતનો અમે અહીં વિગતે વિચાર કરવાનું મુનાસિબ અને જરૂરી માન્યું છે તેનું કારણ દેખીતું છે : મુંબઈમાંની “પદ્મા થિયેટર્સ' નામની સંસ્થાએ એના માલિક અથવા મુખ્ય સંચાલક શ્રી મનુભાઈ શાહના માર્ગદર્શન પ્રમાણે શ્રીપાળ અને મયણાસુંદરીની, નવપદની આરાધનાનો મહિમા સમજાવતી સુપ્રસિદ્ધ ધર્મકથાને આધારે એક નાટકની રચના કરી છે, અને મળેલી માહિતી પ્રમાણે, આ નાટક મુંબઈનાં જુદાંજુદાં નાટ્યગૃહોમાં ભજવાવા પણ લાગ્યું છે.
જૈનધર્મની આદરણીય વ્યક્તિઓ અને જૈન કથા-વસ્તુના આધારે રચાયેલ આ નાટકની સામે જૈનસંઘમાં (જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં) કેટલોક વિરોધ જાગ્યો છે એ અંગે કેટલીક વિચારણા કરવી જરૂરી હોવાથી અમે આ નોંધ લખવા પ્રેરાયા છીએ.
આ નાટક ભજવવાથી જૈનધર્મના શ્રીપાળરાજા અને મયણાસુંદરી જેવાં, આયંબીલની ઓળીના તપનું માહાત્મ સમજાવતાં પવિત્ર પાત્રોનું ગૌરવ ઘટે છે – એમ કહીને, માનીને જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના અમુક વર્ગ તરફથી એનો વિરોધ કરવામાં આવ્યો છે, એ નાટક ન ભજવાય એ માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે અને આ પ્રયત્ન વેગવાન બને અને એને ધારી સફળતા મળે એ માટે મહારાષ્ટ્ર રાજ્યના ગૃહપ્રધાન ઉપર વિરોધના તારો અને ઠરાવો મોટી સંખ્યામાં તરત મોકલવાની શ્રીસંઘને હાકલ કરવામાં આવી છે.
આની સામે આપણા સંઘમાં એક વર્ગ એવો પણ છે કે જે, માનવીના અંતરમાં ઉચ્ચ સૌંદર્યબોધ અને રસાનુભવ દ્વારા ધર્મભાવનાની જાગૃતિ કરવામાં અને એને ધર્મના સર્વકલ્યાણકારી માર્ગે ચાલવાની પ્રેરણા આપવામાં ઉપયોગી થાય એવાં ધાર્મિક કથાવસ્તુના આધારે રચાયેલાં નાટકો ભજવાવાં જોઈએ એવી હિમાયત કરે છે. સાથેસાથે એ વર્ગ એવું પણ માને છે કે અન્ય ધર્મના મહાપુરુષોના જીવન-પ્રસંગોની રજૂઆત કરતાં નાટકો જ જો જૈનસંઘની નાકપ્રેમી જનતાને જોવા મળે અને જૈનધર્મ અને સંસ્કૃતિના ગૌરવનું દર્શન કરાવતાં મહાપુરુષો અને સન્નારીઓના ઉન્નત જીવન-પ્રસંગો આલેખતાં નાટકો, માત્ર કેટલાક કહેવાતા આગેવાનોના બંધિયાર ખ્યાલોને લીધે ન જોવા મળે, તો જૈનસંઘની જનતાના સંસ્કાર-ઘડતરમાં લાભના બદલે ઊલટી હાનિ જ થવાની છે. - જો આપણે તટસ્થ વિવેકદ્રષ્ટિએ વસ્તુસ્થિતિને સમજવા-સ્વીકારવા તૈયાર હોઈએ તો આપણને એ વાત સમજતાં મુશ્કેલી ન પડવી જોઈએ, કે વિવિધ રસોનું નિરૂપણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org