________________
જિનમાર્ગનું જતન
“ચાંડાલ કુળમાં જન્મેલા, ઉત્તમ ગુણોના ધારક હરિકેશબલ નામના જિતેન્દ્રિય ભિક્ષાધર્મી મુનિ હતા. ''
(૨) ‘ઉત્તરાધ્યયનસૂત્ર'ના આ જ અધ્યયનની ૩૭મી ગાથામાં જાતિની નહીં પણ તપની જ વિશેષતા છે એમ વર્ણવતાં કહેવામાં આવ્યું છે –
68
सक्खं खुदीसइ तवोविसेसो, न दीसइ जाईविसेसो कोइ । सोवागपुत्तं हरिएससाहुं जस्सेरिसा इड्ढि महाणुभावा ॥ · ‘ખરેખર, તપની (સદાચારની) વિશેષતા પ્રત્યક્ષ દેખાય છે, જાતિની વિશેષતા કોઈ દેખાતી નથી' – જેમની આવી પ્રભાવશાળી ઋદ્ધિ છે તે ચાંડાલપુત્ર રિકેશ સાધુને (જોઈને લોકો આમ બોલવા લાગ્યા.)"
(હરિકેશની કથામાં કહેવામાં આવ્યું છે કે પૂર્વભવમાં જાતિમદ કર્યો તેથી તેમને ચાંડાળ બનવું પડ્યું.)
૧૯૪
(૩) ‘ઉત્તરાધ્યયનસૂત્ર’નું તેરમું અધ્યયન ‘ચિત્રસંભૂતીય' નામે છે. ચિત્ર અને સંભૂતિ બંને ભાઈઓ સંગીતકળામાં ભારે નિપુણ હોવા છતાં ચાંડાળ હતા. તેમના નીચ કુળને કારણે લોકોએ એમનો તિરસ્કાર કર્યો, ત્યારે એ બંને આપઘાત કરવાને તૈયાર થયા. તે વખતે એક જૈન મુનિવરના ઉપદેશથી તેઓ દીક્ષા લઈને તપ કરે છે. તપમાં નિયાણું કરવાથી સંભૂતિ બ્રહ્મદત્ત ચક્રવર્તી તરીકે જન્મી ભોગાસક્ત બને છે અને ચિત્ર સાચી ત્યાગભાવનાથી શ્રેષ્ઠીપુત્ર તરીકે જન્મવા છતાં અનાસક્ત રહે છે. (૪) ‘ઉત્તરાધ્યયનસૂત્ર'ના ‘યશીય' નામક પચીસમા અધ્યયનમાં ૧૯મીથી ૨૯મી ગાથા સુધીમાં ‘બ્રાહ્મણ કોને કહેવો ?' એનું વર્ણન કરતાં ક્યાંય અમુક કુળ, જાતિ કે વર્ણમાં જન્મેલ હોય એને બ્રાહ્મણ કહેવાને બદલે જેનામાં અમુક-અમુક ગુણો હોય ‘તેને જ અમે બ્રાહ્મણ કહીએ છીએ' (તં વયં ધૂમ માળું) એમ કહીને જૈનધર્મની ગુણપ્રધાન દૃષ્ટિનું જ સમર્થન કર્યું છે. એ અધ્યયનમાંની ૩૩મી ગાથા ખૂબ પ્રચલિત છે :
कम्मुणा बंभणो होई, कम्मुणा होइ खत्तिओ । वइसो कम्पुणा होई, सुद्दो हवइ कम्मुणा ॥
‘(માણસ પોતાના) કર્મથી જ બ્રાહ્મણ થાય છે, કર્મથી જ ક્ષત્રિય થાય છે, કર્મથી જ વૈશ્ય થાય છે (અને) કર્મથી જ શૂદ્ર થાય છે."
(૫) પ્રથમ અંગ ‘આચારાંગસૂત્ર'ના બીજા અધ્યયનના ત્રીજા ઉદ્દેશકના સૂત્ર ૧, ૨, ૩માં કહ્યું છે
खलु जीवे अई अद्धाए असई उच्चागोए, असईं नीयागोए । नो हीणे नो अइरित्ते, इति संखाए के गोयावाई ? के माणावाई ? कंसि वा एगे गिज्झे ? तम्हा पंडिए नो हरिसे नो कुज्झे ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org