________________
ઉપેક્ષિત વર્ગોનો ધર્મ દ્વારા ઉદ્ધાર : ૭
૨૦૩ ધર્મના પ્રાણને જ હરનારી છે. ખરી રીતે તો જેઓને ભગવાન મહાવીરનો “મિત્તે કે સદ્ગમૂH” (“મારી સર્વ જીવો સાથે મૈત્રી છે”)નો વિશ્વમૈત્રીનો મહામૂલો વારસો મળ્યો હોય, તેમને તો આ વાત સમજાવવાની હોય જ નહિ. આમ છતાં, બીજાઓની દેખાદેખીથી કે આપણા દિલમાં ઘર કરીને બેઠેલી બીજા કરતાં ઊંચા દેખાવાની નબળી વૃત્તિને કારણે, આપણામાં અસ્પૃશ્યતાની ભાવના પેસી ગઈ હોય તો પણ, મહાત્મા ગાંધીજીએ આખા દેશનું ધ્યાન પ્રબળ રીતે આ અમાનુષી કલંક તરફ દોર્યા પછી તો આપણી ઊંઘ ઊડી જ જવી જોઈએ.
એ તો એક હકીકત છે, કે અસ્પૃશ્યોને મંદિરમાં પ્રવેશ કરવા દેવાનો સવાલ ઊભો થયો તેની કેટલાંય વર્ષો પૂર્વેથી આપણે સત્તાધારી કે શ્રીમંત હોય એવા જૈનેતરોને સામે પગલે આમંત્રણ આપીને અને આગ્રહ કરી કરીને આપણાં મંદિરોમાં તેડી લાવ્યા. છીએ અને આપણાં મંદિરોનો વારસો બતાવવામાં આપણે ભારે ગૌરવનો અનુભવ પણ કર્યો છે; આમ કરતી વખતે આપણે કદી પણ વિચાર નથી કર્યો કે સામી વ્યક્તિ જૈનધર્મની શ્રદ્ધા નથી ધરાવતી. પણ જ્યારે અસ્પૃશ્યોને મંદિરમાં આવવાની છૂટ આપવાનો સવાલ આવે છે, ત્યારે જ આપણને સૂઝે છે કે તેઓ તો જૈન નથી, માટે તેઓથી જૈન મંદિરમાં દાખલ થઈ શકાય નહીં! જેને દૂર કર્યા વગર આપણું સ્વાથ્ય ટકવાનું નથી એ આપણી ગંદકીની સફાઈ કરવી એ જ શું અસ્પૃશ્યોનો ગુનો?
આ સ્થિતિમાં શ્વેતાંબર, મૂર્તિપૂજક, દિગંબર, સ્થાનકવાસી અને તેરાપંથી એમ બધા ય જૈન ફિરકાઓએ હવે એ નક્કી કરી લેવાની જરૂર છે કે દેશના આ કાર્યમાં આપણું સ્થાન કયાં રહેવાનું છે અને આપણે આમાં કેવો હિસ્સો આપવાનો છે.
તેમાં ય મંદિરો અને મૂર્તિઓ નહીં ધરાવતા સ્થાનકવાસી અને તેરાપંથી ફિરકાઓ કરતાં મંદિરો અને મૂર્તિઓ ધરાવતા શ્વેતાંબર મૂર્તિપૂજક અને દિગંબર એ બે ફિરકાઓએ તો આ બાબતનો વિશેષ ગંભીરપણે અને તાકીદે વિચાર કરીને પોતાની કાર્યદિશા નક્કી કરી લેવાની જરૂર છે; આ દૃષ્ટિએ જ અમે દિગંબર-ભાઈઓને અહીં થોડુંક કહેવાનું ઉચિત માન્યું છે.
દિગંબર-સમાજ સારી રીતે જાણે છે કે શ્વેતાંબરોની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ “જૈન આચારને અનુસરીને દર્શનાર્થે જનાર કોઈને પણ રોકવા નહીં” એવો પોતાનો નિર્ણય જાહેર કરીને જૈન મંદિરો જૈન આચાર અનુસાર આવનાર સૌ કોઈને માટે ખુલ્લાં હોવાનું જાહેર કરી દીધું છે. અનેક શ્વેતાંબર મંદિરો અને તીર્થોનો વહીવટ સમાલતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી એ શ્વેતાંબર જૈનોની એક જવાબદાર આગેવાન સંસ્થા છે; એટલે એણે ઘણી-ઘણી વિચારણા અને આસપાસની પરિસ્થિતિનો ઊંડો તાગ મેળવ્યા બાદ જે નિર્ણય જાહેર કર્યો છે, તે ખૂબ વજનદાર અને ગંભીર ગણાવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org