________________
જિનમાર્ગનું જતન
“ભગવાન મહાવીરે જ્યાં ૧૨ વર્ષ સુધી તપશ્ચર્યા કરી હતી અને જ્યાં તે ફર્યા હતા તે સ્થળોનું તેમ જ તેમના જીવન વિષેનું સંશોધન કરવાનું સૂચવ્યું હતું. આ બધી જગાઓ બિહારમાં વૈશાલીની નજીક હોવી જોઈએ એમ તેમણે સૂચવ્યું હતું.’ રાષ્ટ્રપતિજીના આ ટૂંકા પ્રવચનમાં પણ જેમ ઘણા પ્રેરક મુદ્દાઓ ભરેલા છે તેમ જૈનસંઘે ગંભી૨૫ણે વિચારવા જેવા મુદ્દા પણ છે. ખાસ કરીને જૈનધર્મે ભારતીય પ્રજાજીવન પર ખૂબ અસર કરેલી છે, છતાં તેના સાહિત્યથી લોકો અજાણ્યા છે એ એક જ વાક્યમાં એમેણે જેમ જૈનધર્મનો મહિમા સૂચિત કર્યો છે, તેમ જ જૈન સાહિત્યને આમ-જનતા સુધી પહોચતું કરવાની આપણી જવાબદારી આપણે અદા ન કરી એ માટે ટકોર પણ કરી છે.
૨૧૮
આવા એક રાષ્ટ્રીય પુરુષના અંતરમાં જૈન સાહિત્ય પ્રત્યે આવી મમતા જાગે એ ભારે આનંદની વાત છે. પણ આ વાત પ્રત્યે આપણે આનંદ વ્યક્ત કરીને બેસી રહીએ તેથી કામ ચાલવાનું નથી. આપણા ધર્મ અને આપણા સાહિત્ય પ્રત્યે જ્યારે જનતામાં આટલો રસ જાગ્યો હોય, ત્યારે એ માટે સઘળું કરી છૂટવાની જવાબદારી આપણા શિરે આવી પડે છે. આપણે એ જવાબદારીને અદા કરીએ અને આ કીમતી તકનો પૂરેપૂરો ઉપયોગ કરી લઈએ એ જ પ્રાર્થના.
(૩) સાહિત્ય-સર્જનની દિશા
પ્રાચીન સાહિત્યના સંપાદનને બાદ કરતાં જેને મૌલિક સર્જનના નામે ગૌરવભેર ઓળખાવી શકીએ, તેમ જ જે દેશના તેમ જ દુનિયાના બીજા આધ્યાત્મિક કે ધાર્મિક સાહિત્યની હરોળમાં સન્માનભર્યું સ્થાન મેળવી શકે એવા સાહિત્યનો વિચાર કરીએ, તો એવું આ યુગમાં લખવામાં આવેલું ચિરંજીવ જૈન સાહિત્ય બહુ જ અલ્પ પ્રમાણમાં આપણે ત્યાં મળે છે. એનું મુખ્ય કારણ છે કોઈ પણ વિષયના ઊંડા અભ્યાસની આપણી ખામી. એક વિષયને લગતાં પુસ્તકો વાંચી જવાં અને એ વાચનના આધારે કંઈક સાહિત્યસર્જન કરવું એ એક વાત છે, અને એ વિષયનો તલસ્પર્શી ઊંડો અભ્યાસ કરીને, એને પૂરેપૂરો પચાવીને અવનવું, મૌલિક ગણી શકાય એવું સાહિત્ય-સર્જન કરવું એ જુદી વાત છે. આવું મૌલિક સાહિત્ય જ લોકજીવનમાં ચિરંજીવ સ્થાન પામી શકે છે. જેમ એક જ જાતના અનાજમાંથી સમયે-સમયે પલટાતી લોકચિ અનુસાર જુદીજુદી વાનીઓ બનાવવામાં આવે છે, એ જ રીતે સમાજ-જીવનને ઉચ્ચ ભૂમિકાએ લઈ
Jain Education International
(તા. ૭-૫-૧૯૫૫)
For Private & Personal Use Only
www.jainelibrary.org