________________
૨૨૫
જ્ઞાનપ્રસારની પ્રવૃત્તિઓ: ૫
(૫) જિજ્ઞાસા સંતોષવાની વ્યવસ્થાની જરૂર
અમારા ગયા અંકના “સામયિક ફુરણમાં અમે દેશ-પરદેશના જૈનેતર વિદ્વાનોએ કરેલ જેન સાહિત્યની સેવાથી જૈન સમાજને પરિચિત કરવા માટે એવા ગ્રંથકારો અને તેમણે રચેલા ગ્રંથો સંબંધી પુસ્તક તૈયાર કરવાનું કાર્ય આપણી એકાદ સાહિત્ય-સંસ્થાએ હાથ ધરવું જોઈએ એમ સૂચવ્યું છે. અહીં આજે એ નોંધના જ અનુસંધાનરૂપે અમે આ નોંધ લખીએ છીએ. આ નોંધનો મુખ્ય આશય એ છે કે પૂ. આ. ભ. શ્રી વિજયધર્મસૂરિજીના કાળધર્મ પછી દેશ-પરદેશના જૈનેતર વિદ્વાનો કે અભ્યાસીઓની જૈન ધર્મ, જૈન સાહિત્ય, જૈન કળા, જૈન તત્ત્વજ્ઞાન, જૈન ઇતિહાસ એટલે. એકંદરે જૈન સંસ્કૃતિ વિષેની જિજ્ઞાસાને ઉત્તેજન આપવાની તેમ જ તેને સંતુષ્ટ કરવાની પ્રાયઃ અટકી ગયેલી પ્રવૃત્તિને આપણે ફરીથી વેગપૂર્વક સજીવન કરવા માટે પ્રયત્નશીલ થવાની ખાસ જરૂર છે – એ વાત તરફ જૈન સમાજના આગેવાનો, વિદ્વાનો અને આગેવાન જૈન સંસ્થાઓનું ધ્યાન દોરવું.
બીજા વિશ્વવિગ્રહ ઊભી કરેલી મુશ્કેલી અને ઠેરઠેર સર્જેલી ભયંકર તારાજીને લઈને છેલ્લાં ૧૦-૧૨ વર્ષ દરમ્યાન પશ્ચિમના – યુરોપના વિદ્વાનોના જૈન સંસ્કૃતિના અભ્યાસ અને સંશોધન પ્રત્યેના રસમાં કંઈક ઓટ આવી હોય એમ લાગે છે; ખાસ કરીને જર્મનીના વિદ્વાનોને આની વધારે પ્રમાણમાં અસર થઈ હોય એમ લાગે છે. જિજીવિષાનું યુદ્ધ, ખરેખર, અંતરની અનેક લાગણીઓને ધ્વસ્ત કરી દે છે. આવા કપરા સંજોગોમાં પણ એવા કેટલાક પ્રસંગો જાણવા મળે છે, જે સ્પષ્ટપણે સૂચિત કરે છે કે એ રસની સરિતા આજે ભલે કૃશકાય બની ગઈ હોય, છતાં એનો પ્રવાહ ચાલુ તો છે જ,
અમેરિકામાં પણ જૈન સંસ્કૃતિના અભ્યાસી કેટલાક વિદ્વાનો આ ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યા છે. ઉપરાંત આપણા દેશમાં તો એક પ્રાચીન સંસ્કૃતિના સગપણે તેમ જ એના સર્વ વિષયને સ્પર્શતા વિશાળ સાહિત્યના કારણે જૈન સંસ્કૃતિ પ્રત્યેની જનતાની જિજ્ઞાસા દિવસે-દિવસે વધતી જ જાય છે. આપણાં વિશ્વવિદ્યાલયોના ઊંચામાં ઊંચા વર્ગોના અભ્યાસક્રમમાં તેમ જ પીએચ.ડી.ની ડિગ્રી માટે પસંદ કરવામાં આવતા વિષયોમાં પણ જૈન-સંસ્કૃતિને એના મોભાને છાજે એવું સ્થાન મળવા લાગ્યું છે, અને
જ્યાં નથી મળ્યું ત્યાં આપણે દિલ દઈને પ્રયત્ન કરીએ તો તેમાં જરૂર સફળતા પ્રાપ્ત કરી શકીએ એવું અનુકૂળ વાતાવરણ દેશમાં પેદા થઈ ગયું છે. આમ થવાનું એક અને મુખ્ય કારણ, દેશની જનતાએ મહાત્મા ગાંધીજીના કાર્યક્ષેત્રમાં અહિંસા અને સત્યની અદ્ભુત શક્તિનું સાક્ષાત્ દર્શન કર્યું, અને એમ કરીને પરધર્મસહિષ્ણુતા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org