________________
૨૨૬
જિનમાર્ગનું જતન સર્વધર્મસમભાવની ભાવનાને જીવનમાં સ્થાન આપ્યું એ છે. જૈનધર્મનો મુખ્ય આધાર પણ અહિંસા અને સત્ય જ છે. જૈનધર્મમાં જેટલી અહિંસાની સૂક્ષ્મ છણાવટ છે અને એનું પાલન કરવાનાં જેટલાં આકરાં વિધાનો છે, તેટલાં બીજે જોવા મળતાં નથી.
હવે દેશની જનતામાં જ્યારે જૈનધર્મ અંગેની આવી જિજ્ઞાસા જાગૃત થઈ હોય ત્યારે, એ જિજ્ઞાસાને વ્યવસ્થિત રીતે સંતુષ્ટ કરવાની અને તેને ઉત્તેજન આપવાની જવાબદારી આપોઆપ આપણા માથે આવી પડે છે.
આ માટે આપણે કેવી રીતે કાર્ય કરવું જોઈએ એ સંબંધી વિચારણા માટે અમે નીચેનાં થોડાંક સૂચનો રજૂ કરવાની રજા લઈએ છીએ:
(૧) જેનધર્મના આવા અભ્યાસીઓને જે-જે શંકાઓ ઊઠે તેનું સમાધાન આપણા તે-તે વિષયના નિષ્ણાત ગણાતા ગૃહસ્થ કે સાધુ વિદ્વાનો દ્વારા તેમને મળી રહે તેવી ગોઠવણ કરવી જોઈએ.
(૨) આ કાર્ય માટે કોઈ સ્વતંત્ર નવી સંસ્થાની સ્થાપના કરવાની જરૂર હોય એમ અમે નથી માનતા; અત્યારે છે તે સંસ્થાઓમાંથી ગમે તે એક કે બે સંસ્થાઓ જ આ કાર્ય હાથ ધરી શકે.
(૩) આ કાર્ય હાથ ધરનાર સંસ્થા ધીમેધીમે જૈનધર્મના જિજ્ઞાસુઓ અને વિદ્વાનો એ બંનેનો સંપર્ક સાધે અને તેમની સાથે નિયમિત રીતે પત્રવ્યવહાર કરે. તે દિવસે એ સંસ્થા દરેક અભ્યાસીના ખ્યાલમાં આવી જશે અને તેમના દિલમાં એ સંસ્થાનું સ્થાન પોતાની શંકાનું સમાધાન મેળવવાના કે પોતાની જિજ્ઞાસા સંતોષવાના કેન્દ્ર તરીકે પ્રતિષ્ઠિત થઈ જશે.
(૪) આવું કાર્ય હાથ ધરનાર સંસ્થાને આ કાર્યને પહોંચી વળવા માટે ઘણા વિદ્વાનોને રોકવાના ખર્ચનો બોજ ઉપાડવાની જરૂર નથી; અલબત્ત, આ બધા વિદ્વાનો સાથે નિયમિત રીતે પત્રવ્યવહાર કરી શકે એવા એકાદ-બે જાણકારોને તો તે સંસ્થાએ રોકવા જ પડે. એટલે જ્યારે પણ કોઈ પણ જિજ્ઞાસુ તરફથી કંઈ પણ પૂછપરછ કરવામાં આવે ત્યારે વિદ્વાનો પાસેથી તેનો ખુલાસો મેળવીને તેમને મોકલી આપવામાં આવે. જે સંસ્થા આ રીતે આ કાર્ય હાથ ધરવાની હિંમત દાખવશે એને સહુથી મોટો લાભ તો એ થવાનો કે તે સમાજના સર્વ વિદ્વાનો સાથે સહકાર રાખનારી એક તટસ્થ કે મધ્યસ્થ સંસ્થા તરીકેનો મોભો મેળવી શકશે, અને એમ કરીને આખા સમાજની સેવાનો લાભ મેળવી શકશે.
(૫) આવા જિજ્ઞાસુઓને જે-જે ગ્રંથો – જેમાં પ્રાચીન અને અપ્રગટ એવા હસ્તલિખિત ગ્રંથોનો પણ સમાવેશ થઈ જાય છે – ની જરૂર જણાય તે ગ્રંથો તેમને સરળતાથી (અલબત્ત, પાછા સોંપવાની શરતે જ) મળી જાય તેવી ગોઠવણ કરવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org