________________
જ્ઞાનપ્રસારની પ્રવૃત્તિઓ : ૩
૨૨૧ સંખ્યામાં ભરેલા છે, એમનું શુદ્ધ અને સુઘડ પ્રકાશન કરવામાં આવે. આ કામ તો હજી પણ કરવા જેવું જ છે; અને કદાચ રાસ-રાસાઓના વિપુલ સાહિત્યના પ્રકાશનને માટે તેમ જ એના મૂલ્યાંકન માટે અત્યારનો સમય વિશેષ અનુકૂળ પણ છે. વડોદરાના મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયે છેલ્લાં પાંચ-છ વર્ષથી પ્રાચીન ગુર્જર ગ્રંથમાળા' નામે એક પુસ્તકમાળા જાણીતા સાક્ષર ડો. શ્રી ભોગીલાલ સાંડેસરાના મુખ્ય સંપાદકપણા નીચે શરૂ કરી છે, અને એમાં અત્યાર સુધીમાં અનેક પુસ્તકો પ્રગટ કરવામાં આવ્યાં છે. આ ગ્રંથમાળાને નજર સામે રાખીને આવું કાર્ય “શ્રી મોતીચંદ કાપડિયા ગ્રંથમાળામાં વિદ્યાલય પણ કરી શકે.
વિદ્યાલયની વ્યવસ્થાપક-કમિટી આ ગ્રંથમાળા માટે સભ્ય-પદ્ધતિ દાખલ કરીને એની મારફત ઉત્તમ પુસ્તકો પ્રગટ કરવાની યોજના વિચારી રહી છે એ હર્ષની વાત છે. આ અંગે અમે એટલું સૂચવવાની રજા લઈએ છીએ કે ગ્રંથમાળા શરૂ કરી શકાય એટલા સભ્યો બનાવવાનો પ્રયત્ન કરવામાં કશી હરકત નથી, પરંતુ આવી ગ્રંથમાળા પૂરતા સભ્યો નોંધાય તે પછી જ શરૂ કરવામાં આવે અને ત્યાં સુધી એ કાર્યને મુલતવી રાખવામાં આવે કે એમાં વિલંબ કરવામાં આવે એ બરાબર નથી.
સાહિત્યનાં સર્જન અને પ્રકાશનનું કાર્ય જૈનધર્મના યથાર્થ પરિચય અને જૈનસંઘના અભ્યદયની દષ્ટિએ એટલું બધું અગત્યનું બની ગયું છે કે હવે એમાં વિલંબ કર્યા કરવો ઉચિત નહીં લેખાય.
જાહેર જનતા માગે છે તેવાં અને આપણે ઇચ્છીએ છીએ એવાં સરળ અને રોચક શૈલીનાં પુસ્તકો તૈયાર કરી શકે એવા વિદ્વાનો આપણે ત્યાં જોઈએ તેટલા પ્રમાણમાં નથી એ સાચું છે, અને એટલા પૂરતો આ કાર્યમાં ધાર્યો વેગ ન આવી શકે એ પણ સાચું છે. પણ જો આપણે આ કામ કરવું જ હશે, તો આપણી પાસે જે વિદ્વાનો અને જે સામગ્રી છે, તેનાથી કામનો આરંભ કરી જ દેવો પડશે, અને “કામ કામને શીખવે' એ ન્યાયે આપણને વધુ સ્પષ્ટ માર્ગ દેખાતો જશે. અને સારા કામને આગળ વધારવા માટેનાં નાણાં ગમે ત્યાંથી મળી રહેવાનાં જ – જૈન સમાજને માટે આટલી ખાતરી તો જરૂર રાખી શકાય. જેમ વિદ્યાલય પાસે આ ગ્રંથમાળાની અમુક રકમ છે, તેમ આપણી બીજી અનેક સંસ્થાઓ પાસે પણ પુસ્તક-પ્રકાશન-ખાતાની કે જ્ઞાન-ખાતાની નાની-મોટી મળીને હજારો રૂપિયાની રકમો વિદ્યમાન છે. આવા મહત્ત્વના કાર્યમાં પોતાનો પૂરેપૂરો ભાગ આપવાની જવાબદારી આવી બધી સંસ્થાઓની લેખાવી જોઈએ, અને એ અદા કરવા માટે એમણે તૈયાર થવું જોઈએ.
આમ તો આપણે ત્યાં દર વર્ષે સંખ્યાબંધ પુસ્તકો પ્રકાશિત થાય છે અને એને . માટે હજારો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે; છતાં અમુક જાતનાં કે યોગ્ય કક્ષાના પુસ્તકો તૈયાર થતાં નહીં હોવાની આપણી ફરિયાદ હજુ પણ દૂર થતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org