________________
૨૧૬
જિનમાર્ગનું જતન આવું સંમેલન એ અત્યારના યુગની એક વિશિષ્ટ જરૂરિયાત હોવા છતાં જૈન સંઘોનું એ તરફ નહીં જેવું ધ્યાન છે એ દિલગીરી ઉપજાવે એવી બીના છે. અરે, આપણી પ્રમાણાતીત બનેલી ઉત્સવપ્રિયતાએ તો આ દિશામાં પહેલાં જે કંઈ કામ થતું હતું એમાં પણ ઘટાડો કરી દીધો છે એમ કદાચ કહી શકાય.
જૈન-સાહિત્ય-સંમેલન ભરવાના “જૈન-પ્રકાશ' રજૂ કરેલા સૂચનનો અમે આવા વ્યાપક અર્થમાં સ્વીકાર કરીએ છીએ, અને બધા ય ફિરકાના વિદ્યારસિક મહાનુભાવો, શ્રીમંતો તેમ જ કાર્યકરો આ દિશામાં ગંભીરપણે વિચાર કરે અને આવું સંમેલન નજીકના ભવિષ્યમાં ભરી શકાય એવા પ્રયત્નો હાથ ધરે એવી પ્રાર્થના કરીએ છીએ.
(તા. ૯-૬-૧૯૬૨)
(૨) જૈનધર્મની પ્રભાવનાની કીમતી તક
જૈન સાહિત્યમાં જૈનધર્મના આચારોનાં વર્ણનો કે કથાનકોની સાથેસાથે ભારતવર્ષના ઇતિહાસની દષ્ટિએ, લોકજીવનની દષ્ટિએ, સાંસ્કૃતિક દૃષ્ટિએ, સામાન્ય રીતરિવાજો કે વેશભૂષાની દૃષ્ટિએ અને ભાષાની દૃષ્ટિએ જે વિવિધ પ્રકારની સામગ્રી સચવાયેલી છે, તેણે ઇતર સમાજના વિદ્વાનો અને વિચારકોનું ધ્યાન સારા પ્રમાણમાં આકર્ષે છે. તેથી સૌ કોઈ એમ ઈચ્છવા લાગ્યા છે, કે જૈન સાહિત્યના આગમ-ગ્રંથો સહિત બધા મહત્ત્વના ગ્રંથો સુસંપાદિત રૂપમાં પ્રગટ થાય.
છેલ્લે છેલ્લે જાણવા મળે છે કે જૈન સાહિત્યના પ્રકાશનની ઉપયોગિતા સમજતા અને એના પ્રકાશન પ્રત્યે અંગત રસ ધરાવતા વિદ્વાનો કે આગેવાનોમાં આપણા રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદનો પણ સમાવેશ થાય છે. અમને લાગે છે કે જૈન સાહિત્યના ઉત્કર્ષ અને પ્રચારની દૃષ્ટિએ આ એક કીમતી તક છે, સોનેરી ઘડી છે.
આમ તો આપણે ડૉ. રાજેન્દ્રપ્રસાદને ઘણાં વર્ષોથી ભારતના એક સમર્થ અને આગેવાન રાજકારણી પુરુષ તરીકે પિછાણીએ છીએ. પણ એમના અંતરનો મૂળ રસ તો સેવા અને વિદ્યા જ છે. જૈન સંસ્કૃતિ કે જૈન સાહિત્ય પ્રત્યે તેઓશ્રીને અંગત રીતે આટલો આદર અને પ્રેમ હોવાનું એક કારણ એ પણ હોઈ શકે કે ભગવાન મહાવીરનો જન્મ બિહારમાં થયો હતો અને તેમણે જૈનધર્મનું છેલ્લું નવસંસ્કરણ પણ બિહારમાં જ કર્યું હતું અને બિહાર રાજેન્દ્રપ્રસાદજીની પોતાની જન્મભૂમિ છે.
વિશેષ આનંદની વાત તો એ છે, કે ડૉ. રાજેન્દ્રબાબુ જૈન સાહિત્ય પ્રત્યે આદર વ્યક્ત કરીને કે એના પ્રચાર માટેની શુભ ભાવના વ્યક્ત કરીને જ સંતોષ નથી માનતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org