________________
જ્ઞાનપ્રસારની પ્રવૃત્તિઓ
(૧) જગતાપ શમાવે તેવાં જૈન-ધર્મ-સંમેલનોની જરૂર
અખિલ ભારતીય સ્થાનકવાસી કૉન્ફરન્સના દિલ્હીથી પ્રગટ થતા સાપ્તાહિક મુખપત્ર (હિન્દી) “જૈન-પ્રકાશના તા. ૧૫-૫-૧૯૬૨ના અંકમાં “જૈન-સાહિત્યસંમેલનની જરૂર' નામે એક ટૂંકી સંપાદકીય નોંધ પ્રગટ કરવામાં આવી છે. “જૈનપ્રકાશે જે જૈન-સાહિત્ય-સંમેલનની વાત કરી છે, તે આધુનિક જૈન સાહિત્યકારોના સંમેલનને અનુલક્ષીને કરી છે. પણ આપણે જ્યારે જૈન-સાહિત્ય-સંમેલનની જરૂર અંગેના વિચારો રજૂ કરતા હોઈએ, ત્યારે એ વિચારોને કેવળ આધુનિક ઢબની સાહિત્યકૃતિઓના સર્જકોના મિલન પૂરતા મર્યાદિત રાખવાને બદલે એને વ્યાપક અને યથાર્થ બનાવીને એવા સંમેલનને સર્વાગીપણે જૈન-સાહિત્ય-સંમેલન બનાવવું જોઈએ; આવું સંમેલન ભરવાનો સમય ક્યારનો પાકી ગયો છે – એમ ચારે તરફ વધી રહેલી જૈન સંસ્કૃતિ અને જૈન સાહિત્ય પ્રત્યેની લોકચિને જોતાં, કહ્યા વગર ચાલે એમ નથી.
જૈન આચાર્યો અને અન્ય વિદ્વાનોએ સેકેરેકે જુદાજુદા વિષયોને લગતી સાહિત્યિક કૃતિઓનું જુદીજુદી પ્રાદેશિક ભાષાઓમાં, તેમ જ સંસ્કૃત-પ્રાકૃત જેવી પ્રાચીન ભાષામાં પણ વિપુલ પ્રમાણમાં સર્જન કરીને જૈન સાહિત્યને સમૃદ્ધ બનાવવાની સાથેસાથે ભારતીય સાહિત્યને પણ વિશેષ સમૃદ્ધ બનાવવામાં પોતાનો અવિસ્મરણીય ફાળો આપ્યો છે. અને અત્યારે આપણા માટે – સમસ્ત જૈનસંઘને માટે – દેશમાં અને દુનિયામાં પણ એવો સોનેરી અવસર ઊભો થયો છે, કે બધાનું ધ્યાન જૈન સાહિત્યના વિપુલ ખજાના તરફ સારા પ્રમાણમાં ખેંચાયું છે અને ઐતિહાસિક, સાંસ્કૃતિક, ભાષાકીય, ધાર્મિક અને તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ જૈન સાહિત્યના અધ્યયન તરફની લોકસૂચિમાં નોંધપાત્ર વધારો થતો જાય છે.
જૈન સાહિત્ય પ્રત્યેની લોકરુચિમાં વધારો કરવામાં જૈનધર્મના પ્રાણરૂપ અહિંસાએ કંઈ નાનોસૂનો ભાગ ભજવ્યો નથી. વિકસતા વિજ્ઞાને લોકોમાં પોતાના જાન-માલની બિનસલામતીનો મોટો ભય ઊભો કર્યો છે, અને ક્યારે આખું વિશ્વ અશાંતિ અને સર્વનાશના ખાડામાં ધકેલાઈ જાય એ કહી શકાય એમ નથી. આવી સ્થિતિમાં સામાન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org