________________
૨૧૨
જિનમાર્ગનું જતન લાલસાથી એ લે છે. સાધુઓ પણ નિયમો લેનારાની સંખ્યામાં વધારો કરવાના પ્રલોભનમાં ફસાઈ જાય છે; પણ આગળ જતાં ભાવનાને ન સમજવાને લીધે, કોરા રહી જાય છે. (૨) અણુવ્રત-આંદોલન એ એક રાજદ્વારી તુક્કો (સ્ટેટ) છે. અધિવેશન, સંવિવાદ (સેમિનાર) અને વાર્તાલાપોમાં આગેવાનો અને સત્તાધારીઓને જ બોલાવવામાં આવે છે; વિદ્વાનોની પસંદગી કરવામાં નથી આવતી. (૩) સાધુસંતો રોજ સામાયિક અને સાધુઓનાં દર્શન કરવાનો આગ્રહ કરે છે; એમની પાસે ન જઈએ તો પૂછે છે, કે “કેમ નહોતા આવ્યા?’ આમાં યુવકો પોતાનું અપમાન થતું માનીને ત્યાંથી ચાલતા થવાનો પ્રયત્ન કરે છે.”
[3] નાથદ્વારાના શ્રી ઇન્દ્રજિતું કર્ણાવટે કહ્યું: “(૧) અમે યુવકો સક્રિય નથી એવું દોષારોપણ અમારા ઉપર શા માટે કરવામાં આવે છે ? અમને સક્રિય બનાવવાનો કોણે પ્રયત્ન કર્યો ? કોઈએ આવો પ્રયત્ન કર્યો તો પોતાના સ્વાર્થને ખાતર. (૨) આગેવાનો આંદોલન (અણુવ્રત આંદોલન) ને માટે નવા લોહીને સ્થાન નથી આપતા; એમને પોતાનું પદ જતું રહેવાનો ભય સતાવ્યા કરે છે. (૩) યુવકો કેટલાય રાજદ્વારી પક્ષો સાથે સંબંધ રાખે છે, જ્યારે આંદોલન એક પક્ષ સાથે. (૪) નૈતિકતાના પ્રચારને માટે રાજમહેલોના દરવાજા ખખડાવવામાં આવે છે; અને પોતે તો નૈતિક છે જ નહીં! (૫) નેતાઓમાં પોતાની જાતનો દેખાડ કરવાની જ વૃત્તિ છે. (૬) સાધુત્વનો સ્વીકાર કરતાં પહેલાં દીક્ષાર્થીએ પોતાના ક્ષેત્રના બધા ય વર્ગોના યુવકો સાથે સંપર્ક સાધીને એમને (અણુવ્રત) આંદોલનનું સ્વરૂપ સમજાવવું ઘટે.”
[૪] પંજાબના શ્રી આત્મારામ ગુપ્તાએ કહ્યું કે: “સમાજમાં એવા લોકોને પ્રતિષ્ઠા મળે છે કે જેમનું વ્યાવહારિક જીવન આદર્શ નથી હોતું.”
[૫] ગંગાપુરના શ્રી દેવેન્દ્ર હિરણે કહ્યું : “(૧) જેવા ખોરાકની યુવકો અપેક્ષા રાખતા હતા એવો ખોરાક આંદોલન દ્વારા એમને પૂરો પાડવામાં નથી આવ્યો; એમની સામે કોઈ એવો કાર્યક્રમ રજૂ કરવામાં નથી આવ્યો કે જેમાં યુવકો પોતાની શક્તિ લગાવે. (૨) સાધુઓએ યુવકોનો બને તેટલો સહયોગ કર્યો, પણ અપેક્ષા તો એ હતી કે યુવકો માર્ગદર્શનને માટે સાધુઓના સહયોગની યાચના કરે. (૩) કાર્યકર્તાને પોતાનું માન સચવાતું નથી લાગતું કાર્યકરોના કાર્યનું મૂલ્યાંકન નથી થતું. (૪) ધનવાન વ્યક્તિ કેટલાક પૈસા આપીને સંસ્થાઓને ખરીદી લેવા ચાહે છે; દરેક કામમાં પોતાના નામની જાહેરાત જોવા માગે છે. તેથી યુવકશક્તિ પાછી પડી જાય છે.”
[૬] લાવા સરદારગઢના શ્રી કનૈયાલાલ કછારાએ કહ્યું : “(૧) આંદોલનનો સીધો સંબંધ તેરાપંથ સાથે છે, તેથી બીજાઓ નજીક આવ્યા છતાં દૂર ચાલ્યા જાય છે. (૨) આપણે લોકો બીજાઓને સુધારવા માગીએ છીએ, પોતાની જાતને નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org