________________
ઉપેક્ષિત વર્ગોનો ધર્મ દ્વારા ઉદ્ધાર : ૭
૨૦૫ કેવું આંદોલન જાગ્યું એ બીના વર્તમાનપત્રોમાં જાહેર થઈ ચૂકી છે. સેંકડો બહેનોએ મંદિરની સામે બેસીને હરિજનોને મંદિરમાં પ્રવેશતા અટકાવવાના કામમાં મદદ કરી હતી!
તા. ૧૯-૯-૧૯૫૫ના રોજ, શેઠ હુકમચંદજીની પ્રેરણાથી ઇંદોરમાં શ્રી હીરાલાલ જૈનના પ્રમુખપદે કેટલાક દિગંબર ભાઈઓની સભા મળી હતી, અને એમાં આ ધારાથી હરિજનો જૈનમંદિરમાં પ્રવેશ કરે એનો વિરોધ કરવામાં આવ્યો હતો; એટલું જ નહીં, આની સામે એક ટેસ્ટકેસ (નમૂનાનો દાવો પણ કરી લેવાનું ઇષ્ટ માની લેવામાં આવ્યું છે! આ માટે શું કહીએ ? ટેસ્ટકેસનું પરિણામ શું આવશે એની ચર્ચામાં ઊતરવાની મુદ્દલ જરૂર નથી; અમારે મન તો આ પ્રશ્ન કાયદાનો નહીં, માણસાઈનો જ છે.
દિગંબર જૈન સમાજના એક આગેવાન ઉદ્યોગપતિ અને અખિલ ભારત દિગંબર જૈન પરિષદના પ્રમુખ શ્રી શ્રેયાંશપ્રસાદજીએ આ પ્રસંગે જે નિવેદન પ્રગટ કર્યું છે તેથી અમે ખૂબ હર્ષિત થયા છીએ. એ નિવેદનમાં તેઓ દિગંબર ભાઈઓને કહે છે :
“જૈનોનાં મંદિરોમાં હરિજનોના પ્રવેશ અંગેનો પ્રશ્ન વ્યાપક રીતે ચર્ચાઈ રહ્યો છે, અને સારા કે દેશમાં અને ખાસ કરીને મધ્યભારત રાજ્યમાં આ વિષય અવિરત ચર્ચાનો પ્રશ્ન બની રહ્યો છે. પણ આ પ્રશ્નને વ્યક્તિગત અથવા કોમી દૃષ્ટિએ જોવો એ યોગ્ય નથી. માનવીની સમાનતા એ નગ્ન સત્ય છે, અને દરેક ધર્મે એને માન્ય રાખેલ છે. જેને સિદ્ધાંતોમાં બધા જ જીવોની સમાનતાનો સિદ્ધાંત સ્પષ્ટપણે સ્વીકારેલ છે; કારણ કે “અહિંસાને સર્વોચ્ચ સ્થાન અપાયું છે. “અહિંસા"નો અર્થ માત્ર એ જ નથી કે કોઈને મારવું નહિ, પણ એનો વ્યાપક અર્થ તો એ છે કે જાયે-અજાણ્ય કોઈના આત્માને દુઃખ પણ પહોંચાડવું જોઈએ નહિ.
એ નૈતિક અને વ્યવહારુ દષ્ટિ તો છે જ, પણ મંદિરોમાં હરિજનોને પ્રવેશતાં અટકાવવા પર કાયદાથી પણ પ્રતિબંધ મૂક્યો છે. ૧૯૫૫નાં અસ્પૃશ્યતા-ગુના-ધારો સારા યે દેશમાં ગયા જૂન માસથી અમલમાં આવતાં અસ્પૃશ્યતાને ચાલુ રાખવી તે વોરંટ વગર પકડી શકાય તેવો ગુનો છે. આ ધારો જૈન, બૌદ્ધધર્મી અથવા શીખધર્મીઓ સહિત હિંદુઓને લાગુ પડે છે. આ પરિસ્થિતિ હેઠળ હરિજનોને જૈનોના મંદિરમાં દાખલ થતા અટકાવવાનું પગલું ખેદજનક છે, આ પ્રકારનું વલણ આપણા રાષ્ટ્રની નૈતિક, સામાજિક અને આર્થિક પ્રગતિનું રુન્ધન કરશે, અને મધ્યભારતની સરકારને વિષમ પરિસ્થિતિમાં મુકાવું પડશે, જે, મારી દૃષ્ટિએ, જેનો પોતે પણ પસંદ નહિ કરે.” શ્રી શ્રેયાંશપ્રસાદજીનું આ નિવેદન બહુ સમયસરનું અને સાચી દિશાનું છે.
આપણે જો અસ્પૃશ્યતાને, આપણા ધર્મ અને મંદિરોની પવિત્રતાનું નકલી બહાનું કાઢીને ટકાવી જ રાખવા માગતાં હોઈશું, તો છેવટે કેવી કડતી રી સ્થિતિ પેદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org