________________
૨૦૬
જિનમાર્ગનું જતન
થશે તેનું બહુ જ આછું સૂચન નીચેના સમાચારમાં મળી રહે છે એ તરફ અમે સૌ કોઈનું ધ્યાન દોરીએ છીએ. પી. ટી.આઈ. સમાચા૨સંસ્થાએ તા. ૨૩-૯-૧૯૫૫ના રોજ નવી દિલ્હીથી મોકલેલા એ સમાચાર કહે છે -
“અ. ભા. હિરજન લીગની આજે મળેલી તાકીદની સભાએ આજે દેશના કોઈ પણ ભાગમાં દિગંબર જૈનોના દહેરાસરોમાં હરિજનોને ન પ્રવેશવા દેવા અંગે મંગળવારે ઇન્દોરમાં નિર્ણય કરનારાઓ સામે ફરિયાદ માંડવા ભારત સરકારને વિનંતી કરવાનો નિર્ણય કર્યો હતો. આ અંગે કાનૂની સલાહ મેળવવા ત્રણ સભ્યોની એક પેટા-સમિતિ નીમવામાં આવી હતી.
“સભાએ હરિજનોને તમામ દિગંબર જૈનોનો સામાજિક બહિષ્કાર કરવાની હાકલ કરી હતી. ઝાડુવાળાઓએ દિગંબર જૈનોનાં મકાનોમાં પોતાની સેવા આપવી. નહિ.”
આ સમાચાર બહુ ટૂંકા અને નગણ્ય જેવા પણ કોઈને લાગે. પણ અમે એને ગંભીર રીતે જોઈએ છીએ. અસ્પૃશ્યતાને ટકાવી રાખવા માટે આપણા માટે જો કાયદાનાં દ્વાર ખુલ્લાં હોય, તો પોતાની જાતનો ઉદ્ધાર કરવા માટે, જરૂર પડ્યે આવું જલદ અને કડવાશભર્યું પગલું ભરતાં હિરજનોને પણ કોણ અટકાવી શકશે ?
ખરી રીતે તો દિગંબર જૈન સમાજે આ પ્રશ્નમાં શેઠ આ. ક.ની પેઢીથી પણ આગળ રહેવું જોઈતું હતું; તેમ નથી થઈ શકયું તેની ચિંતા કરવાની જરૂર નથી. સારું કામ શરૂ કરવામાં કદી પણ મોડું થયું ન સમજવું.
જૈન સંસ્કૃતિના સામૂહિક અભ્યુદયની વ્યાપક ભાવનાથી પ્રેરાઈને અમે દિગંબર ભાઈઓને આ વાત કહી છે. તેઓ એ રીતે જ એને સમજે અને મંદિર-પ્રવેશના પ્રશ્ન સંબંધમાં પોતાનો નિર્ણય વહેલામાં વહેલી તકે જાહેર કરે એ જ અભિલાષા.
(તા. ૩૦-૪-૧૯૫૫ અને તા. ૧૫-૧૦-૧૯૫૫ના લેખોનું સંકલન)
(૮) જૈનધર્મનું સ્વયંભૂ વિસ્તરણ
ધર્મી ગણાતા સમાજમાં કે કુટુંબમાં જન્મ-લેવા-માત્રથી ધર્મી થઈ જવાતું નથી, પણ એ માટે જાતે પુરુષાર્થ કરવો પડે છે; અલબત્ત, એમાં સમાજ કે કુટુંબમાં પોષાયેલા સંસ્કારો ઉપયોગી થઈ પડે છે એ સાચું છે. વળી, જે વર્ણ કે જ્ઞાતિને આપણે ઊતરતી કોટિની માનીએ છીએ, એમાં જન્મનાર વ્યક્તિ અધર્મી કે ધર્મવિમુખ જ હોય એમ માની લેવું એ પણ અનુચિત અને સત્યની ઉપેક્ષા કરવા જેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org