________________
૧૫
ઉપેક્ષિત વર્ગોનો ધર્મ દ્વારા ઉદ્ધાર : ૫
भूएहिं जाण पडिलेह सायं समिए एयाणुपस्सी ।
“ખરેખર ભૂતકાળમાં પ્રત્યેક જીવ અનેક વાર ઉચ્ચ ગોત્રમાં અને અનેક વાર નીચ ગોત્રમાં જન્મ્યો છે.
(તેથી) એ નીચ નથી કે ઊંચ નથી એમ જાણીને કોણ ગોત્રવાદી (ગોત્રનું અભિમાન રાખવાળો) બને ? કોણ માનવાદી બને ? અથવા (કેવળ ગોત્રને લીધે, કોઈ એક પ્રાણી બીજા ઉપર મમતા રાખે ? (તેથી ગોત્રને કારણે) પંડિત ન તો હરખ કરે. કે ન તો ક્રોધ કરે.
સમજી-વિચારીને બધાં પ્રાણીઓ સાથે સહાનુભૂતિપૂર્વક વર્તે તે સમતાવાળો સમજવો.”
(૬) “સૂત્રકૃતાંગસૂત્ર'ની ચૂર્ણિ(પત્ર ૩૨૫)માં જણાવ્યું છે – अणारिया वि पव्वयंति, जहा अद्दयो । णीयागोत्ता वि, जहा हरिएसबलो। संपतं पि णीयागोत्तवज्जा पव्वाविज्जंति, अण्णदेसे वा हरिएसवज्जा।
અનાય પણ દીક્ષા લે છે, જેમ કે, આર્દ્રકુમાર. નીચ ગોત્રવાળા પણ દીક્ષા લે છે, જેમ કે, (ચાંડાળ કુળમાં જન્મેલા) હરિકેશબલ મુનિ. વર્તમાન સમયમાં નીચ ગોત્રવાળાને છોડીને બીજાને ઠીંગણા, કાળા, કૂબડા વગેરેને) દીક્ષા અપાય છે. બીજા દેશમાં હરિકેશને (ચાંડાળને) છોડીને બીજા (નીચ ગોત્રમાં જન્મેલા)ને દીક્ષા આપે
છે.”
સૂત્રકૃતાંગ-ચૂર્ણિ એ સાતમા-આઠમા સૈકાનો ગ્રંથ ગણાય છે. ઉપરનો પાઠ નીચ ગોત્રવાળા પ્રત્યે આપણે ભેદભાવ ધારણ કરતા ક્યારથી થયા તેનું સૂચન કરે છે. એ પાઠ “હરિકેશબલ જેવા નીચ ગોત્રવાળા પણ દીક્ષા લેતા હતા” એમ જૂની પરિપાટીનું સૂચન કર્યા બાદ સાતમા-આઠમા સૈકાની સ્થિતિનું વર્ણન કરતાં સૂચવે છે કે “વર્તમાન સમયમાં નીચ ગોત્રવાળાને છોડીને બીજાને દીક્ષા અપાય છે અને બીજા દેશમાં તો ચાંડાળને છોડીને બીજા નીચ ગોત્રવાળાને પણ દીક્ષા અપાય છે.”
આમાં ચૂર્ણિકારે માત્ર પોતાના સમયની રીત બતાવી છે, પણ ભવિષ્યમાં કોઈએ હરિકેશ જેવા (ચાંડાળ)ને દીક્ષા ન જ અપાય એવો સ્પષ્ટ નિષેધ નથી કર્યો એ ખાસ સૂચક વસ્તુ છે.
(૭) આવશ્યક-ચૂર્ણિ (પત્ર ૨૦૬) અને હરિભદ્રકૃત આવશ્યકવૃત્તિ (પત્ર ૭૧૮૧)માં લખ્યું છે –
दधिवाहनपुत्रेण राज्ञा तु करकण्डुना । वाटहानकवास्तव्याश्चाण्डाला ब्राह्मणीकृताः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org