________________
જિનમાર્ગનું જતન
ચાર ગાંડાઓ વચ્ચે એક ડાહ્યો હોય તો એને પણ ગાંડા જ બનવું પડે છે. જૈનોની પણ એવી જ સ્થિતિ થઈ. જતે દહાડે વૈદિકો-બ્રાહ્મણોની અસર એમના ઉપર એવી થઈ કે તેઓ પણ બ્રાહ્મણોની જેમ ઊંચ-નીચપણામાં અને સ્પર્શાસ્પર્શના નકલી વિવાદમાં અટવાઈ ગયા.
૧૯૮
અને વિશેષ વિચારવા જેવી વાત તો એ છે કે મંદિર અને મૂર્તિઓનું ભંજન કરવામાં જ ધર્મ માનનારાઓ આપણાં મંદિરોમાં જાય એમાં આપણે આભડછેટ ન માની અને જેઓ સ્વચ્છતા વગેરે આપણી પાયાની સુખાકારીમાં અગત્યનો ભાગ આપે છે તેમને આપણે મંદિરમાં પેસવાની પણ મના કરી !!
જે મુનિવરો કે સગૃહસ્થો શાસ્ત્રોને નામે હરિજન-મંદિપ્રવેશનો વિરોધ કરે છે તેઓ પોતાની પાસેના પાઠોની સાથેસાથે ઉપરના પાઠોનો પણ જરૂર વિચાર કરે. છેવટે શેઠ આ. ક. ની પેઢીએ પોતાના નિવેદનમાં “જૈન આચારને અનુસરીને દર્શનાર્થે જના૨ કોઈને પણ રોકવા નહીં” એમ જે કહ્યું છે તે તો આચાર્ય વિજયસેનસૂરિએ સેનપ્રશ્નમાં આપેલ ‘જો શરીર અને વસ્ત્ર વગેરેનું પવિત્રપણું હોય તો, પ્રતિમાપૂજનમાં નિષેધ જાણેલો નથી પરંતુ તેઓને (શ્રાવક થયેલા યવન કે માછીમારોને) લાભ જ થાય છે, એમ જાણેલ છે.” એ ઉત્ત૨ને હળવા રૂપમાં રજૂ કર્યો હોય એમ લાગે છે. ત્યાં તો પ્રતિમાપૂજનની વાત છે, જ્યારે અહીં તો માત્ર દર્શન કરવાની જ વાત છે.
જો વસ્તુસ્થિતિ આવી છે તો પછી ઉતાવળ કે આવેશમાં આવી જઈને પેઢીના નિર્ણયની સામે થવું તેમાં શાસનની સેવા છે, કે એ નિર્ણયને ઉમળકાભેર વધાવી લેવામાં શાસનની સેવા છે ? એનો સૌ કોઈ ગુણગ્રાહક અને સત્યશોધક દૃષ્ટિથી વિચાર કરે એ જ અભ્યર્થના.
-
(૬) અસ્પૃશ્યતા-નિવારણ માટે મુનિવરોની જવાબદારી
મંદિર-પ્રવેશના સંબંધમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ જાહેર કરેલ નિર્ણયના વાજબીપણા વિષે અમારા મનમાં લવલેશ શંકા નથી; અને એ સંબંધમાં અમે આજ પૂર્વે બહુ જ સ્પષ્ટતાપૂર્વક લખી ચૂક્યા છીએ. એટલે એ માટે ફરીને લખવાની જરૂર નથી. હવે તો જરૂર છે એ નિર્ણયને પચાવીને એમાં રહેલી મહત્તાને સમાજ
Jain Education International
(તા. ૩૦-૪-૧૯૫૫)
For Private & Personal Use Only
www.jainelibrary.org