________________
૨૦૦
જિનમાર્ગનું જતન પોતાના પગ ઉપર કુહાડો મારવાનું કાર્ય જાણે આપણે કરતા હોઈએ એ જોઈ ખેદ થયા વગર નથી રહેતો.
જાણવા મળ્યું છે તે પ્રમાણે પેઢીનો આ નિર્ણય પાછો ખેંચાવવા એના ઉપર દબાણ લાવવા માટે, પાલીતાણા મુકામે, એક મુનિવર્યું આમરણ ઉપવાસ, એક મુનિવરે નવ ઉપવાસ ઉપર એક આયંબિલની નિરંતર તપસ્યા અને બીજા કેટલાક મુનિવરોએ બીજી નાની-મોટી તપસ્યા શરૂ કરી છે. શાસન ઉપર આવેલ સંકટનું નિવારણ કરવા માટે પોતાથી બનતું બધું જ કરી છૂટવાની આ મુનિવરોની ભાવનાની અનુમોદના કરવા છતાં, તેમની આ તપસ્યા પાછળની દૃષ્ટિની અમે અનુમોદના નથી કરી શકતા; કારણ કે તેઓ જે નિમિત્તે તપસ્યા આદરી બેઠા છે તે હેતુ મુદ્દલ ધાર્મિક નહીં પણ સાવ ધર્મવિરોધી છે, ધર્મની પ્રભાવનાને બદલે ધર્મને કૃપણ કરનારો છે, ધર્મની રક્ષા કરવાને બદલે ધર્મને હાનિ કરનારો છે. મુનિવરોનું આ પગલું જૈનસંઘની કે પેઢીની ખોટી રીતે અવહેલના કરનારું ન નીવડે એ માટે અમે બહુ જ નમ્ર છતાં સ્પષ્ટ અને ખૂબ તોળેલો અભિપ્રાય જણાવીએ છીએ કે તેઓનું આ ઉતાવળિયું પગલું ધર્મસેવાની સાચી દિશામાં જરા પણ નથી, અને તેથી ધર્મગુરુને શોભા આપે એવું નથી. અમે તે-તે મુનિવરોને આગ્રહપૂર્વક વિનવીએ છીએ કે તેઓ તેમના આ પગલાને તરત જ પાછું ખેંચી લેશે તો એમણે ધર્મની સેવા કરી ગણાશે, અને એક સુકાઈને રફેદફે કરી નાખવાના આ કાર્યથી તેઓ ઊગરી જશે. અને આમ છતાં, જો તેઓ ગમે તે રીતે તેમના આ પગલાને વળગી રહીને પોતાની તપશ્ચર્યા ચાલુ રાખશે, તો એમાં તપસ્યાની, એમની પોતાની કે જૈનધર્મ કે જૈનસંઘની શોભામાં મુદ્દલ વધારો થવાનો નથી, અને તેથી એ પગલાંના પરિણામની જવાબદારી પણ એ મુનિવરોની પોતાની જ રહેશે.
પેઢીના આ નિર્ણયને પાછો ખેંચાવવા માટે ધર્મની કોઈ નિસ્બત વિના, જાણે માત્ર ઝનૂની જેહાદ જગવવી હોય, જાણે એની સામે દુન્યવી ટંટો જ આદરવો હોય એ રીતે જૈન સંસ્કૃતિસંરક્ષક સભાનું એક કાર્યાલય જ પાલીતાણામાં ખોલવામાં આવ્યું છે; જાણે કોઈ યુદ્ધનું સંચાલન કરવું હોય એ રીતે એ સંસ્થા કામ કરી રહેલ છે! એ માટે વિશેષ તો શું કહીએ ? પણ એટલું એ સંસ્થા અને એના ટૂંકી બુદ્ધિવાળા સંચાલકો જરૂર સમજી રાખે કે તેઓ અત્યારે જે પ્રવૃત્તિ આદરી બેઠા છે તેને જૈન સંસ્કૃતિના સંરક્ષણ સાથે કશી જ લેવા-દેવા નથી; એમનું આ કાર્ય તો જૈન સંસ્કૃતિને માટે ઘાતક છે,
તપસ્યા ઉપર ઊતરેલા મુનિવરોને ફરી-ફરી વિનવીએ છીએ કે જૈનધર્મના મૂળભૂત સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને તેઓ પેઢીના આ નિર્ણયની મહત્તા અને ઉત્તમતા. સમજવાનો પ્રયત્ન કરે, અને ખોટે માર્ગે ચડી ગયેલી એમની તપસ્યાને વહેલામાં વહેલી તકે સંકેલી લે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org