________________
ઉપેક્ષિત વર્ગોનો ધર્મ દ્વારા ઉદ્ધાર : ૪
૧૯૧ સંસર્ગદોષથી બ્રાહ્મણધર્મની આ વિપરીત વૃત્તિ આપણા ઉપર એવી અસર કરી ગઈ કે એને આપણે આપણી પોતાની જ વૃત્તિ માનવા લાગ્યા.
(૨) વીતરાગની પૂજાની સાથે-સાથે મંદિરોમાં દેવ-દેવીઓની પૂજા જેમજેમ વધતી ગઈ, તેમતેમ પૂજાના આત્મશુદ્ધિરૂપ મૂળભૂત હેતુથી આપણે દૂર થતા ગયા અને એના બદલે ઐહિક લાલસાઓ આપણું પ્રેરક બળ બની બેઠી. પરિણામે પૂજા તો વીતરાગની કરતા રહ્યા, પણ રખે ને દેવ કે દેવી રૂઠી જાય એ વાતથી જ વધુ ને વધુ ડરતા થયા. આથી આશાતના પામેલ દેવ કે દેવી કોપાયમાન થશે તો શું થશે એવા ભય અને વહેમની લાગણી આપણામાં ઘર કરવા લાગી.
(૩) મંદિરોમાં શિલ્પકલાની સમૃદ્ધિની સાથેસાથે અથવા એના બદલે સોના, ચાંદી કે ઝવેરાતની આર્થિક સમૃદ્ધિ વધતી ગઈ તેમતેમ દેવમંદિરોનાં દ્વારા મોકળાં મટીને વધુ ને વધુ બંધ થતાં ગયાં.
આમ, અભિમાન, ભય ને લોભના માર્યા આપણે એક આખા માનવ-સમૂહને ધર્મક્ષેત્રમાં પણ હલકો ગણીને છેવટે એની આભડછેટ પાળતા થઈ ગયા.
એક કાલ્પનિક દાખલો લઈએ: અસ્પૃશ્યતાનિવારણનું કામ મહાત્મા ગાંધીજીને પ્રાણથી પણ અધિક પ્યારું હતું એ એક હકીકત છે. આજથી ચારસો-પાંચસો વર્ષ પછી જો કોઈ ગાંધીભક્ત બ્રાહ્મણ ગાંધીજીનું મંદિર બંધાવીને બહાર પાટિયું મારે કે આ મંદિરમાં કોઈ હલકા માણસે દાખલ થવું નહીં, તો એ કેવું બેહૂદું લાગે? પણ આ કલ્પના સત્ય ન બને એમ માનવાને કશું કારણ નથી!
એટલે અહિંસાને માર્ગે જીવમાત્ર સાથે મૈત્રી સાધવાની અને અનેકાન્તને માર્ગે સર્વધર્મ સાથે સમન્વય સાધવાની સ્થિર અને ધીર પ્રેરણા કરતા જૈનધર્મનાં મૂળભૂત શાસ્ત્રોનું વલણ એક આખા માનવસમૂહને માટે મંદિઅવેશનો નિષેધ કરનારું કેવી રીતે હોઈ શકે એ સમજાતું નથી. જન્મ, જાતિ કે વર્ણના કારણે આવો નિષેધ કરવો એ તો ધર્મનો પોતાનો વિરોધ કરવા જેવું અકાર્ય છે. આવું વલણ જૈનધર્મશાસ્ત્રોને કદી પણ મંજૂર ન હોય એ સહેજે સમજાય એવી વાત છે.
અહીં તો મંદિર-પ્રવેશ સંબંધમાં જૈન શાસ્ત્રોનું વલણ કેવું હોઈ શકે એનો જ કંઈક વિચાર કરવો પ્રસ્તુત હોઈ શાસ્ત્રોના ઉલ્લેખોનો વિચાર અત્યારે નહીં કરીએ. પણ એટલી વાત ચોક્કસ કે જૈનધર્મના મૌલિક સિદ્ધાંતોથી જેમનું વલણ વિરુદ્ધ દિશામાં જતું હોય તેવા ગ્રંથોને ધર્મશાસ્ત્રો માનીને તેવી આજ્ઞાઓને અનુસરવાનું હજુ પણ જો ચાલુ રાખીશું, તો જેનધર્મની પાયાની સર્વકલ્યાણકારી ભાવનાથી રચાતા સુરક્ષાક્ષેત્રની બહાર નીકળી જઈને છેવટે આપણે જ ફેંકાઈ જઈશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org