________________
ઉપેક્ષિત વર્ગોનો ધર્મ દ્વારા ઉદ્ધાર : ૧
૧૮૩
આત્મસાધનાના ઉત્તમ ધ્યેયને વરેલ સાધ્વી-સમુદાયની પરંપરા ચાલુ હોવાનું જાણવા મળતું નથી.
મતલબ કે જૈનધર્મે સાધ્વીસંઘની સ્થાપના દ્વારા નારી પ્રતિષ્ઠા અને નારીઉત્થાન જેવા માનવજાતના કલ્યાણના કાર્યને પ્રોત્સાહન આપવામાં જે વિશિષ્ટ કામગીરી બજાવી છે, તે ભારતવર્ષની દૃષ્ટિએ વિશિષ્ટ અને અનોખી કહી શકાય એવી છે. એટલે સમયે-સમયે નારીઉત્કર્ષ માટેની આ કામગીરીમાં જરા ય ઓટ આવવા ન પામે અને એ કામ કાળપ્રવાહ મુજબ નિરંતર થતું રહે એ માટે પૂરતી જાગૃતિ અને સક્રિયતા રાખવી એ જૈનસંઘની ખાસ ફરજ છે.
ભગવાન મહાવીરના સ્ત્રીઓના ઉદ્ધારના કાર્યને બિરદાવતાં કોઈ પ્રસંગે આપણા રાષ્ટ્રીય સંત આચાર્ય વિનોબા ભાવેએ, ક્યારેક આવા હૃદયસ્પર્શી ઉગારો કાઢ્યા હતા:
જ્યાં સુધી હું જોઈ શકું છું ત્યાં સુધી, ભારતમાં સ્ત્રીઓના ઉદ્ધારને માટે જે પ્રયત્ન થયો, તેમાં પ્રાચીન સમયમાં ભગવાન કૃષ્ણ અને ભગવાન મહાવીરનાં નામો નજરે પડે છે, અને અત્યારના સમયમાં ગાંધીજીનું. ભગવાન મહાવીરનો ઇતિહાસ એક અદ્ભુત ઇતિહાસ છે. જે જમાનામાં મહાવીર થયા એમાં જ ગૌતમબુદ્ધ થયા. બંનેના વિહારનો પ્રદેશ એક હતો. તેથી સંભવ છે કે બુદ્ધ મહાવીરને જોયા હોય; જે હોય તે.
“ભગવાન મહાવીરે પોતાના સંઘમાં સ્ત્રી અને પુરુષમાં ભેદભાવ નહોતા કર્યા - (સંઘમાં દાખલ થવા જેવો) સામાન્ય અધિકાર બંનેનો એકસરખો હતો. તે આજકાલના અધિકારથી જુદો આધ્યાત્મિક અધિકાર હતો, જે પુરુષોની જેમ સ્ત્રીઓને પણ સુલભ કર્યો હતો. એનું પરિણામ એ આવ્યું હતું કે વીર-સંઘમાં સાધુઓ કરતાં આર્થિકાઓની સંખ્યા વધારે હતી. આ પરંપરા જૈનોમાં અત્યાર સુધી ચાલી આવે છે. આજ પણ જૈન સાધ્વીઓ મોજૂદ છે.
જૈનધર્મમાં એક નિયમ છે કે સાધુ એકલા વિહાર ન કરી શકે; બે સાધુઓ કે બે સાધ્વીઓ સાથે વિહાર કરે છે. એ નિયમ મુજબ બે-બે બહેનો સાથે મળીને ભારતમાં વિહાર કરતી જોવામાં આવે છે. બિહાર, મારવાડ, ગુજરાત, કોલ્હાપુર અને તામિલનાડુ તરફ આ રીતે વિહાર કરતી બહેનો જોવા મળે છે; આ એક બહુ મોટી વિશેષતા છે.
બુદ્ધ સ્ત્રીઓને સંઘમાં દીક્ષિત કરવાને યોગ્ય ન લખી. તેઓ માનતા હતા કે સ્ત્રીઓને દીક્ષા આપવાથી ધર્મમર્યાદા નહીં સચવાય. પરંતુ એક દિવસ એમના શિષ્ય આનંદ એક સ્ત્રીને લઈ આવ્યા, અને એને એમણે બુદ્ધદેવની સામે રજૂ કરી. આનંદના આગ્રહથી બુદ્ધે એને દીક્ષા તો આપી, પણ કહ્યું કે “હે આનંદ, તારા આગ્રહ અને પ્રેમને કારણે મેં આ કામ તો કર્યું છે, પણ એથી આપણા સંઘ ઉપર એક મોટું જોખમ આવી પડ્યું છે. એ પછી બૌદ્ધ ઇતિહાસમાં આ ભય અને આ શંકાનું પરિણામ જોવા મળે જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org