________________
૧૮૨
જિનમાર્ગનું જતન પણ પાર્શ્વનાથના અનુયાયી હોવાના તેમ જ તે વખતે પાર્શ્વ શ્રમણ પરંપરાના કેશીકુમાર શ્રમણ જેવા શ્રમણો મોજૂદ હોવાના નિર્દેશો આપણાં શાસ્ત્રોમાં સચવાયેલા છે; પણ પાર્થસંઘની ભિક્ષુણીઓ વિદ્યમાન હોવાનો કોઈ પુરાવો મળતો નથી. ફક્ત અઢીસો વર્ષ જેટલા ટૂંકા સમયમાં પાર્શ્વનાથના સંઘના સાધ્વીસંઘનું નામશેષ થઈ જવું તેમ જ ચતુર્વિધ સંઘમાંનાં બાકીનાં ત્રણ અંગોમાંની સંખ્યા પણ સારા પ્રમાણમાં ઘટી જવી) એ કાં તો આપણી આંતરિક સંઘવ્યવસ્થાની કોઈ મોટી ખામીને લીધે અથવા તો બાહ્ય પરિબળોને કારણે બન્યું હોય.
વળી, એ પણ ઈતિહાસસિદ્ધ વાત છે કે ભગવાન મહાવીરે પોતાના તીર્થપ્રવર્તનની સાથેસાથે – પ્રથમ તબક્કે જ – શ્રમણીસંઘની સ્થાપના કરી હતી, ત્યારે ભગવાન બુદ્ધે પોતાના ધર્મચક્રનું પ્રવર્તન કર્યા પછી કેટલાંક વર્ષ બાદ, અને તે પણ પોતાના મુખ્ય શિષ્ય આનંદના અનુરોધથી, તેમ જ કંઈક આનાકાની સાથે, ભિક્ષુણી-સંઘની સ્થાપના કરી હતી. પણ બૌદ્ધ ધર્મની આ ભિક્ષુણીસંઘની પરંપરા લાંબો વખત સુધી ચાલુ ન રહી; અને સમય જતાં, એ બંધ થઈ ગઈ. એટલે અત્યારે બૌદ્ધસંઘમાં ભિક્ષુણીઓ કયાંય રહેવા પામી હોય એમ જાણવા મળતું નથી. આ બાબતમાં કંઈ હકીકતદોષ હોય તો તે દૂર કરવા જાણકારોને વિનંતિ છે.)
આ હકીકત ઉપરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે સમયના વહેવા સાથે, પાર્શ્વનાથ અને બુદ્ધના ધર્મસંઘમાં ભિક્ષણી-સંઘની પરંપરા બંધ થઈ ગઈ હતી, ત્યારે ભગવાન મહાવીરે સ્થાપેલ શ્રમણીસંઘની પરંપરા અત્યારે, પચીસસો વર્ષ જેવા સુદીર્ઘ સમયના અંતર પછી પણ, અખંડરૂપે ચાલુ રહી છે, અને એમાં વિદ્વત્તા અને ચારિત્ર્યપાલનની - જ્ઞાન અને ક્રિયા બંનેની સાધનાની – દૃષ્ટિએ શ્રેષ્ઠ કહી શકાય એવાં શ્રમણીરત્નો ભૂતકાળમાં થઈ ગયાં હતાં અને વર્તમાનમાં પણ વિદ્યમાન છે. સાધ્વીસંઘ-સહિત ચતુર્વિધ સંઘનું આ રીતે અખંડ પરંપરારૂપે ટકી રહેવું એ અનુકૂળ કાળબળ કરતાં પણ વિશેષ કરીને ભગવાન મહાવીરે અને એમના ગણધરોએ ઘડેલી, પ્રરૂપેલી અને સમય જતાં સંઘસ્થવિર, જ્ઞાની, ચારિત્રસંપન્ન આચાર્યોએ પ્રાણની જેમ સાચવેલી, પોષેલી અને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અનુસાર સંમાર્જિત કરેલી તેમ જ વધારેલી સંઘવ્યવસ્થાને જ આભારી છે. ચતુર્વિધ સંઘના યોગક્ષેમનું સતત ધ્યાન રાખતી આ સંઘવ્યવસ્થાને એક મૂર્ત થયેલા નિત્યરક્ષણીય આદર્શ રૂપ જ લેખવી જોઈએ.
ભગવાન મહાવીરના ધર્મસંઘમાં શ્રમણીસંઘની અસ્મલિતપણે ચાલી આવતી પરંપરાને જોઈને ખ્રિસ્તી ધર્મના પાલન અને પ્રસારના ધ્યેયને માટે પોતાનું જીવન સમર્પિત કરનાર સાધ્વીઓ (nuns)ની મહાત્મા ઇસુએ સ્થાપેલી અખંડ પરંપરાનું સ્મરણ થઈ આવે છે. આ સિવાય બીજા કોઈ ધર્મમાં, છેક પ્રાચીન કાળથી તે અત્યાર સુધી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org