________________
જિનમાર્ગનું જતન
“પણ જે ભય બુદ્ધને હતો,
મહાવીરને ન હતો એ જોઈને હૃદય નમી પડે છે. મહાવીર નીડર હતા એનો મારા મન ઉપર ઊંડો પ્રભાવ પડ્યો છે, અને તેથી મહાવીર તરફ મને અધિક આકર્ષણ છે, બુદ્ધનો પણ મહિમા કંઈ ઓછો નથી; મહાપુરુષોની વૃત્તિઓ જુદા-જુદા પ્રકારની હોય છે. છતાં કહેવું પડે છે કે ગૌતમ બુદ્ધને વ્યાવહારિક ભૂમિકા સ્પર્શી ગઈ હતી, જ્યારે મહાવીરને એ ન સ્પર્શી શકી; તેઓએ સ્ત્રી અને પુરુષ વચ્ચે ભેદ ન કર્યો. મહાવીર પોતાની પ્રતિજ્ઞામાં દૃઢ રહ્યા, તેથી મારા મનમાં એમના તરફ વિશેષ આદર છે. એમાં જ એમનું મહાવી૨૫ણું છે.” ભગવાન મહાવીરે સમાજવ્યવસ્થામાં અહિંસામૂલક જે જબરું અને ક્રાંતિકારી કહી શકાય એવું પરિવર્તન કર્યું હતું, એમાં સ્ત્રીવર્ગના ઉદ્ધારનું કાર્ય આપમેળે જ સમાઈ જાય છે. સ્ત્રીઓના ઉદ્ધારના ભગવાન મહાવીરના ભગીરથ કાર્યનું શ્રી વિનોબાજીએ કેવું યથાર્થ શબ્દચિત્ર દોર્યું છે !
આપણે ઇચ્છીએ તો તેઓના આ ઉદ્ગારો આપણા સાધ્વીસંઘના વિકાસની આઠે શાસ્ત્રમર્યાદાઓના નામે મૂકવામાં આવેલા નકલી અવરોધોને દૂર કરવામાં ઉપયોગી થાય એવા છે. આમાં શું કરવું એ આપણા પોતાના જ હાથની વાત છે. (તા. ૩-૭-૧૯૭૧)
૧૮૪
નારી-સમુદાયના વિશેષ ઉત્કર્ષનો સમય જાગ્યો હોય એમ, જોગાનુજોગ, નારીવર્ગ સમેત સમગ્ર માનવજાતિને પોતાના ઉદ્ધારનો માર્ગ બતાવનાર ભગવાન મહાવીરના પચીસસોમા નિર્વાણકલ્યાણકની વ્યાપક ઉજવણીના તાજેતરમાં જ પૂરા થયેલ વર્ષ દરમ્યાન જ સંયુક્ત રાષ્ટ્રસંઘ-પ્રેરિત આંતરરાષ્ટ્રીય નારીવર્ષની શરૂઆત થઈ છે, અને દેશ-વિદેશમાં, ઠે૨-ઠે૨, મોટા પાયા ઉપ૨ દલિત નારીવર્ગના ઉત્થાન માટે અને પ્રગતિશીલ નારીવર્ગની વિશેષ પ્રગતિ માટે વિચારણાઓ ચાલી રહી છે અને કેટલીક યોજનાઓ પણ ઘડાઈ રહી છે.
પરિસ્થિતિ વળાંક લઈ રહી છે એ સંજોગોમાં જૈનસંઘની વિશેષ ફરજ શું હોઈ શકે એ આપણે સમજવા તૈયાર હોઈએ તો આપણને એ વાત સમજતાં વા૨ ન લાગવી જોઈએ કે આ દિશામાં જૈનસંસ્કૃતિ અને જૈનસંઘ મહત્ત્વનો અને ગૌરવભર્યો ફાળો આપી શકે એમ છે. આ માટે આપણા શ્રાવિકા-સંઘની સ્થિતિ સુધરે, એનો અભ્યાસ આગળ વધે અને સાધ્વી-સંઘ જ્ઞાન અને ક્રિયાની વિશિષ્ટ સાધના કરીને પોતાનો આંતરિક વિકાસ સાધવાની સાથે પોતાના વ્યક્તિત્વને વિશેષ પ્રભાવશાળી બનાવી શકે એવી વ્યવહારુ અને નક્કર યોજના ઘડવામાં આવે તો તેથી આપણા ધર્મ અને સંઘને લાભ થવા ઉપરાંત સમાજ અને રાષ્ટ્રને પણ ઘણો લાભ થઈ શકે.
(તા. ૮-૧૧-૧૯૭૫ના લેખમાં તા. ૩-૭-૧૯૭૧ના લેખના અંશો સંકલિત)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org