________________
ઉપેક્ષિત વર્ગોનો ધર્મ દ્વારા ઉદ્ધાર : ૩
૧૮૭ “સંન' શબ્દ આવે છે. આ શબ્દથી સ્ત્રીમુક્તિનું સમર્થન થાય છે; જ્યારે દિગંબર સંપ્રદાયની પરંપરાગત માન્યતા સ્ત્રી-મુક્તિનો નિષેધ કરનારી છે. તેથી દિગંબર સંપ્રદાયના એક આચાર્ય શ્રીમાનું શાંતિસાગરજીએ તા.૧૯-૨-૧૯૫૦ના રોજ ગજપથા. તીર્થમાં આદેશ આપ્યો છે કે આ ૯૩માં સૂત્રમાંનો સંગ શબ્દ ત્યાંથી કાઢી નાખવામાં આવે.
દિગંબર ભાઈઓનું આ પગલું અમને તો વિઘાતક જ લાગ્યું હતું, અને તેથી અમે ઉપર જણાવેલ ટૂંકી નોંધમાં એ અંગે નિર્દેશ કર્યો હતો. સાથે-સાથે એ નોંધમાં અમે આ અંગે માહિતીપૂર્ણ વિસ્તૃત નોંધ લખવાની અમારી ધારણા હોવાનું પણ જણાવ્યું હતું. આવી નોંધ તૈયાર કરીને પ્રગટ કરતાં હજુ થોડો સમય લાગવા સંભવ છે. પણ આ થોડા સમય દરમ્યાન હવે તો એવી પણ સંભાવના ઊભી થઈ છે કે કદાચ અમે આવી વિસ્તૃત નોંધ પ્રગટ કરવાનો વિચાર પડતો પણ મૂકીએ; કારણ કે એ નોંધ પ્રગટ કરવાનો અમારો મુખ્ય આશય તો આ પ્રત્યુત્તરની ઝીણવટભરી છણાવટ કરીને દિગંબરભાઈઓએ લીધેલ પગલામાં રહેલી ગંભીરતા, ભયંકરતા તેમ જ અદૂરદર્શિતા દર્શાવવાનો હતો, જેથી તેઓ આવા અવિચારી પગલાંથી પાછા હઠે અને થઈ ગયેલી ભૂલ વધુ નુકસાન કરી બેસે તે પહેલાં તેને સુધારી લે. દિગંબર સંપ્રદાયનાં વર્તમાનપત્રો જોતાં તેમને ત્યાં આ માટે ઠીક-ઠીક જાગૃતિ આવી હોય અને કેટલાક ભાઈઓએ પ્રસંગની ગંભીરતા બરોબર પિછાણી હોય એમ લાગે છે. આ બધું જોતાં ભવિષ્યમાં આ સંબંધી વિસ્તૃત નોંધ લખવાનો વિચાર અમે છોડી દઈએ એ બનવાજોગ છે; છતાં અત્યારે અમે આ સંબંધી છેવટના કશા નિર્ણય ઉપર આવતા નથી એ તો ખરું જ.
દરમ્યાન આગરાથી પ્રગટ થતા, ભારતવર્ષીય દિગંબર જૈન મુખપત્ર “જૈનસંદેશ'ના તા. ૨૪-૧૯૫૦ના અંકમાં પ્રગટ થયેલ નીચેના સમાચાર અહીં રજૂ કરવાનું યોગ્ય ધારીએ છીએ:
“ષખંડાગમના ૯૩માં સૂત્રમાંના “લંનઃ' પદને લઈને સમાજમાં ખૂબ ચર્ચા ચાલી છે. આચાર્ય શાંતિસાગરજીએ એ પદને કાઢી નાખવાની જાહેરાત કરી છે. પણ આચાર્ય અભિનંદનસાગર મુનિમહારાજનો એક પત્ર હાલમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિને મળ્યો છે, તેમાં તેઓએ લખ્યું છે: “પખંડાગમમાં “સંનદ' શબ્દ જરૂર જોઈએ. એના વગર પખંડાગમની દુર્દશા થઈ જશે. આચાર્યશાંતિસાગર-જિનવાણી-જીર્ણોદ્ધાર કમિટીના પ્રતિષ્ઠિત સભ્ય બારામતીનિવાસી રાજારામ ચતુરચંદનો પણ એ જ મત છે. બારામતીના શેઠ તુલજારામ ચતુરચંદનો પણ એ જ મત છે. બારામતીના પંચસમસ્તે એક ઠરાવ સર્વાનુમતે પસાર કરીને ઉપર જણાવેલી કમિટી ઉપર મોકલી આપ્યો છે કે “આ શબ્દ અજ્ઞાનના કારણે કાઢી નાખવામાં આવ્યો છે, અને આ રીતે તામ્રપત્રમાં જિનવાણીનો અવિનય કરવામાં આવ્યો છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org