________________
ઉપેક્ષિત વર્ગોનો ધર્મ દ્વારા ઉદ્ધાર ઃ ૨
(૨) સાધ્વી-સમુદાયના વિકાસ માટે શ્રાવક-સમાજ જાગૃત બને
ભક્તિ એ અમૃત છે; અને એનાથી વ્યક્તિ અને સમાજ બંનેનો વિકાસ થાય છે. પણ જ્યારે એમાં અંધપણું કે ઘેલાપણું ભળે છે, અને નિર્ભેળ અને સાચી ભક્તિ અંધભક્તિ કે ઘેલી ભક્તિ જેવું વિવેકશૂન્ય રૂપ ધારણ કરે છે, ત્યારે એ વિકાસપ્રેરક બનવાને બદલે પ્રગતિરોધક બની જાય છે. ક્યારેક તો વિવેકહીન ભક્તિ અને પરતંત્રતા વચ્ચે ઝાઝી ભેદરેખા રહેવા પામતી નથી.
૧૮૫
તપગચ્છના સાધ્વીસમુદાયની મોટા ભાગની પ્રગતિ રૂંધાઈ જવાનું કારણ એની સાધુ-સમુદાય પ્રત્યેની સમજણ અને વિવેક વગરની ભક્તિનો અતિરેક હોય એમ લાગે છે. ક્યારેક કોઈને આ દેખાતી ભક્તિની પાછળ ભયની આછીપાતળી લાગણી કામ કરતી લાગે તો એ પણ બનવાજોગ છે. પણ સાધ્વી-સમુદાયની આવી અપક્વ ભક્તિથી અને સાધુ-સમુદાય દ્વારા શાસ્ત્ર અને પરંપરાને નામે ઊભા કરવામાં આવેલા ભયથી શાસનને તો અત્યાર સુધીમાં પાર વગરનું નુકસાન જ થયું છે; અને હજી પણ આ ખોટનો ધંધો બંધ કરીને ધર્મના સાચા માર્ગે ચાલવાનું આપણા બહુ જ ઓછા ધર્મગુરુઓને સૂઝે છે !
તેમાં ય જ્યારે તપગચ્છનાં કોઈ-કોઈ સાધ્વીઓ પોતે જ ઊઠીને સાધ્વીઓની શાસ્ત્રાભ્યાસ અને ધર્મોપદેશ માટેની છૂટનો વિરોધ કરે છે, ત્યારે તો સ્તબ્ધ જ થઈ જવાય છે. પણ આવાં નકલી, શાસ્ત્રવિરોધી અને ધર્મભાવનાને પ્રતિકૂળ એવાં બંધનો હવે ચાલુ રહી શકે એમ નથી; એ ચાલુ રહેવાં પણ ન જોઈએ.
તેથી મુંબઈ ભાયખલા શ્રી મોતીશા ટ્રસ્ટના શાણા અને સમયપારખુ ટ્રસ્ટીમહાનુભાવો દીર્ઘદૃષ્ટિ વાપરીને સાધ્વીજી શ્રી શીલવતીશ્રીજી, મૃગાવતીશ્રીજી આદિને ચોમાસાની વિનંતિ કરીને મુંબઈ લઈ ગયા, અને ભાયખલામાં એમને વ્યાખ્યાન વગેરેની પૂરેપૂરી મોકળાશ કરી આપી એ એક અનુમોદનીય, માર્ગદર્શક અને પ્રે૨ક ઘટના બની છે એમ કહેવું જોઈએ.
આ સાધ્વીજીઓના આ ચાતુર્માસ પ્રસંગે સાધ્વીજી શ્રી ખાંતિશ્રીજીએ એક ટૂંકો છતાં પ્રેરક સંદેશો મોકલ્યો છે, તે વાંચવા જેવો છે. મુંબઈથી પ્રગટ થતા ‘સેવા-સમાજ’ પત્રના તા. ૩-૭-૧૯૬૬ના અંકમાં છપાયેલ એ સંદેશો કહે છે
Jain Education International
“વિદુષી સાધ્વીજી મૃગાવતીશ્રીજી વગેરેનું ચાતુર્માસ કરાવી વ્યાખ્યાન અપાવવા અને સાંભળવાનું હિંમતભર્યું જે પગલું ભર્યું છે તે ધન્યવાદને પાત્ર છે. સાધ્વીસંસ્થાની શક્તિને ઘણા વખતથી કચરી નાખવામાં આવી છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org