________________
૧૩૨
જિનમાર્ગનું જતન એ માટે મૂગાં પશુઓ અને જીવજંતુઓ ઉપર ગુજારવામાં આવતા ત્રાસનું તેમ જ એમની થતી હત્યાનું પણ સારા પ્રમાણમાં નિવારણ થઈ શકે.
(તા. ૧૪-૭-૧૯૭૩)
(૧૦) મત્સ્યોધોગ અને સરકાર
અમદાવાદથી પ્રગટ થતા “ગુજરાત સમાચાર' દૈનિક પત્રના તા. ૨૬-૧૦ ૧૯૬૦ના અંકના “વાચકોનું મંતવ્ય' વિભાગમાં શ્રી “સ્નેહાબ્ધિ' (વેરાવળ)નું એક લાંબું લખાણ પ્રગટ થયું છે. એ લખાણનો હેતુ “મસ્યોદ્યોગના વિકાસમાં સરકારે સાથ ન આપવો' એવી મતલબના વિરોધી ઠરાવો કરવાથી પ્રજાએ વેગળા રહેવું જોઈએ – એવી શિખામણ આપવાનો છે.
પોતાના આ હેતુના સમર્થનમાં એમણે જે વિધાનો કર્યા છે, તેમાંનાં ઘણાંખરાં બુદ્ધિની કસોટીએ પાર ન ઊતરે એવાં, તેમ કેટલાંક તો કોઈ પણ તટસ્થ વિચારકને ગળે ઊતરવાને બદલે હાસ્યાસ્પદ લાગે તેવાં પણ છે. તેથી તેમનાં લખાણમાંનાં કેટલાંય વાકયો અને કેટલાય શબ્દો પણ આકરી સમાલોચના માગી લે એવાં છે. પરંતુ એ બધાંનો અક્ષરશઃ જવાબ આપવાથી વિશેષ લાભ ભાગ્યે જ થાય. એટલે એમાંના મુખ્ય મુદ્દાઓનો જવાબ આપવો જ યોગ્ય લાગે છે.
આ લખાણમાં પાયાની ખામી તો એ જ જણાય છે કે અહિંસા અને હિંસાની ભિન્ન વૃત્તિઓનો સ્પષ્ટ ખ્યાલ લેખકને છે કે કેમ એ જ પ્રશ્ન છે; એક ઠેકાણે તેઓ લખે છે : “અસંખ્ય માછલાંને બચાવવા પાછળનો આપણા શાકાહારી વર્ગનો કયો હેતુ છે ? કેવળ એ જ ને કે તેઓ તેમની મેળે જન્મે ને તેમની મેળે મરી જાય; માણસે તેમની વચમાં ન પડવું? તેઓ સર્જાય, પોષાય ને નાશ પામે તે તેમની મેળે ભલે થતું. જો આનું જ નામ અહિંસા હોય તો તે ખોટી અહિંસા છે.”
અહિંસાની બે બાજુઓ છે: એક નિષેધાત્મક અને બીજી વિધેયાત્મક. નાના કે મોટા કોઈ પણ જીવનો પ્રાણ લેવાના કે એને દુઃખ આપવાના ભાગીદાર કે નિમિત્ત ન બનવું, એવા નિમિત્ત બનવાનો નિષેધ કરવો તે તેની નિષેધાત્મક બાજુ, અને કોઈ પણ જીવનો પ્રાણ બચાવવાના કે એનું દુઃખ દૂર કરવાના ભાગીદાર કે નિમિત્ત બનવું એ તેની વિધેયાત્મક બાજુ, જેને આપણે ત્યાં “કરુણા' તરીકે ઓળખવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org