________________
અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૧૮
૧૫૭
કર્યો ત્યારે ૧૯૭૭-૭૮નું વર્ષ વીતી ગયું હતું, એટલે મૂળ દરખાસ્ત રહી નહિ; તેની માત્ર નોંધ લેવામાં આવી. પણ તે સાથે સ્ટેન્ડિંગ કમિટીએ અભિપ્રાય વ્યક્ત કર્યો કે, ૧૯૭૮-૭૯ માટે મેકોને કોન્ટ્રાક્ટ આપવો, અને તે માટે ધોરણસર દરખાસ્ત રજૂ કરવા કમિશ્નરને સૂચના આપી. સ્ટેન્ડિંગ કમિટીના ૧૬ સભ્યો હોય છે. પણ જનતા પક્ષના સભ્યોએ રાજીનામું આપ્યું હોવાથી માત્ર ૯ સભ્યો રહ્યા છે. તેમાંથી આ બેઠકમાં ૮ સભ્યો હાજર હતા. ૧૯૭૭-૭૮ની દરખાસ્ત ઊડી જતાં આવો અભિપ્રાય આપી, નવી દરખાસ્ત રજૂ કરવા કમિશ્નરને સૂચના આપવાની શું જરૂર હતી?
આ હકીકતો ઉપરથી કેટલાક મહત્ત્વના અને કાયદાના મુદ્દાઓ ઉપસ્થિત થાય છે. પૌષ્ટિક ખોરાક આપવાના કાર્યક્રમમાં ઈંડાં આપવાનો નિર્ણય કરવો તે પાયાની નીતિનો પ્રશ્ન છે. આવો નિર્ણય મારા મત મુજબ કોર્પોરેશન જ કરી શકે. ખાસ કરી જ્યારે આ બાબતનો ખૂબ વિરોધ થયો હતો અને અતિ વિવાદાસ્પદ પ્રશ્ન છે, ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ૮ સભ્યો જ આવો નિર્ણય કરે એ સર્વથા અનુચિત છે અને કૉર્પોરેશને તેની પુનઃવિચારણા કરવી જ જોઈએ
“મારા મત મુજબ કૉર્પોરેશન પણ ઈંડાં આપવાનો નિર્ણય કરી શકતી નથી. કોર્પોરેશન મુંબઈની સમસ્ત પ્રજાની પ્રતિનિધિ સંસ્થા છે. પ્રજાનો મોટો વર્ગ આ બાબતનો વિરોધ કરતો હોય તો આવો નિર્ણય તેમનાં બાળકો ઉપર લાદવાનો કોર્પોરેશનને અધિકાર નથી; તેમ કરવામાં ડહાપણ નથી. પ્રજાના મોટા વર્ગની ધાર્મિક લાગણી દુભાય તેવું કોર્પોરેશને કરવું ન જ જોઈએ. અનેક પ્રકારના પૌષ્ટિક ખોરાક, જેમાં કોઈને વિરોધ ન હોય તેવા આપી શકાય છે, ત્યારે શાકાહારીનો વિરોધ હોય તેવાં ઈંડાં આપવાનો દુરાગ્રહ રાખવો ન જોઈએ. આ નિર્ણય સામે વિરોધનાં બીજાં ઘણાં કારણો છે. બાળક અનુકરણ તુરત કરે છે. માંસાહારી કુટુંબનાં બાળકોને જ ઈંડાં આપવામાં આવે તો પણ બીજા બાળકો તેનું અનુકરણ કરતાં થઈ જાય અને અંતે માંસાહારી થાય.
ઈંડાં આપવા આરોગ્યની દૃષ્ટિએ પણ અનિચ્છનીય છે. સડેલાં, બગડી ગયેલાં, વાસી હોય. સ્વચ્છતાની દૃષ્ટિએ હાનિકારક છે : ઈંડાં ફૂટી જાય અને કપડાં બગડે. તે બરાબર લેતાં ન આવડે અને ગંદકી થાય.
“હવે ખર્ચનો હિસાબ ગણીએ તો એક ઈંડાના આઠ આના કિમત છે. મ્યુનિસિપલ સ્કૂલોમાં ૬ લાખ બાળકો અભ્યાસ કરે છે. જો બધાં બાળકોને આપવામાં આવે તો રોજનું ત્રણ લાખનું ખર્ચ થાય. કમિશ્નરે એકાંતરે પાંચ હજાર ઈંડાં આપવાની દરખાસ્ત કરી હતી; માત્ર પાંચ હજાર ઈંડાં બાળકોને એકાંતરે આપવાનો શો અર્થ છે? પછી ઉત્તરોત્તર વધતાં જશે. પ્રજાના પૈસા આવી રીતે વેડફી નાખવાનો કોર્પોરેશનને શો અધિકાર છે?
પ્રજાના મોટા વર્ગની ધાર્મિક લાગણી દુભાય તેનો કોર્પોરેશનના સભ્યોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org