________________
અહિંસાદર્શન અને અહિંસક આચારોઃ ૨૨
૧૬૯ ગણાઈ ગયું હશે એમ લાગે છે. આ રીતે ફાંસી એ રાજ્યની દંડશક્તિનું પ્રતીક બની ગઈ હશે.
અને છતાં માત્ર માનવતા, સહૃદયતા અને સહાનુભૂતિથી જ નહિ, પણ મનોવિજ્ઞાનની પૂર્ણ દૃષ્ટિથી વાતનો વિચાર કરતાં, કોઈકોઈ પ્રસંગે એમ જરૂર મનમાં થઈ આવે છે, કે રાજ્યની કાયદાપોથીમાંથી ફાંસીની સજાને રુખસદ મળી હોત તો કેવું સારું !
કોઈક કિસ્સામાં, અમુક માનવી ફાંસીને માંચડે ચડી ગયા પછી એવું પણ જાણવા મળે છે, કે એ માનવી તો સાચી રીતે નિર્દોષ હતો, પણ પોતાનો સબળ બચાવ કરવામાં એ નબળો પુરવાર થયો, કે પોતાની નિર્દોષતા સાબિત કરી શકે એવા આધારભૂત પુરાવાઓ એ સમયસર રજૂ ન કરી શક્યો; પરિણામે, એ મૃત્યુદંડનો શિકાર બનીને કાયમને માટે નામશેષ થઈ ગયો
આપણા કેટલા બધા રાષ્ટ્રવીરો એક કાળે રાજદ્રોહના કે રાજદ્વારી હત્યાના ગુનેગારો ગણાઈને ફાંસીના માંચડે ચડી ગયા! અને આજે એ બધાંનાં આપણે રાષ્ટ્રવીરો અને શહીદો તરીકે મન ભરીને ગુણગાન કરીએ છીએ અને એમની પૂજા કરીએ છીએ. જો રાજ્યની કાયદાપોથીમાં ફાંસી જેવી હત્યારી સજાની જ જોગવાઈ ન હોત તો આવા કેટલા બધા નવલોહિયા નરવીરો અકાળ અને અકારણ મરણને શરણ થતા બચી ગયા હોત!
આ રીતે ફાંસીનો કાયદો રદ કરવાની દિશામાં વિચાર કરવાની આપણને પ્રેરણા આપે એવો એક કિસ્સો તાજેતરમાં જ “ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' દૈનિકમાં છપાયો છે; એ વાંચીને જ અમે આ નોંધ લખવા પ્રેરાયા છીએ. બહુ જ સંક્ષેપમાં પ્રગટ કરવામાં આવેલ આ કિસ્સાની વિગતો આ પ્રમાણે છે :
દક્ષિણ ભારતમાં કોટ્ટાયમ જિલ્લામાં છંગનચેરી નામે એક ગામ છે. એ ગામમાં થોમસ નામે એક યુવાન રહે. અત્યારે એની ઉંમર ૨૯ વર્ષની છે. ત્રણેક વર્ષ પહેલાં, સને ૧૯૬લ્માં ૨૬ વર્ષની ભરયુવાન વયે એણે પોતાની પત્નીના પ્રેમીનું ખૂન કર્યું હતું. આ ખૂનના ગુનાના બદલામાં કોર્ટે એને મોતની સજા ફરમાવી. પોતાને મળેલી મોતની સજાનો અમલ કરવામાં આવે, તે પહેલાં એ ભાવનાશીલ નવયુવાને પોતાની અંતિમ ઇચ્છા દર્શાવતાં કહેલું, કે મારાં ચક્ષુઓ ચક્ષુબેંકને, મારું લોહી લોહીબેંકને અને મારો મૃતદેહ મેડિકલ કોલેજને સોંપી દેશો. ૧૯મી મે ના રોજ એને ફાંસીને માંચડે લટકાવી દેવામાં આવ્યો ત્યારે તેની આ ઇચ્છા જેલસત્તાવાળાઓએ પૂરી કરી હતી.” કેવી કરુણ, કેવી દારુણ છતાં ભવ્ય ઘટના !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org